સરબત અને શેઈકના વ્યવસાયને ૭૦ ટકા જેટલુ નુકશાન: કોરોનાની બીકના કારણે લોકો બહારનું ખાતા-પીતા ડરે છે !!!
ઉનાળાની સીઝનમાં લોકો ઠંડાપીણા આઈસ્ક્રીમ ખાતા હોય છે. તેમાં પણ રાજકોટના રંગીલા લોકોની વાત જ અલગ છે. રાજકોટ વાસીઓ હંમેશાથી ખાવા પીવાના અને ફરવાના શોખીન રહ્યા છે. ત્યારે ઉનાળાની સીઝનમાં જ કોરોનાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતુ જેથી ઠંડા પીણા સરબતો તથા આઈસ્ક્રીમ શેઈક પાર્લર બંધ રહ્યા હતા બે મહિના સુધી ઠંડા પીણાની દુકાનો બંધ રહેવાથી સીઝનમાં તેમને બહુ નુકશાની ભોગવવી પડી હતી. હાલ અનલોક-૧ થવાથી સરબત અને શેક પાર્લરો ફરીથી શરૂ થઈ ગયા છે. પરંતુ હાલ તેમની ગ્રાહકીને ખૂબ અસર પહોચી છે. હાલ તે લોકોના વ્યવસાય ૨૦% જેટલો જ થઈ ચૂકયો છે. ત્યારે અબતક દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને તમામ માહિતી મેળવવામાં આવી હતી.
લોકડાઉનના કારણે અમારો વ્યવસાય ૩૦ ટકા થયો છે: વસીમભાઈ જાદવ (અનમોલ કોલ્ડ્રીંકસ)
અનમોલ કોલ્ડ્રીંકસના વસીમભાઈ જાદવએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં કોલ્ડ્રીંકસની દુકાન ફકત મારી અકે જ છે. અત્યારે અમારો ધંધો ૩૦ થી ૪૦% જ થઈ ગયો છે. અત્યારે લોકો પૈસાવાપરવા તૈયાર નથી મારી દુકાનની બાજુમાં ફાટક છે તો ફાટક બંધ હોય ત્યારે લોકો સરબત પીવા માટે અહી આવતા હતા હાલ અમે સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવીએ છીએ તેમજ કોલ્ડ્રીંકસ ડીસપોઝેબલ ગ્લાસમાં આપીએ છીએ. મારી સ્પેશ્યલ વેરાયટી એ મશીનની સોડાઓ છે. તેમજ દરેક વસ્તુઓ કવોલીટીવાળી આપીએ છીએ. લીંબુ સોડા, લીંબુ સરબત અને લચ્છી મુખ્ય વહેચાતી હોય છે.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન સંપૂર્ણ રીતે કરીએ છીએ: ગોરધનભાઇ નાકિયા (રામજીભાઇ અનાનસવાળા)
રામજીભાઇ અનાનસના ગોરધનભાઇ નાકિયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા સીઝન શરુ થવાની તૈયારી હતી જેથી થોડો સમય સારી ગ્રાહકી રહી અમારી આવી સીઝન લોકડાઉનમાં ગઇ છે. લોકડાઉન બાદ ધંધાઓ પ૦ ટકા થઇ ચુકયા છે. હાલ અમે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવીએે છીએ ડીસ્પોમેલન ગ્લાસ આપીએ છીએ લોકોને ભેગા થવા દેતા નથી. અમારે મુખ્યત્વે લીંબુ સરબત અને લચ્છી વધુ પ્રખ્યાત છે.
કોરોનાને કારણે લોકો બહારનું ખાતા ડરે છે જેની અસર અમારા વ્યવસાયને પહોંચી છે: નીતિનભાઈ મીઠાણી (જયંત કોલ્ડ્રીંકસ)
જયંત કોલ્ડ્રીંકસના નિતિનભાઈ મીઠાણીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારો વ્યવસાય ખૂબ વ્યવસ્થિત ચાલતો હતો. લોકડાઉનમાં અમારો ગોલ્ડન પીરીયડ પૂરો થયો છે. અત્યારે ગ્રાહકો બહારનું ખાતા પિતા બીવે છે. તેમજ સોશ્યલ ડીસટન્સ પાળવા માટે ખૂબ તકલીફ પડે છે.ફરી ધંધો રેગ્યુલર થવાનું કાઈ નકકી નથી જયાં સુધી આ વાયરસ છે. ત્યાં સુધી અમારા ધંધાને હજુ શરૂ થવામાં વાર લાગશે અત્યારે બજારની સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ ગ્રાહક ઉભુ રહેવા પણ તૈયાર નથી. અમારી સ્પેશ્યલ લચ્છી દુધકોલ્ડ્રીંકસ છે. સરકાર આર્થિક સહાયના કરે પરંતુ લોનની વ્યવસ્થા સરળ કરે તો રાહ્ત રહે.
