‘કોણ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે’ એ મંત્ર સાથે સદગુરૂ પરમાત્મા, અને ગુજરાતની પત્રકાર આલમને હું પ્રાર્થનાભીની વંદના કરૂં છું
‘અબતક’ પરિવાર સાથે વ્યવસાયિક રીતે નહીં પરંતુ ‘પિતાતૃલ્ય વાત્સલ્ય’થી જોડાયેલા કાંતિભાઈને ‘અબતક પરિવાર’ જન્મદિનની શુભકામનાઓ પાઠવે છે
માનવસેવાને વરેલા કવિ-લેખક-ચિંતક રઘુવંશી જ્ઞાતિ રત્નનું કરાયેલું સન્માન
૨૫૦થી વધુ બેનડીઓના વહાલસોયા વડિલને સ્નેહભીના આશીર્વાદ
જન્મદિને પૂ. યોગીજી મહારાજ, પૂ. રણછોડદાસજી મહારાજ, પૂ. માતા-પિતાનો ગદ્ગદ્ ઋણ-સ્વીકાર ગવર્નર સહિત જ્ઞાતિ અને સમગ્ર સમાજે આપેલા ઈલ્કાબો-ખિતાબો માટે ‘ઋણેભ્યો’ આભાર
શેષજીવન માનવ સેવા માટે જ સમર્પિત કરવાનો સંકલ્પ
ગુજરાતના પત્રકારત્વ જગતમાં સૌથી મોટુ યોગદાન આપીને લીવિંગ લીજેન્ડ ગણાતા કાંતિભાઈ કતીરા કાલે તેમના દીધાર્યં જીવનના ૮૯ વર્ષ પૂર્ણ કરીને ૯૦ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ૫૫ વર્ષથી પત્રકારત્વ ધર્મને હુબહુ નિભાવનારા કાંતિભાઈ પર સમગ્ર પત્રકારત્વ જગત અને દરેક પત્રકારો ગૌરવ લઈ શકે તેવા દીવાદાંડી સમાન છે. ૮૯ વર્ષની જૈફ વયે પણ યુવાનોને શરમાવે તેવી ઉર્જાથી અવિરતપણે પત્રકારત્વ દ્વારા કાંતિભાઈ સમાજ સેવાનો ધર્મ નિભાવી રહ્યા છે. પત્રકારત્વનો વ્યવસાય કાંટા સમાન ગણાય છે. ત્યારે તેઓ નવા પડકારોને સતત માનસિક દબાણની સ્થિતિ વચ્ચે આ થેંકસલેસ જોબને બખૂબી નિભાવી રહ્યા છે.
જીવનના ૮૯ વર્ષ પૂર્ણ કર્યા હોવા છતાં પોતાના સ્વાસ્થ્યને ટનાટન જાળવી રાખીને યુવાનોને સરમાવે તેવી શકિતથી કાર્યરત કાંતિભાઈ પત્રકારત્વ દ્વારા સમાજસેવાના કાર્યમાં ૫૪ વર્ષે પણ રસપ્રચૂર છે. આજે પણ પોતાની કલમ હાથમાં ઝાલે ત્યારે કોઈપણ જાતના ભેદભાવ વગર, એક અજાતશત્રુ સમાન અને બાળક જેવા નિદોર્ષત્વ સાથે અખબારી જગતમાં કાંતિભાઈની સેવાની સુવાસ ફેલાય ઉઠે છે. ‘અબતક’ પરિવાર સાથે વ્યવસાયિક રીતથી નહી પરંતુ પિતાતુલ્ય વાત્સલ્યથી જોડાયેલા કાંતિભાઈનો આવતીકાલ તા.૧૬ને મંગળવારે ૯૦મો જન્મદિન છે.
