સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન હોય તેમ છેલ્લા 10 દિવસથી રોજ મોટાભાગના વિસ્તારોમાં વરસી રહ્યા છે. ત્યારે આજે સોમવારે બપોર બાદ ગીરસોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.
કોડીનાર અને ગ્રામ્ય પંથકમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉનામાં પણ પવન સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. રાણપુરના નાગનેસ ગામે ભાદર નદીમાં પૂર આવ્યું છે.
તેમજ વ્યાજપુર ગામે વીજળી પડતા ગાય-ભેંસ થઇ પાંચ પશુઓના મોતા નીપજ્યા છે. ગીર જંગલમાં જસાધારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો હતો અને એક કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ
ઉના અને ગીરગઢડામાં વીજળીએ કહેર મચાવ્યો હતો. ઇટવાયા ગામે વીજળી પડતા બે મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતા. ભારે વરસાદથી નગડીયા શાહીમાં નદીમાં ઘોડાપૂર આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.