લાભદીપ સોસાયટીનો પ્રજાપતિ શખ્સ પોલીસ સંકજામાં: બંનેની સગાઇ નકકી થઇ હતી બાદમાં અલગ અલગ પાત્રો સાથે લગ્ન કર્યા હતા
ચારેક માસ પૂર્વે મુંબઇ- દમણના સેલવાસ ખાતેથી પોલીસે શોઘ્યા હતા અને નરસિંહ ગાર્ડનમાં પુન: મિલન થતા પ્રેમના અંકુરો ફુટયા અને મામલો દુષ્કર્મ સુધી પહોંચ્યો
રૈયા રોડ પર રહેતી બે સંતાનની માતાને કેફી પીણુ પીવડાવી લાભદીપ સોસાયટીના પ્રજાપતિ શખ્સે શરીર સબંધ બાંઘ્યા બાદ સેલવાસ ખાતે લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચર્યા અંગેની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ રૈયા રોડ પર રહેતી બે સંતાનોની માતા એવી પરિણીતાની ફરીયાદ પરથી મવડીની લાભદીપ સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરી ગુજરાન ચલાવતા બે સંતાનના પિતા યોગેશ જમનભાઇ ધોકીયા સામે દુષ્કર્મ, ધમકી આપ્યા અંગેનો ગુનો નોંધાયો છે. કે આરોપીએ પરિણીતાની ઓળખ કેળવી છ એક મહિના પહેલા પોતાના ઘરે બોલાવી કેફે પ્રવાહી પીવડાવી મરજી વિઘ્ધ શરીર સંબંધ બાધી લઇ અને એ પછી ચારેક મહીના પહેલા દમણના સેલવાસ ખાતે લઇ ત્યાં પણ પતિ-બાળકોને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં આરોપી યોગેશ ધોકીયા અને રૈયા રોડની પરિણીતા વચ્ચે સગાઇની વચ્ચે વાત ચાલતી હતી. એ કારણે બન્ને એકબીજાને ઓળખતા હતા. પરંતુ સગાઇ થઇ ન હોતી અને બન્નેના અલગ અલગ પાત્રો સાથે લગ્ન થઇ ગયા હતા. જેમાં આરોપી અને ભોગ બનનારને પણ બે સંતાન છે. યોગેશ મિસ્ત્રી કામ કરે છે અને છએક મહિના પહેલા નરસિંહ બગીચામાં મળ્યા બાદ બન્નેએ એકબીજાની ઓળખ કેળવી હતી અને પરીણીતાને ઘરે બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં ચારેક મહિના પહેલા બન્ને જણા ગુમ થયા બાદ મુંબઇ, દમણ, સેલવાસ, ખાનગી હોટલમાં ફર્યા હતા. જયાં પણ સેલવાસ ખાતે આરોપીએ પરીણીતા પર દુષ્કર્મ આચયુ હતું. બનાવ અંગે જે તે સમયે પોલીસે બન્ને સેલવાસ તરફથી શોધી કાઢી બન્નેના પરીવારને જાણ કરી હતી.હવે આ બનાવમાં બળાત્કાર ધમકીની ફરીયાદ થતા મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.બી. ડોડીયાએ આરોપીને સંકાજમાં લઇ તપાસ હાથ ધરી છે.