છાણીયું ખાતર વાપરી ભીંડો, ગુવાર સહિતના શાકભાજી ઉગાડી હરિભકતોને આપે છે

માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી મોહન પ્રસાદજી સ્વામિ એ છેલ્લા એક વર્ષથી મીતડી રોડ ઉપર આવેલા મંદિર ના ખેતરમાં ૧૦૦ ટકા ઓર્ગેનિક ખેતી ની શરૂઆત કરી ને સમગ્ર સમાજને એક સાચો રાહ ચીંધે છે તેઓએ જણાવ્યું કે આપણી મૂળભૂત સાચી ખેતી ઓર્ગેનિક જ હતી બીજાનું અનુકરણ અને ખેત ઉત્પાદન વધારવા જે કેમીકલ દવાના વધુ બીનજરૂરી વપરાશ થી તન મન ધન થી નૂકશાની થાય છે  છાણીયા ખાતર થી જે ખેતી કરતા તે તમામ વસ્તુનો સ્વાદ જ અલગ હોય તંદુરસ્તી વધે ખોટો ખર્ચ ન થાય ખેતી ફળદ્રુપ બની રહે તેવા હેતુથી ઓર્ગેનિક ખેતી એક વર્ષ થી કરી રહયા છે જેમાં વીશ થી  વધુ અસલી ગીર ગાયો નાની મોટી છે તેના પંચ દ્રવ્ય તથા અન્ય ઔષધિઓ  વનસ્પતિઓ ઉમેરી ઓર્ગેનિક ખાતર તૈયાર કરી એ છીએ જેનો હાલ શાકભાજી માં ઉપયોગ કરી ભીંડો , ગુવાર , ચોરી , રીંગણા સહિત ઉત્પાદન મબલખ કરી હરિભક્તો ને આપી એ છીએ

આ વખતે મગફળીનું ઓરિજિનલ બીયારણ કે જે આપણે પહેલા વાવતા હતાતે વાવી છે ઓર્ગેનિક ખાતર સાથે જે ખુબ ઉપયોગી થશે ઓર્ગેનિક કરવા પશુઓ ના છાણીયા ખાતર ઉપયોગ થાય છે પશુઓ સચવાશે કેમિકલ વગર ની ખેતી થી દરેક ઉત્પાદન ના ભાવ ઉંચા મળે ખાનાર વ્યક્તિ તંદુરસ્ત રહે મનુષ્ય તાકતવાળો બને રોગ પ્રતિકારક શકિત સારી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.