શાળાના ૭૦ વિદ્યાર્થીઓએ ૯૦થી વધુ પીઆર અને પાંચ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો
જામનગરના શિક્ષણ જગતમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે તેમની એક અલગ જ શાખ બનાવી છે. પ્રતિવર્ષ બ્રિલિયન્ટ સ્કૂલ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહે છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત્ માર્ચ-ર૦ર૦ માં ધો. ૧ર કોમર્સની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ. સ્કૂલ્સે ૮૦.૬૧ ટકા સારૃં પરિણામ પ્રાપ્ત કરીને તેની યશકલગીમાં વધારો કર્યો છે.
બ્રિલિયન્ટ સ્કૂલના હાર્દિકભાઈ ભાટિયા તથા શિક્ષક ભારદ્વાજ ભોગાયતાએ જણાવ્યું હતું કે, શાળાનું સંચાલન ચેરમેન અશોકભાઈ ભટ્ટ, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન તથા કોમર્સ વિભાગના એચઓડી હેમંતભાઈ ભોગાયતા દ્વારા કરવામાં આવે છે. બ્રિલિયન્ટ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવવામાં જ્યારે ૭૦ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
હાર્દિકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી શાળામાં શિક્ષકો નિયમિત રીતે ડિસેમ્બર માસમાં જ સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરાવી દે છે. જેના કારણે જાન્યુઆરી માસથી બોર્ડની પેપર સ્ટાઈલ મુજબ તમામ વિષયના કુલ ર૮ પેપરની પરીક્ષા લેવામાં આવે છે. આ ઉપરાંત સંપૂર્ણ વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ તથા મંથલી ટ્રસ્ટ પણ લેવામાં આવે છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બહારથી વિવિધ વિષયના નિષ્ણાતોના લેક્ચર અને મોટીવેશનલ સ્પિચનું આયોજન શાળામાં કરવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને લાયબ્રેરી, પ્રોજેક્ટર દ્વારા શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. શાળાના સંચાલકોનું માર્ગદૃશન સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતા ત્રિવિધ સંગમના કારણે બ્રિલિયન્ટ સ્કૂલ પ્રતિવર્ષ આટલું સારૃં પરિણામ મેળવવામાં સફળ રહે છે.
સીએ બનવાની ઈચ્છા: પૂજા મહેતા
પૂજા મનોજભાઈ મહેતાએ ધો. ૧ર કોમર્સમાં ૮૯ ટકા સાથે ૯૯.૭૧ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પિતા મનોજભાઈ હાપા યાર્ડમાં નોકરી કરે છે. પૂજા અભ્યાસ સિવાય ડાન્સ, રીડીંગ તથા ચિત્ર બનાવવામાં રૃચિ ધરાવે છે. પૂજા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
મેનેજમેન્ટ ફીલ્ડમાં આગળ વધવું છે: ફાલ્ગુની દવે
ફાલ્ગુની કૃષ્ણકાંતભાઈ દવેએ ધો. ૧ર કોમર્સમાં પરિશ્રમના માર્ગે ચાલીને ૯૦ ટકા સાથે ૯૯.૮૮ ટકા પરિણામ મેળવ્યું છે. પિતા કૃષ્ણકાંતભાઈ દવે બિઝનેસમેન છે. વાચનમાં રૃચિ ધરાવનાર ફાલ્ગુની આગળ વધુ અભ્યાસ કરીને એમ.ડી. બનવા માંગે છે.
ચાંદનીનું સી.એ. બનવાનું ઊંચુ લક્ષ્ય
ચાંદની વિપુલભાઈ મહેતાએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯ર.૧૪ ટકા સાથે ૯૯.૯૬ પી.આર. પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પિતા વિપુલભાઈ જેટકોમાં કામ કરે છે. સંગીત, ચિત્ર તથા વાચનમાં રૃચિ ધરાવતી ચાંદનીએ સી.એ. બનવાનું ઉચ્ચ લક્ષ્ય સેવ્યું છે.
એમબીએમાં પ્રવેશ મેળવવો છે: દિપેન દાવદ્રા
દિપેન ધિરજલાલ દાવદ્રાએ ધો. ૧ર કોમર્સમાં ૯૦.પ૭ ટકા સાથે ૯૯.૯૦ પી.આર. પ્રાપ્ત કર્યા છે. પિતા ધિરજલાલ દાવદ્રા કાપડના વેપારી છે. દિપેન અભ્યાસ સિવાય ગાયનમાં રૃચિ ધરાવે છે. દિપેન આગળ અભ્યાસ કરીને એમ.બી.એ. બનવું છે.
સોનમકુમારીને સી.એ. થવું છે
બ્રિલિયન્ટ સ્કૂલની વિદ્યાર્થીની સોનમકુમારી મહેશસિંહ કશ્યપે ધો. ૧ર કોમર્સમાં સખત પરિશ્રમ કરીને ૯૧.૭૧ ટકા સાથે ૯૯.૯પ પી.આર. પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. વાચનમાં રૃચિ ધરાવતી સોનમકુમારી આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માંગે છે.
બિઝનેસમેન બનવાની મહેચ્છા: પ્રતીક મંડલી
પ્રતીક મહેશભાઈ મંડલીએ ધો. ૧ર કોમર્સમાં ૯૦ ટકા સાથે ૯૯.૮૦ પી.આર. પ્રાપ્ત કરીને મંડલી પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. પિતા મહેશભાઈ એચ.જે. વ્યાસ મિઠાઈવાળામાં મીઠાઈ બનાવવાનું કામ કરે છે. પ્રતીકનું બિઝનેસમેન બનવાનું સ્વપ્ન છે.
સીએ બનવાનું સ્વપ્ન અભય ગાંગાણી
અભય ભાવેશભાઈ ગાંગાણીએ ધો. ૧ર કોમર્સની બોર્ડની પરીક્ષામાં ૯૦.૧૪ ટકા સાથે ૯૯.૮૮ પી.આર. મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પિતા ભાવેશભાઈ કોન્ટ્રાક્ટર છે. અભ્યાસ સિવાય સંગીતમાં રૃચિ ધરાવનાર અભય સખત પરિશ્રમના માર્ગે ચાલીને સી.એ. બનવા માંગે છે.