જગતની કોઈપણ યુનિ., શાળા-કોલેજ કરતા સંસ્કૃતનો વિદ્યાર્થી વિવેક, સજ્જનતા, સંસ્કારની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ: સ્વામી માધવપ્રિયદાસજી
સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી સંચાલિત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદથી આચાર્ય કક્ષા સુધીના ૨૦૦ જેટલા ઋષિકુમારો અને ૩૦ સંતો વેદ-વેદાન્ત વગેરે વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે કોરોના મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોક-ડાઉન હોવાથી શાળાઓ બંધ છે ત્યારે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી બાળકોનો અભ્યાસ બગડે નહી ને ઘેર બેઠા અભ્યાસ કરે તે માટે ઓન લાઇન શાળા પ્રવેશ સાથે શિક્ષણનો અને ઋગ્વેદાદિ ચારેય વેદો અને શાસ્ત્રોના શિક્ષણનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જેમાં ઓન-લાઇન શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શામજી ભગત, આચાર્ય રામપ્રિયજી, પ્રધાનાર્ય અર્જુનાચાર્ય તથા સર્વે અધ્યાપકો તથા ૧૧૫ ઉપરાંત ઋષિકુમારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરુઆતમાં વૈદિક પ્રાર્થના બાદ, વિદ્યાલયના સિદ્ધાંત આધારિત ઓન-લાઇન ઋષિકુમારોએ કુલગીત રજુ કર્યુ હતુ, ત્યાર બાદ પ્રધાનાચાર્ય રામપ્રિયજીએ ઓન-લાઇન શિક્ષણનો હેતુ અને વાલીઓની જવાબદારી કેટલી છે તેનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ ઓન-લાઇન જણાવ્યુ હતું કે કોરોનાના કપરા કાળમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી એ બદલ એમને વંદન સહ અભિનંદન. જગતની કોઈપણ યુનિવર્સિટી, સ્કૂલ-કોલેજ કરતાં સંસ્કૃતનો વિદ્યાર્થી વિવેક, સજ્જનતા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની દૃષ્ટિએ સર્વથી શ્રેષ્ઠ છે. વાલીઓને ભલામણ કે બાળકના અભ્યાસ સમયે એને વિક્ષેપ ન થાય એવું વાતાવરણ ઘરમાં ઊભું કરે. વિદ્યાર્થીઓએ ગુરુકુલમાં ભણે છે એવી રીતે રોજના વર્ગ ભરવા દેવા.