કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ સંક્રમણને રોકવા અને ઈકોનોમિને સંભાળવાનો પડકાર
કોરોનાના કહેરની વચ્ચે આજથી બે દિવસ સુધી કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ, ચંદીગઢ સહિત પહાડી અને પૂર્વોતરના રાજ્યોની સાથે બેઠક કરી હતી.
આજે તે રાજ્યો સાથે બેઠક થઈ રહી છે, જ્યાં કોરોનાના કેસ ઓછા છે. કાલે તે રાજ્યોની સાથે બેઠક થશે.
સરકારે દેશમાં એક જૂનથી અનલોક-1ની શરૂઆત કરી હતી. શરતોની સાથે ગત સપ્તાહથી હોટલ-રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ શરૂઆત થઈ ગઈ છે.
The recovery rate has gone above 50% in India: Prime Minister Narendra Modi. #COVID19 pic.twitter.com/C0Odwfw25E
— ANI (@ANI) June 16, 2020