રાજકોટ-ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને મૂર્ધન્ય કલમનવેશ શ્રી કાંતિભાઈ એલ. કતિરાનો મંગળવાર ૯૦માં વર્ષમાં પ્રવેશ થશે તે ટાંકણે તેમણે શેષ જીવન ‘માનવ સેવા’ને સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો છે. અને પરમાત્માને ગમતા સેવાની કોઈપણ કામગીરી માટે ગમે ત્યારે, ગમે ત્યાં ઉપસ્થિત થવાનું દર્શાવ્યું છે.આ તકે તેમણે કિશોરાવસ્થામાં પોતાને જ્ઞાન અને મતિશુધ્ધિની કંઠી બાંધનાર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પૂ. યોગીજી સ્વામિનો, માનવ સેવા એજ પ્રભુસેવા છે. એવો મોક્ષગામી મંત્ર આપનાર સદગૂરૂ દેવ પૂ.શ્રી રણછોડદાસજી મહારાજશ્રીનો, પરમપૂજય માતાપિતાનો અને કતિરા પરિવાર સહિત સ્નેહ સંપર્કમાં આવેલા સહુકોઈનો ઋણ સ્વીકાર કર્યો છે. ૧૯૭૬થી ‘ઋણ’ નામના માસિક દ્વારા પૂ. રણછોડદાસજી મહારાજશ્રીના મોંઘેરા મીશનમાં જોડાઈને યથાશકિત માનવસેવાની કામગીરીઓ કરતા રહ્યા છે. આ મીશન સર્જનહારે સર્જેલી અત્યંત સુંદર પૃથ્વીને તથા માનવજાતને વધુ સુંદર બનાવવાના ધ્યેયને વરેલું છે. આ મીશનના હાલના મોભી મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીએ માનવસેવાને ‘ધર્મનો પ્રાણ’ કહીને ધર્મની નવી વ્યાખ્યા આપી છે, જેમના રાહનો હું પ્રવાસી છું એવું કાંતિભાઈ કતિરા કહે છે. ૮૯વર્ષ પહેલા ઉપલેટામાં જન્મેલા કાંતિભાઈનો બચપણનો અભ્યાસ ઉપલેટામાં થયો. તે પછી રાજકોટની દેવકુવરબા સ્કૂલ અને અંગ્રેજી અભ્યાસ મેટ્રિસ સુધી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં થયો. એ વખતની એકમાત્ર ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં શ્રી ડી.પી. જોશી, શ્રી ઉપેન્દ્રભાઈ પંડયા અને ડો. રમણલાલ યાજ્ઞિક (પ્રિન્સીપાલ) જેવા મહારથી પ્રાધ્યાપકો પાસે કેળવણી સાંપડી.
‘ફૂલછાબ’માંથી ભૂપતભાઈ વડોદરિયાની ટીમ પાસે પત્રકારત્વની કકકો-બારાખડી શીખ્યા બાદ મુંબઈમાં પત્રકારત્વ’ની ડિગ્રી અને ‘મુંબઈ સમાચાર’માં તંત્રી વિભાગમાં કામગીરીનો લાભ મળ્યો, થોડો વખત સુપ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી મોહનલાલ મહેતા- સોપાનના મેગેઝીનો માટે કામગીરીની ઉત્તમોત્તમ તક મળી મુંબઈ ‘ફ્રી પ્રેસ જર્નલ’નાં એલાઈડ પબ્લીકેશન ‘જનશકિત’નાં તંત્રી વિભાગમાં કામગીરી બજાવતાં બજાવતા શ્રી રમણલાલ શેઠ, શ્રી મનુભાઈ મહેતા, શ્રે વેણીભાઈ પૂરોહિત, શ્રી હરીન મહેતા, શ્રી દિગંત ઓઝા, શ્રી હરિભાઈ ત્રિવેદી સાથે અખબારી કામગીરી બજાવી. મુંબઈ સમાચારની સાપ્તાહિક પૂર્તિના વડા શ્રી શાંતિકુમાર ભટ્ટની ટીમમાં સેવાઓ આપી. બે પારસી અધિપતિઓ શ્રી સોરાબજી કાપડિયા, શ્રી મનુ દેસાઈ અને શ્રી કિશોર દોશી હેઠળ કામ કરીને અખબારી જગતનો બહોળો અનુભવ મેળવ્યો.