આ કોરોના હજુ શું શું કરાવશે, એ જ ખબર નથી, પેહલા તો લોકો ને બે મહિના સુધી ઘરમાં પૂરી રાખ્યા અને શાળા ઓ પણ બંધ કરવી. આ વેકેશનમાં બાળકો પોતાના મામા ના ઘરે કેરી પણ ખાવા ન ગઈ શક્ય, અને હવે બાળકો તેમજ સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવ મેળા પણ કોરોના ના લીધે નહીં થાય, જી હા ગુજરાત સરકારે આ વર્ષે લોકમેળા નહીં યોજવાનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય આવતા એકાદ વીકમાં દરેક જિલ્લા-કલેક્ટરને મોકલી આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં થતા લોકમેળા દેશભરમાં પ્રખ્યાત છે. અને લાખો લોકો આ મેળા માણવા આવે છે, પણ આ વર્ષે લોકોએ સૌરાષ્ટ્ર આવવાનું બહાનું નહીં મળે, કારણ કે આ વર્ષે કોરોના ને લીધે મેળા ઓ યોજાશે નહીં.
શ્રાવણ મહિનો ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્ર માટે મેળાનો મહિનો કહવામાં આવે છે. આ મહિના દરમ્યાન સૌરાષ્ટ્રમાં નાનામોટા ૧૦૦થી વધુ મેળા યોજાય છે, જેની મજા લાખો લોકો માણે છે, પણ કોરોના નો કાળો કેર જ્યારે અત્યારે દુનિયાભરને ધ્રુજાવી રહ્યો છે એવા સમયે મેળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન થઈ શકે, એવું લાગતાં ગુજરાત સરકારે લોકમેળાનું આયોજન કરવું નહીં એવો નિર્ણય લીધો છે.
લોકમેળાઓમાં રાજકોટનો મેળો જગવિખ્યાત છે. આ વર્ષે એ મેળાનું પ્લાનિંગ શ્રાવણની છઠથી એટલે કે ઑગસ્ટથી થાય એવી શક્યતા હતી. રાજકોટમાં થતા પાંચ દિવસના લોકમેળામાં ૧૦ લાખથી વધુ લોકો આવે છે અને રીતસર હૈયેહૈયું દળાઈ જાય એવો ઘાટ સર્જાય છે. જો આ વર્ષે એવી પરિસ્થિતિ ઊભી થાય તો કોરોના પેશન્ટ્સમાં જબરદસ્ત ઉછાળો આવે અને મેડિકલ ઇમર્જન્સી ઊભી થઈ જાય. આવું ન બને એ માટે રાજકોટ સહિતના લોકમેળા રદ કરવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. છેલ્લાં ૫૦ વર્ષમાં એક પણ વખત એવું બન્યું નથી જેમાં રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો હોય.