એબીવીપી દ્વારા રકતદાન કેમ્પનું આયોજન લાઈફ બીલ્ડીંગ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ૧૦૦ બોટલ રકત એકત્રીત કરવાનો લક્ષ્યાકં રાખવામાં આવ્યો હતો.
સાગરભાઈ એબીવીપી રાજકોટ મહાનગરએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોનાની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતુ જેના કારણે બ્લડ ડોનેશન સાવ નહીવત પ્રમાણમાં થતું હતુ કોરોના સીવાય બીજી બીમારીઓમાં પણ લોહીની જરૂર પડતી હોયછે. ત્યારે એબીવીપી રાજકોટ મહાનગર દ્વારા જરૂરીયાતમંદોને લોહી મળી રહે તે હેતુથી આજરોજ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમારો ટારગેટ ૧૦૦ બોટલો એકત્રીત કરવાનો છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦ બોટલ રકતની એકત્રીત થઈ ચૂકી છે. એકત્રીત રકત જરૂરીયાતમંદ સુધી પહોચાડવાની વ્યવસ્થાપણ કરવામાં આવી છે.