૧૯૬૫ની લોકસભાની ચૂંટણી વખતે મુંબઈથી રાજકોટની બેઠક માટે ચૂંટણી લડવા આવેલા સ્વતંત્ર પાર્ટીના અખિલભારતીય મહામંત્રી શ્રી મીનુ મસાનીના પી.એ. તથા ઓફિસ સેક્રેટરી તરીકે ચૂંટણી સંબંધી કામગીરી બજાવી અને જીત મેળવી તે વખતે જયપૂરના મહારાણી ગાયત્રીદેવી, સરદાર પટેલના પુત્ર ડાયાભાઈ પટેલ, શ્રી ભાઈકાકા, શ્રી મોરારજીદેસાઈ, શ્રી અડવાણી, શ્રી વાજપેયી વગેરે રાજપુરૂષોને રાજકોટમાં જ, કાંતો જાહેરસભામલાં અથવા તો પત્રકાર પરિષદમાં જોયા હતા સવાલ જવાબ પણ થયા હતા. મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં પંડિત જવાહરલાલ નહેરૂ અને પ્રિયદર્શિની ઈદિરાગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કારોબારીની બેઠક વખતે સંબોધનકરતા નિહાળ્યા હતા. ચીનનાં આક્રમણ બાદ આ બેઠક યોજાઈ હતી, જેનું રિપોટીંગ કરવાનું સૌભાગ્ય સાંભળ્યું હતુ.‘ઓશો’ જયારે આચાર્ય રજનીશ તરીકે રાજકોટ આવેલા ત્યારે રાષ્ટ્રીયશાળામાં કરેલા સંભાષણ વખતે અને રાજકોટમાં જ પત્રકાર પરિષદમાં ઐતનિક આદાનપ્રદાન વખતે દર્શન વંદનનું સૌભાગ્ય સાંપડયું હતુ શ્રી રજનીશજી સાથે તેમની ‘જયહિન્દ’ની મુલાકાત વખતે પણ વાર્તાલાપની તક મળી હતી.જેમને ગવર્નરશ્રીએ સન્માનિત કર્યા હોય, ગુજરાત સરકારના બે સિનિયર પ્રધાનો શ્રી વજુભાઈ વાળા અને શ્રી અશોક ભટ્ટે કાર્યદક્ષતા માટે બહુમાનિત કર્યા હોય શ્રી રાજકોટ લોહાણા સેવા મંડલ અને શ્રી કૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન તેમજ લોકપ્રિય સાપ્તાહિક અખબારનાં તંત્રી શ્રી નટુભાઈ કોટકે ઉમદા ગુજરાતનાં આ સિનિયર પ્રધાનોના હસ્તે એક મૂર્ધન્ય તેમજ કાર્યદક્ષ કલમનવેશ તરીકે બીરદાવીને ‘રઘુવંશી ભૂષણ’નો મોંઘેરો ખિતાબ બક્ષ્યો હોય, લોહાણા મહાજન અને લોહાણા મહાપરિષદના વડા અને આગેવાન દાનવીર શ્રેષ્ઠી શ્રી જયંતીભાઈ કુંડલિયાએ ‘રઘુવંશી રત્ન’ નો લાખેણો ચંદ્રક બક્ષ્યો હોય એવા સહુની સાથે હળતા મળતા રહીને સમગ્ર. તેઓ જયહિન્દના એલાઈડ પ્રકાશનો ફૂલવાડી (બાળ સાપ્તાહિક), સખી (મહિલા માટેનું સાપ્તાહિક), પરમાર્થ (આધ્યાત્મિક માસિક), નિરંજન (સાહિત્યિક મેગેઝીન), જયહિન્દ સાપ્તાહિક પૂર્તિ વગેરેનું સંપાદન કરી ચૂકયા છે.રાજકોટ લોહાણા મહાજનના સંગઠન મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે.
