સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યું છે કે શાળામાં રમતા રમતાં પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. મોરજરીયા કેવિન ૯૯.૭૨ પીઆર મેળવી પ્રથમ નંબર, ગોઢાણીયા મીરા ૯૯.૫૧ પીઆર મેળવી, કારેલીયા બંસી ૯૯.૫૧ પીઆર મેળવી દ્વિતિય નંબર મેળવેલ છે. તેમજ શાળામાં ૦૭ વિદ્યાર્થીઓએ ૯૯.૦૦ પીઆરથી વધુ મેળવ્યા છે, તેમજ ૨૦ વિદ્યાર્થીઓએ ૯૫.૦૦ પીઆરથી વધુ મેળવ્યા છે. ૩૪ વિદ્યાર્થીઓએ ૯૦.૦૦ પીઆરથી વધુ મેળવ્યા છે.
આ ઉપરાંત આંકડા શાસ્ત્ર વિષયમાં બે વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવી બોર્ડમાં વિષયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત પંચશીલ સ્કુલના કોમર્સ વિભાના ૩ વિદ્યાર્થીઓએ સી.એ.-એફસી ની પરીક્ષામાં ઓલ ઈન્ડીયા રેન્ક મેળવી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.
સમગ્ર શાળાનું પરિણામ ૯૮.૨૭% રહ્યું છે. આ પરિણામ બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા સાહેબ, મેનેજર યોગીરાજસિંહ જાડેજા, કોમર્સ એડવાઈઝર ગોંડલીયા તેમજ સર્વે શિક્ષક ગણે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા હતા.