શહીદોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળ્યું
ચીનના રાષ્ટ્રપતિનો ફોટો,રાષ્ટ્રધ્વજ સળગાવ્યા
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા ભારત ચાઈના બોર્ડર પર ચાલી રહેલ અથડામણમાં વીરગતી પામેલા ભારતના વીર સપૂતોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી આપવા માટે ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર કરી ચાઈનાનો ધ્વજ સળગાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આજરોજ બહુમાળી ભવન સરદાર પટેલ પ્રતિમા પાસે એકત્ર થઈ સર્વે ક્ષત્રીય બંધુઓએ હીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવા મૌન પાળવામાં આવ્યું હતુ. ઉપરાંત જનજાગૃતિ માટે ચાઈનીઝ એપ અને ચાઈના ધ્વજને સળગાવી ઉપરાંત ચાઈનાના રાષ્ટ્રપતિનું પોસ્ટર પણ સળગાવ્યું હતુ.
આ તકે કરણી સેનાએ જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં તમામ ચાયનીઝ માલ સામાનનો ઉપયોગ અને ખરીદી સદંતર બંધ કરવામાં આવશે.
આ અંગે કરણી સેનાએ પ્રતિજ્ઞા લીધી હતી.