૯૯ થી વધુ પીઆર મેળવતા ૬ વિઘાર્થીઓ ૯૦ થી વધુ પીઆર મેળવતા ૩૮ વિઘાર્થીઓ
આજરોજ પ્રસિઘ્ધ થયેલ ધોરણ ૧ર કોમર્સ ના પરીણામમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ છવાઇ ગયાછે.
ઇગ્લીશ મિડીયમમાં ધો. ૧૧-૧ર સાયન્સ તથા મીટ-જેઇઇ માં શ્રેષ્ઠ પરિણામ આપતી શાળાઓમાં સમગ્ર રાજયમાં પ્રખ્યાત એવી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિઘાર્થીઓએ ધો. ૧૦ ના ૧૦૦ ટકા પરીણામ બાદ ધો. ૧ર કોમર્સ માં પણ ૧૦૦ ટકા પરિણામ વિજયરથ આગળ ધપાવેલ છે.
સ્કુલનો વિઘાર્થી ચાહાણ મિતાલી અને ધોળકીયા પ્રિયાંશીએ ૯૯.૫૬ પીઆર મેળવી સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ નથવાણી દ્રષ્ટિ ૯૯.૫૧ પીઆર, વોરા વિકકી ૯૯.૫૧ પીઆર, રુપારેલ વત્સલ ૯૯.૪૩ પીઆર, તન્ના નિકુંજ ૯૯.૨૪ પીઆર, મેળવી બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત સ્કુલના કુલ પર વિઘાર્થીઓમાંથી છ વિઘાર્થીઓ એ ૯૯ પીઆર કરતા વધારે પીઆર મેળવેલ છે. ૧૬ વિઘાર્થીઓએ ૯૮ પીઆર કરતા વધારે, ર૭ વિઘાર્થીઓએ ૯૫ પીઆર કરતાં વધારે, ૩૮ વિઘાર્થીઓએ ૯૦ પીઆર કરતા વધારે, ૪૧ વિઘાર્થીઓએ ૮૫ પીઆર કરતા વધારે ૪૯ વિઘાર્થીઓએ ૭૫ પીઆર કરતા વધારે મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે.
આ જ સ્કુલના વિઘાર્થી મશરુ નીલ ભદ્રેશભાઇએ સ્ટેટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન તથા એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ મેળવી બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ ખુબ જ મર્યાદિત વિઘાર્થીઓને પ્રવેશ આપી અને ઉર્ત્કષ્ટ શિક્ષણ આપતી સંસ્થા છે.
વર્ષ ૨૦૧૯માં શાળાના વિઘાર્થી અને શહેરના જાણીતા તબીબી ડો. નિમીશ ત્રિવેદી અને ડો. બીના ત્રિવેદીના પુત્ર અનિશ ત્રિવેદીએ નીટમાં ૬૦૦ માર્કસ મેળવી નેશનલ રેકીંગ પ્રાપ્ત કરેલ. અનીશે આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજની એન્ટરન્સ એકઝામમાં સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્કીંગ ૫૬ અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઉત્કર્ષ સ્કુલની પ્રતિષ્ઠાઓ ચાર ચાંદ લગાવ્યા હતા.
આ ઉપરાંત સ્કુલની બાયોલોજી ગ્રુપની બાયોલોજી ગ્રુપની વિઘાર્થીની કેયુરી બસિયાએ નીટમાં ૭૨૦ માર્કસમાંથી ૬૦૯ મેળવી ઇન્ડિયા લેવલે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે. બાયોલોજી ગ્રુપમાં મેડિકલમાં આશરે ૩ થી ૪ ટકા જેવો સીલેકશન રેશિયો સ્ટેટ તથા ઇન્ડિયા લેવલે હોય છે. જયારે ઉત્કર્ષમાંથી ગત વર્ષે ૮૦ ટકા વિઘાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ મેળવેલ અને ઉત્કર્ષ સ્કુલની શ્રેષ્ઠતાની પરંપરાની જાળવી રાખેલસમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રે શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ રાજકોટ શહેર મઘ્યે સતત ઘણા વર્ષોથી પોતાના ઉત્કર્ષ પરિણામોની હારમાળા થકી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ સાયન્સ શિક્ષણ ક્ષેત્રે પોતાનું સ્થાન વિશેષ રીતે સુનિશ્ર્ચિત કરેલ છે. સઘન શિક્ષણ અને પરિણામજનક શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવતી શાળા તરીકે સમગ્ર શહેર ખાતે ખ્યાતી પ્રાપ્ત ઉત્કર્ષ સ્કુલે શહેરના શિક્ષણ ક્ષેત્રે દરેક વર્ષે ઉર્ઘ્વ શૈક્ષણિક પ્રગતિની હરણફાળ ભરેલ છે. તેમજ ગુજરાત રાજય સ્તરે આ શૈક્ષણિક સિઘ્ધીઓ બદલ પ્રતિષ્ઠાજનક સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેના પરિણામે આસપાસના વિસ્તારો તેમજ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી આવતા વિઘાર્થીઓ પણ ગુજરાત રાજય સ્તરે ઉત્કર્ષ સ્કુલને પોતાની શૈક્ષણિક કારકીર્દીને વિશિષ્ટ સ્તરે લઇ જનારી સ્કુલ તરીકે પ્રથમ પસંદ કરે છે.આજે ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ અને એન્જીનીયરીંગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે.
ઉત્કર્ષ સ્કુલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેરટ અને એમ. ટેક લેવલ ધરાવે છે. જેઓ આશરે ૨૦ વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કર્ષ સ્કુલ પ્રત્યે સ્કુલ પ્રત્યે વિઘાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્ર્વાસને જાળવી રાખવા સુદઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષઓ જેવી કે નીટ અને જેઇઇ માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબઘ્ધ છે.