ગરમીની સીઝનમાં લોકડાઉન હોવાથી વ્યવસાય ઠપ્પ થઇ ગયો છે: કરણભાઇ જાદવ (રાજમંદિર શરબત)
રાજમંદિર શરબતના કરણભાઇ જાદવએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, યાજ્ઞીક રોડ પર અમારી દુકાન આવેલ છે. લોકડાઉન થયું તે પહેલા ધંધા સારો ચાલતો હતો. લોકડાઉન ખુલ્યા બાદ ગરમીની સીઝન થોડી હતી જેથી ગ્રાહકી રહી છે પરંતુ હવે ચોમાસાની સીઝન શરુ થવાથી ગ્રાહકીમાં થોડી અસર દેખાય છે. રાજમંદિર શરબત તેમની કવોલીટીના કારણે રાજકોટમાં પ્રખ્યાત છે. મારી સ્પેશ્યલ વેરાવટીની જો વાત કરવામાં આવે તો મારી પાઇનેપલ લચ્છી, વરીયાળી શરબત, લીંબુ શરબત તેમજ સીઝનલ ફુટનુ જયુસ છે.
સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવે છે. તેમ જ ગ્રાહકોને બને ત્યાં સુધી પાર્સલ માટેનો આગ્રહ રાખીએ છીએ. વિદ્યાનગર મેઇન રોડ પર હોસ્પિટલ હોવાથી અમારે જયુસ વધારે પ્રમાણમાં જાય છે.
સંતુષ્ટી તેના સ્વાદ માટે ગ્રાહકોની હંમેશા પહેલી પસંદ રહી છે: નયનભાઇ ગાંધી (સંતુષ્ટી શેઇક)
સંતુષ્ટી શેઇકના નયનભાઇ ગાંધીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે સાધુ વાસવાણી રોડ પર અમારી શોપ છે. લોકડાઉન પહેલા અમારો બીઝનેસ સારો જ હતા લોકડાઉન પછી બીઝનેશ પર અસર થઇ છે. પરંતુ આ અસર બધાને થઇ છે. ભવિષ્યમાં જયારે કોરોના સઁપૂર્ણ જશે ત્યારે પાછુ રેગ્યુલર થઇ જશે. અત્યારે પણ બીઝનેશ છે જ અત્યારે અમે હોમ ડીલીવરી કરીએ છીએ. સાથે સાથે જો અહીં ખાવા આવેલી ડીસ્ટન્સ મેન્ટન પણ કરાવીએ છીએ. આ સીઝનને ઇફેકટ પડી છે. પરંતુ હજુ બીજી સીઝન બાકી છે જો આપણે સારા હશું તો બને તેમાં સીઝનો લઇ શકાય સંતુષ્ટી એલોકોને ફેવરીટ પ્રોડકટ બની ચુકી છે. તેનું કારણ કહી શકાય કે અમારી સર્વીસ અમે ફ્રી ડીલીવરી આપીએ છીએ.અહી અમે ગ્રાહકોને ખુબ સારી સર્વીસ આપીએ છીએ. સંતુષ્ટી પર લોકોને ભરોસો છે. સંતુષ્ટી સેના વિકસેક માટે પણ પ્રખ્યાત છે. ખાસ તો ચોકલેટ, ડ્રાયફુટ માટે પ્રખ્યાત છે. લોકોને આટલા સમયથી સંતુષ્ટી પર એક ભરોશો છે.
અમારા ૫૦ વર્ષના વ્યવસાયમાં આવી મંદી આ પહેલા કયારેય જોઈ નથી: શૈફુદીનભાઈ (નજમી સરબત)
નજમી સરબતના શૈફુદીનભાઈએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૫૦ વર્ષથી ધંધો ચલાવીએ છીએ. અમારે ત્યાં દરેક જાતની સરબત અને તૈયાર બોટલો મળે છે. આર્થિક મંદી કોરોના પહેલા પણ હતી જ પરંતુ લોકડાઉન બાદ આર્થિક મંદી વધી ચૂકી છે. પૈસાની મુશ્કેલી બધાને ઉભી થઈ છે. નાના મોટા દરેક વર્ગના લોકોને પૈસાની મુશ્કેલી હાલ રહી છે. ઉપર જતા માણસોના પગાર ભાડા લાઈટ બીલ ચડત થયા છે. અમારે ઉનાળાના ૪ મહિના મેઈન સીઝન હોય છે. તે લોકડાઉનમા જતી રહી છે. અત્યારે લોકો પૈસા વાપરતા વિચારે છે. અત્યારે ધંધો ૧૦% જ થઈ ગયો છે. અમારે ત્યાં મજૂર વર્ગ પણ આવતો હોય છે. અત્યારે તે ગ્રાહકો સાવ ઓછો હોય છે. આવનારા થોડા સમયમાં માર્કેટ સારી થઈ જશે તેવું લાગી રહ્યું છે.