વડીલો અને બાળકો માટે હજુ પણ પ્રવેશ નિષેધ
લોકડાઉનના ૮૫ દિવસ બાદ આજથી રામકૃષ્ણ આશ્રમના દરવાજા ભકતો માટે ખૂલ્લા મૂકાય છે આજથી ભકતજનો શરતોને આધિન આશ્રમમાં દર્શનનો લાભ લઇ શકશે. આ તકે રામકુષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ સ્વામી નિખિલે રાનંદજીએ જણાવ્યું હતુ કે આજથી રામકૃષ્ણ આશ્રમ ભકતજનો માટે ખૂલ્યુ મુકાયુ છે પરંતુ હાલના સંજોગોને ધ્યાને લઇ ભાવિકોએ કેટલાક નિતિ નિયમોનું આશ્રમમાં પ્રવેશતાની સાથે અચુક પાલન કરવાનું રહેશે.
મંદિર માં દર્શનનો સમયસવારે ૯.૩૦ી ૧૧.૧૫ અને સાંજના ૪.૩૦ી સાંજના ૬ .૩૦ વાગ્યા સુધીનો રહેશે. તેમજ આશ્રમ માં પ્રવેશ કરનાર દરેક ભક્તજનોમાટે માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે.હેન્ડ સેનિટાઇઝર આશ્રમ ના ગેટ પર ઉપલબ્ધ રેહશે. આશ્રમમાં પ્રવેશ કરતા પેહલા ર્મલગની ચકાસણી કરવામાં આવશે. શરીરનું તાપમાન ૯૯ ડીગ્રીથી વધુ જણાતા આશ્રમમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. ભક્તજનો એ ઓછાં માં ઓછું ૩ ફુટ નું અંતર જાળવવું ફરજીયાત છે. આશ્રમ પરિસર માં કોઈપણ જગ્યા એ બિનજરૂરી ફરવાની કે પ્રદક્ષિણા કરવાની મનાઈ રહેશે. વિવેકાનંદ બૂક વર્લ્ડ ઉપરોક્ત સમયે ચાલુરહેશે. પુસ્તકાલયનો સમય સાંજના ૪.૩૦ ી ૬.૩૦નો રહેશે. દાન માટેનું કાઉન્તર બુટઘર પાસે રાખવામાં આવેલ છે. હાલમાં કાર્યાલય પરિસરમાં પ્રવેશ નિષેધ છે.
શું મનાઇ, કયાં પ્રતિબંધ?
સિનિયર સિટીઝન અને બાળકોને હજુ પણ પ્રવેશ નિર્ષેધ
મોટા સામાન સાથે આશ્રમમાં પ્રવેશવાની સખ્ય મનાઇ
ચરણામૃત કે કોઇપણ પ્રકારના પ્રસાદ વિતરણ બંધ રહેશે.
સાષ્ટાંગ પ્રણામ, જય ધ્યાન અને આરતીમાં બેસવા પર પ્રતિબંધ
ઠાકુરજીને મીઠાઇ કે અન્ય કોઇ ખાદ્ય પદાર્થ ધરાવવાની મનાઇ
આશ્રમનો વિવેક હોલ અને રીડિંગ રૂમ બંધ રહેશે.