સાઈકો મેટ્રીક ટેસ્ટ દ્વારા ફ્રી માર્ગદર્શન: ગવર્નમેન્ટ સ્કોલરશીપ અને એજયુકેશન લોન માટેનું માર્ગદર્શન
અહીના જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા સતત છેલ્લા ૧૨ વર્ષોથી ધો.૧૨ના વિદ્યાર્થીઓને કેરીઅર ગાઈડન્સ સેમીનાર દ્વારા આપવામાં આવે છે. તો આ વર્ષે આ ગ્રુપ દ્વારા વિવિધ વેબીનારનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત ગર્વમેન્ટ ગાઈડલાન્સ ફોલો કરી વિદ્યાર્થી અને વાલીને વન ટુ વન ગાઈડન્સ પણ આપવામા આવે છે. ફ્રી સાઈકો મેટ્રીક ટેસ્ટ પરથી સહુ પ્રથમ વિદ્યાર્થીની આંતરીક શકતીઓને ઓળખવામાં આવે છે. અને એ મુજબ તેમને આગળ કયા કોષૅમાં અભ્યાસ કરવો એ નકકી કરવામાં માર્ગદર્શન આપવામાં આવે છે.
મોટાભાગના લોકોને બીકોમ, બીએ, સીએ, બીબીએ, બીવોક વિગેરે જેવા ટ્રેડીશનલ કોર્ષિસની જ માહિતી હોય છે તેમની પાસે નેકસ્ટ જનરેશન કોર્ષિસ જેવા કે ફેશન ડીઝાઈનીંગ, જર્નાલીઝમ, માસ-કોમ્યુનીકેશન, હોટલ મેનેજમેન્ટ, એવીએશન મેનેજમેન્ટ, ડીજીટલ માર્કેટીંગ, ઈમ્પોર્ટ એકસપોર્ટ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ફીલ્મ મેકીંગ, ઈન્ટીગ્રેટેડ એમબીએ, એલએલબી વગેરે જેવા કોષિસ કે જેમા ખૂબ ઓછા લોકો બહાર પડે છે. અને તેની સામે નોકરીની ખૂબ વિશાળ તકો ઉપલબ્ધ હોય છે.
આ કેમ્પમાં વિદ્યાર્થીઓને ઉપરોકત લખેલા કોર્ષ કરવાનાં ફાયદાઓ આવનારા પાંચ દસ વરસો પછી આ કોર્ષની ડીમાન્ડ આ કોર્ષ કરવામાં શું ભણવાનું આવે કોર્ષ કર્યા પછી કેવું અને કયાં વર્ક કરવાનું આવે ? આ કોર્ષ કરવા માટે કોલેજની પસંદગી કેવી રીતે કરવી? વગેરે તમામ બાબતોનું વિગતવાર ફ્રી માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત ગર્વમેન્ટ દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપ, એજયુકેશન લોન વગેરે માટે કેવીરીતે એપ્લાય કરવું તેની માહિતી પણ આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે પેરેન્ટસ અને માર્કશીટ સાથે એપોઈન્ટમેન્ટ લઈ ઓફીસ નં. ૫૦૪ કોસ્મોકોમ્પલેક્ષ મહિલા કોલેજ ચોક અંડરબ્રીજ પાસે રૂબરૂ જવું તેમજ વધુ માહિતી માટે વસીમ માકડાનો ૯૮૨૪૫૮૬૫૬૧પર સંપક કરવો તેમ એક યાદીમાં જણાવાયું છે.