હાલમાં સમગ્ર વિશ્ર્વમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અંગે જાહેર જનતાને કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડીપાર્ટમેન્ટની ખુબ જ મહત્વની ફરજ રહેલી છે.
સુરત શહેર મહિધરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. સ્વ. મગનભાઇ રણછોડભાઇ બારીયા જેઓએ કોરોના વાયરસ અંગેની પોતાની મહત્વની ફરજ દરમ્યાન તેઓ કોરોના વાયરસ સંક્રમણના કારણે તા. ૧૪-૬-૨૦૨૦ ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજતા સ્વ. મગનભાઇ રણછોડભાઇ બારીયાનાઓએ પોતાની ફરજ જાહેર જનતા માટે ખુબ જ નિષ્ઠાથી બજાવેલી અને જે ફરજ દરમ્યાન તેઓને કોરોના વાયરસનું સંક્રમણ થતા તેઓનું દુ:ખદ અવસાન થયેલું હોય જેથી આજરોજ શહેર પોલીસ કમિશ્નર ની કચેરી ખાતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા, ઝોન-૧ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, ઝોન-ર તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે એક મિનિટ મૌન પાળી કોવિડ-૧૯ વોરીયર મગનભાલ રણછોડભાઇ બારીયા ને હ્રદય પૂર્વક શ્રઘ્ધાજલી આપવામાં આવી હતી.