રાજકોટના કાલાવડ રોડ પર નજીક આવેલા સૌરાષ્ટ્રના એકમાત્ર સિઘ્ધી વિનાયક મંદિરને એક વર્ષ પૂર્ણ થતા કીરીટભાઇ કુંડલીયા દ્વારા પુજા અર્ચના તથા શાસ્ત્રોકત મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. અને ગણપતિ દાદાના આશીર્વાદ રૂપે ભકતોને રક્ષા કવચ રૂપી કાંડુ બાંધવામાં આવ્યું હતું.
કાર્તિકભાઇ કુંડલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સિઘ્ધી વિનાયક મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું છે જેને લઇ અહીં આવતા શ્રઘ્ધાળુઓ માટે બાપાની અસીમ કૃપા તેમના પર હંમેશા રહે તે માટે રક્ષા કવચ બાંધવામાં આવ્યા હતા લોકો આ મંદીરે તેમની મનોકામનાઓ અને આસ્થાને લઇ આવતા હોય છે. તેમજ બાપા દરેકની મનોકામના પૂર્ણ કરે છ. શ્રઘ્ધા અને વિશ્ર્વાસની ભકતો પર અતુટ દોર હોય છે. જે એમને અહી લઇ આવતી હોય છે ત્યારે આ રક્ષા કવચની લોકોનું હર હંમેશ રક્ષણ કરવા બાપા સહાય તેમની સમક્ષ રહે છે.
સિઘ્ધી વિનાયક મંદીરના મુખ્ય આચાર્ય કમલેશભાઇ પંડયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એક માત્ર મંદીર છે. જે ત્રણ વિભાગોમાં વહેચાયેલું છે. જેનું નિર્માણ કીરીટભાઇ કુંડલીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. એક વર્ષ પૂર્ણ થતાની સાથે સાથે કીરીટભાઇના ધર્મપત્નીનો પણ જન્મદિવસ હોવાથી મંદીરમાઁ બ્રાહ્મણ દ્વારા વેદપાઠ તથા મંત્રોચ્ચાર દ્વારા ભકતોને રક્ષા કવચ બાંધવામાં આવ્યા હતા.