ગત વર્ષની સરખામણીમાં એટીએમથી નાણા ઉપાડવાનો આંક આવ્યો નીચે
એક સમયે લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર સહેજ પણ ભરોસો રાખતા ન હતા. સાયબર સિકયોરીટી સહિતનાં અનેકવિધ મુદાઓ પણ સામે આવતા જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ અને ડિજિટલ પેમેન્ટે વેગ પ્રાપ્ત કરવો જોઈએ તે થઈ શકયો ન હતો. એવામાં પણ લોકોમાં ડિજિટલ પેમેન્ટને લઈ જાગૃતિનો પણ અભાવ જોવા મળતો હતો બીજી તરફ બેન્કિંગ સિસ્ટમ યથાયોગ્ય રીતે ડિજિટલી જે કાર્યરત થવી જોઈએ તે થઈ શકી ન હતી પરંતુ હાલનાં સમયમાં ડિજિટલ માધ્યમ માટેની વિશાળ તકો ઉદભવિત થયેલી છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે, વિશ્ર્વમાં મોબાઈલ એપ્લીકેશન મારફતે નાણા ચુકવવામાં ૧૬૩ ટકાનો વધારો નોંધાયો છે અને સાથોસાથ આ માધ્યમો થકી ૨૧.૨૪ લાખ કરોડ પિયાની ચુકવણી પણ કરવામાં આવી છે. વૈશ્ર્વિક આંકડાની સરખામણીમાં ડિજિટલ એટલે કે મોબાઈલ એપ્લીકેશન મારફતે પેમેન્ટ કરવામાં ભારત દેશમાં ૨૪ ટકાનો વધારો જોવા મળ્યો છે જેમાંથી ૧૫.૦૯ લાખ કરોડ રૂપિયા આ માધ્યમો થકી ચુકવવામાં આવ્યા છે. લોકોએ નાણાકિય ટ્રાન્ઝેકશન, મોબાઈલ ફોનનાં એકાઉન્ટ રીચાર્જ, યુટીલીટી બીલ, મોબાઈલ પેમેન્ટ, ઓનલાઈન ખરીદી માટે કરવામાં આવતી નાણાકિય લેવડ-દેવડ આ તમામ મુદાને ધ્યાને લઈ લોકો ડિજિટલ પ્લેટફોર્મ તરફ આગળ વઘ્યા છે જેથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે લોકોને ડિજિટલ પ્લેટફોર્મ માટેનો ભરોસો અત્યંત વઘ્યો છે.
મોબાઈલ એપ્લીકેશનનો વધારેમાં વધારે ઉપયોગ થતાની સાથે જ લોકો એટીએમ મારફતે નાણા ઉપાડવાનાં ચલણમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૯ માટે મોબાઈલ પેમેન્ટનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. વૈશ્ર્વિક મહામારી કોરોનાને લઈ લોકો હાર્ડ કેશથી વ્યવહાર કરવામાં ડર અનુભવી રહ્યા છે ત્યારે કેશલેશ પેમેન્ટ તરફ આગળ વધતા લોકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થશે તેવી પણ હાલ આશા સેવવામાં આવી રહી છે. કાર્ડ પેમેન્ટનો ઉપયોગ કર્યા વગર આવનારા સમયમાં મોબાઈલ પેમેન્ટનો ડ્રાફટ પુરજોશથી વધશે જેથી હાલ જે સોશિયલ ડિસ્ટન્સીંગ જેવા મુદાઓ સામે આવી રહ્યા છે તેને પણ બખુબી રીતે લોકો પાળતા થશે. જીડીપીમાં ૨૦ ટકા જેટલો વધારો કાર્ડ અને મોબાઈલ પેમેન્ટ મારફતે થતો જોવા મળ્યો છે જે વર્ષ ૨૦૧૮માં ૧૩ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. રીટેલ ખરીદી ક્ષેત્રમાં મોબાઈલ અને કાર્ડ પેમેન્ટ હસ્તે ૨૧ ટકાનો વધારો નોંધાયો હતો જે આંકડો ૫૭.૮૦ લાખ કરોડ પિયાએ પહોંચ્યો છે.
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રતિ માસ લોકો ૨.૩૦ લાખ કરોડ પિયાની નાણાકિય લેવડ-દેવડ ડિજિટલ મારફતે કરી રહ્યું છે ત્યારે આશા પણ સેવવામાં આવી રહી છે કે, વર્ષ ૨૦૨૦ સુધીમાં કુલ ૨૭.૬૦ લાખ કરોડ પિયાની ચુકવણી ડિજિટલ પેમેન્ટ એટલે કે મોબાઈલ એપ્લીકેશન મારફતે કરવામાં આવશે. બેન્કિંગ ક્ષેત્રમાં ડિજિટલ પ્લેટફોર્મ માટે પેટીએમએ ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે ત્યારે બીજી તરફ યુપીઆઈ પેમેન્ટ ગેટ-વેમાં ગુગલ અને વોલમાર્ટ દ્વારા બનાવવામાં આવેલ ફોન-પે એપ્લીકેશનનો વ્યાપ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને લોકો તેનો પુરતો ઉપયોગ પણ કરી રહ્યા છે.