એ વીર જવાનોને સલામ કછું….. વિકકી કૌશલ
તમે હંમેશા અમારા દિલમાં રહેશો: સોનુ સૂદ
અમે બધા ભારતીય સેનાની પડખે: સિઘ્ધાર્થ શુકલ
જય જવાન, જય ભારત વીર જવાન: અજય દેવગન
અમે હંમેશા તમારા કરજદાર રહીશું: રવિના ટંડન
બોલીવૂડે સોશિયલ મીડિયા પર શહીદોને અર્પી શ્રઘ્ધાંજલી
ગલવાનધાટી નજીક એલએસી પર ચીન સૈન્ય સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા ર૦ વીર જવાનોને ભારતીય ફિલ્મી જગતે શ્રઘ્ધાંજલી અર્પી હતી.
જમ્મુ અને કાશ્મીરના ઉરી તથા પુલવામામાં આતંકી હુમલા બાદ છેલ્લા વર્ષોમાં સૈનિકોની મોટી ખુવારીની આ ત્રીજી ધટના છે. તમામ બોલીવુડ સેલેબિટીઓેએ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા છે.
અજય દેવગને ટવીટ કરી જણાવ્યું છે કે ભારતીય સીમા અને સન્માનના રક્ષણ માટે પોતાના પ્રાણના બલિદાન દીધાએ તમામ જવાનોને સલામ કરૂછું. જયજવાન, જય ભારત, વીર જવાન…
અભિનેત્રી રવિના ટંડને લખ્યું છે ઓમ શાંતિ, મારા વીર ભાઇઓ તમારા પરિવારોને સાંત્વના અમે હંમેશા તમારા કર્જદાર રહીશું.
ઋત્વિક રોશને લખ્યું છે કે લદાખમાં ગુમાવેલા જીવ અને જે અશાંતિ દેખાય છે તેનાથી મને બહુ દુ:ખ થયું છે. આપણા જવાનો સીમા પર ફરજ બજાવે છે. સરહદ પર શહીદ થયેલા જવાનોને મારી શ્રઘ્ધાંજલી તેમના પરિવારો માટે પ્રાર્થના સાથે સાંત્વન આપું છું અને શહીદ વીરોના આત્માને ભગવાન શાંતિ અર્પે એવી પ્રાર્થના કછું.
સોનું સુદે પોતાના ટવીટમાં જણાવાયું છે કે સંતોષ બાબુ તમે હંમેશા અમારા દિલમાં રહેશો તમારી કુરબાની કયારેય ભૂલી શકાશે નહીં. તમે તથા તમારા પરિવારોએ દેશ માટે જે કર્યુ છે તેના માટે અમે તમને સલામ કરીએ છીએ.
સિઘ્ધાર્થ શુકલે જવાનોને શ્રઘ્ધાંજલી અર્પતા લખ્યું છે કે ગલવાનધાટીમાં જે કંઇ થઇ રહ્યું છે તેના માટે કહીશ કે ભારતીય સેના અમે બધા તમારી સાથે જ છીએ અમને તમારા પર પૂરો વિશ્ર્વાસ છે તમારી આટલી મોટી કુરબાની વ્યર્થ નહીં જાય.
વિકકી કૌશલે ટવીટ કરી જણાવ્યું છે કે હું આપણાએ વીર જવાનોને સલામ કરૂ છું જે ગલવાન ધાટીમાં બહાદુરીપૂર્વક લડયા અને દેશના ગૌરવ માટે શહીદ થયા છે એમના પરિવારોને હું દિલથી સાંત્વના આપું છું. જયહિન્દ વિકકીની આ ટવીટ પર તેના ચાહકોએ પણ ગલવાન અથડામણ અંગે પોતાના વિચારો વ્યકત કર્યા છે.
કેટલાક યુઝર્સે વિકકી કૌશલની ફિલ્મ ‘ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇટ’ની તસ્વીરો, કલીપ તથા ડાયલોગ્સ કોમેન્ટમાં લખ્યાં છે તમામ લોકોએ આ ધટના બાદ ભારતે કરેલી સર્જીટલ સ્ટ્રાઇકને યાદ કરી છે. લોકો આ ધટનાને ઉરી સાથે જોડી રહ્યા છે જયારે ભારતે પોતાના વીરોના અભિમાનનો બદલો લીધો હતો.
આ ઉપરાંત નીમરત કૌર, અદનાન સામી, તમન્ના ભાટીયા, રફલપ્રિત યામી, ગૌતમ જેવા તમામ કલાકારોએ ગલવાનમાં શહીદ થયેલા જવાનોને ટવીટ કરી શ્રઘ્ધાંજલી અર્પી છે. અને સદગત જવાનોના પરિવારોને સાંત્વના પાઠવી છે.