રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૩૬૦૫.૨૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૩૪૩૮.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૩૩૨.૯૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૦.૯૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૬૯૧.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૮૯૭.૮૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૮૬૭.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૮૧૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૬.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૯૨૯.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૪૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૪૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૩૦૫ ના નીચા મથાળે નોંધાવી ૨૨૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૩૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૦૪૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૦૪૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૮૮૬ ના નીચા મથાળે નોંધાવી ૩૯૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૯૩૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. એક તરફ કોરોના મહામારી સામે વિશ્વ યુદ્વ લડી રહ્યું છે, ત્યારે ચાઈનાએ ભારત સાથે સરહદે તનાવ ઘટાડવાની કવાયત દરમિયાન જ ઘર્ષણ શરૂ કરતાં બન્ને દેશો વચ્ચે સંબંધો વણસવાની અને યુદ્વની સ્થિતિ સર્જાવાની શકયતાએ આજે સાવચેતીમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારત અને ચાઈના વચ્ચે લદ્દાખ સરહદે ટેન્શન વચ્ચે ભારતીય સેનાના સૈનિકો અને આર્મી ઓફિસર શહીદ થતાં અને ભારતે ચાઈનાના સૈનિકોને પણ માર્યાના અહેવાલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે તફરી અફડાતફડી નોંધાઈ હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૨.૦૪% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૧.૯૦% અને નેસ્ડેક ૧.૭૫% પોઈન્ટ વધીને સેટલ થયા હતા. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ સુસ્ત જોવા મળી રહ્યા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૨૬ અને વધનારની સંખ્યા ૧૧૮૨ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એક બાજુ વિશ્વભરનાં અર્થતંત્રો ધીમે-ધીમે અનલોકિંગ તરફ આગળ વધી રહ્યાં છે, ત્યારે જો રાઉન્ડ-૨ જેવી સ્થિતિ ઊભી થાય તો સ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. સ્થાનિક સ્તરે રેડ સ્પોટ સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો કામ કરતા થયા છે અને આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થઈ ગઈ છે. એક વર્ગ માની રહ્યો છે કે આગામી દિવસોમાં સ્થિતિ અપેક્ષાથી વધુ ઝડપથી સામાન્ય બની શકે છે. એક પોઝિટિવ પરિબળ ચોમાસાની વહેલી શરૂઆત છે. દેશમાં વ્યાપક પ્રિ-મોન્સૂન વરસાદ જોવા મળ્યો છે, જે એગ્રીકલ્ચર ક્ષેત્ર માટે પોઝિટિવ બાબત છે. ક્રૂડના ભાવમાં અંતિમ ચારેક ટ્રેડિંગ સત્રોમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડનું ૪૦ ડોલર પ્રતિ બેરલ નીચે ટકી રહેવું ભારત માટે પોઝિટિવ પરિબળ છે. રૂપિયામાં નરમાઈ જોવા મળી રહી છે, જોકે ડોલર ઈનફ્લો મજબૂત છે અને તેથી ફોરેક્સ રિઝર્વ ૫૦૦ અબજ ડોલરને પાર કરી ગયું છે. આગામી દિવસોમાં પણ જિયો જેવી ડીલ્સને કારણે તેમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. લાર્જ-કેપ શેરોની સરખામણીમાં મિડ-કેપ શેરો ઐતિહાસિક નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ચાર વર્ષ સુધીનું મિડ-કેપ અને લાર્જ-કેપ પ્રીમિયમ સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે અને વર્ષ ૨૦૧૪ની સપાટીએ ફરી આવી ગયા છીએ. મારા મતે મિડ-કેપ રિકવરી માટે આકર્ષક વેલ્યુએશન છે અને આગામી સમયમાં વધુ સારો દેખાવ કરી શકે છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
બાટા ઇન્ડિયા ( ૧૩૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૯૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
લુપિન લિ. ( ૯૩૧ ) :- રૂ.૯૧૬ નો પ્રથમ તેમજ રૂ.૯૦૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૭ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
HCL ટેકનોલોજી ( ૫૭૮ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
બાયોકોન લિ. ( ૩૮૫ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!