આજી ડેમ પાસેના બ્રિજની દીવાલ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યાની દુર્ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસમાં મળેલી હકિકત જાહેર કરતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન
આજી ડેમ પાસેના બ્રિજની દીવાલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે હાલ મેજિસ્ટ્રીયલ તપાસ ચાલી રહી છે. જે દરમિયાન જિલ્લા કલેકટરે બ્રિજની ડિઝાઇન બરાબર ન હોવાનું તેમજ મટિરિયલ્સમાં પણ ખામી હોવાનું જાહેર કર્યું છે.તાજેતરમાં આજી ડેમ પાસે આવેલ બ્રિજની દીવાલ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને જિલ્લા કલેકટરને મેજિસ્ટ્રીયલ તપાસ સોંપવામાં આવી હતી. છેલ્લા થોડા દિવસોથી કલેકટરની સીધી દેખરેખ હેઠળ આ તપાસ ચાલી રહી હતી. જેમાં સુરતની નેશનલ હાઇવે ઓથોરીટીની ટેક્નિકલ ટીમને પણ બોલાવવામાં આવી હતી. આ તપાસમાં મળેલી હકીકતો આજે જિલ્લા કલેકટરે જાહેર કરી છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ દરમિયાન સામે આવેલી હકીકત જણાવતા કહ્યું કે બ્રિજની ડિઝાઇન બરાબર ન હોવાનું ખુલ્યું છે. ડિટેઇલ મેઈન્ટેનન્સની તપાસમાં મટીરીયલ્સમાં પણ ખામી હોવાનું જાણવા મળ્યું છે. આમ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે ટૂંક સમયમાં આ રિપોર્ટ સરકારને સબમિટ કરવામાં આવનાર છે. આ વિગતો ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે હવે કસુરવારો સામે તંત્ર દ્વારા આકરા પગલાં પણ લેવામાં આવનાર છે.