કેસરિયા વાડી અને રઘુવંશી હોસ્પિટલનાં તેમજ શ્રી વલ્લભીય વ્રજયાત્રા ૨૦૧૯ના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીના વંશાવશત વૈષ્ણવ હૃદય સમ્રાટ ગૌસ્વામી રાજેશકુમારજી મહારાજના આત્મજ વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી કૃષ્ણકુમારજી મહોદયની પ્રેરણાથી ગોસ્વામી કુંજેશકુમારજી મહોદયની રસાત્મક વાણીમાં ‘પુષ્ટિ પંચામૃત મહોત્સવ’નું આયોજન રાજકોટ વૈષ્ણવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટયથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ વૈષ્ણઆચાર્ય દ્વારા જ વૈષ્ણવોને તેમના મંગલ વચનો સંભળાવીને લોકોને ધર્મની પ્રતિતી કરાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીતમાં વૈષ્ણવ આચાર્ય પ.પૂ. ગૌસ્વામી કૃષ્ણકુમારજી મહોદયશ્રીએ જણાવ્યું કે રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર પુષ્ટી પંચામૃત મહોત્સવનું આયોજન ખૂબ આનંદથી સંપન્ન થવા જઈ રહ્યું છે. આ મંગલ કાર્યના પ્રારંભથી સંપૂર્ણ વૈષ્ણવ સંપ્રદાય તેનો લાભ લઈ રહ્યું છે. આ કાર્યક્રમની અંદર પુષ્ટીધામ સેવા સમિતિના સર્વે કાર્યકર્તાઓએ ખૂબજ સુંદર પ્રચાર પ્રસાર કર્યો છે.જેથી વૈષ્ણવ લોકો એનો લાભ લઈ શકે આ પુષ્ટિધામ હવેલીનું નવનિર્માણ થતા રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલા વૈષ્ણવોને મોટો લાભ થશે. આ સુંદર વિસ્તારની અંદર પુષ્ટિધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને હવેલીની જગ્યા અને આ પુષ્ટી હવેલીમાં લોકો દર્શનાર્થીઓ આવે તેવી મનોકામના છે. સાથે ત્રી દિવસીય પુષ્ટી પંચામૃત મહોત્સવના પ્રારંભની સાથે પુષ્ટીધામ હવેલીનો પણ પ્રચાર અને સેવારાયનો પ્રયત્ન છે. અને સાથે ૮૪ કોષની લીલી પરીક્રમાનું આયોજન કડી અમદાવાદના ગૂરૂ દ્વારા થઈ રહ્યું છે. અને આ વર્ષ આ એક જ લીલી પરીક્રમા છે.
તો વૈષ્ણવસંપ્રદાયની અંદર અનેરો લાહવો છે.અબતક સાથેની વાતચીતમાં પૂર્વ કોર્પોરેટર વૈષ્ણ અગ્રણી સુરેશ રૈયાણીએ જણાવ્યું કે રાજકોટની અંદર સમગ્ર પુષ્ટી જીવનના કલ્યાણ અર્થે અને સામાકાંઠાના લોકોના લાભાર્થે દરેક વૈષ્ણવો દર્શન કરી ધન્યતા અનુભવે તે માટે પુષ્ટીધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તે પ્રસંગે આજે એક ત્રીવેણી સંગમ ઉભો થવાનો છે. હરીના મુખે કથા પુષ્ટીધામ હવેલીનું નવનિર્માણ અને લીલી પરિક્રમાનું આયોજન આ ત્રિવેણી સંગમ ભેગો થાય અને ત્યારે આપણા રાજકોટના તમામ વૈષ્ણવજનોને તમામ ધાર્મિક લોકોને ત્રીવેણી સંગમની અંદર લાભ લેવાના એક અનેરા અવસર પ્રાપ્ત થયો છે. તે પ્રસંગે સમગ્ર વૈષ્ણવ ધાર્મિક જનોને આ પ્રસંગની અંદર ત્રણ દિવસ બપોરે ૩ થી છ જે કાર્યક્રમ છે. તેમો લાભ લેવાસર્વે વૈષ્ણવજનોને અનુરોધ છે.