૯૯.૯૯ પીઆર મેળવતા છ વિદ્યાર્થીઓ, ટોપટેનમાં ૩૩, એ-વન ગ્રેડ મેળવતા ૩૮, ૯૯ થી વધુ પીઆર મેળવતા ૧૭૪ વિદ્યાર્થીઓ
ગુજરાત રાજયમાં લેવાયેલ ધો. ૧૨ સાયન્સ બોર્ડ પરીક્ષા અને ધો.૧૦ એસએસસી પરીક્ષાઓના પરિણામોમાં રાજકોટ ખ્યાતનામ ધોળકીયા સ્કુલ મોખરે રહી હતી. તે જ સિલસિલો ચાલુ રહેતા આજરોજ જાહેર થયેલા ધો. ૧ર સામાન્ય પ્રવાહના પરિણામોમાં પણ ધોળકીયા સ્કુલ સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમે રહી છે. બોર્ડ પ્રથમ ૯૯.૯૯ પીઆર સાથે ૬ વિઘાર્થીઓ, બોર્ડ ટોપટેનમાં ૩૩ વિઘાર્થીઓ, બોર્ડ એ-૧ સાથે ૩૮ વિઘાર્થીઓ તથા ૧૭૪ વિઘાર્થીઓએ ૯૯ થી વધુ પીઆર મેળવ્યાં છે.
આજે વહેલી સવારે ધો.૧ર સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થતાં ધોળકીયા શાળા પરિવારના વિઘાર્થીઓ, વાલીગણ અને શિક્ષણગણ ખુશીઓથી ઝુમી ઉઠયા હતા. વિષયવાર શ્રેષ્ઠ પરિણામ તેમજ સમગ્ર શાળાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવતા સર્વે વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઉજજવળ સફળતા મેળવતા વિઘાર્થીઓના માતા-પિતા જણાવે છે કે અમાર બાળકો બાલ મંદિરથી જ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ, સંસ્કાર અને નેતૃત્વના સિઘ્ધાંત સાથે કાર્યકરતી આ શાળામાં જીતુભાઇ અને કૃષ્ણકાંભાઇ ધોળકીયા દ્વારા વિઘાર્થીઓ પર વ્યકિતગત ઘ્યાન આપવામાં આવે છે. મોટીવેશનલ સેમિનાર અને વાલી મિટિંગ દ્વારા બાળકના વિકાસમાં સતત સાથે રહેવાની વાલીઓને તક મળે છેે.
ઉજ્જવળ કા૨કિર્દી ધરાવતા માતૃશ્રી એલ.જી. ધોળક્યિા સ્કૂલના વિર્દ્યાનિી તા૨પરા કૃપાલી કિશો૨ભાઈએ બાલમંદિરી જ આ શાળામાં અભ્યાસ કરેલ છે. ગૃહિણી માતા ૨ંજનબેન અને ઉદ્યોગપતિ પિતા કિશો૨ભાઈના બંને સંતાનો ધોળક્યિા સ્કૂલમાં અભ્યાસ કરે છે.
આવા ઉજ્જવળ પરીણામ બદલ શાળા પરીવા૨ને ધન્યવાદ આપતા તેમના પિતા કિશો૨ભાઈ જણાવે છે કે શાળામાં શિક્ષણના કલાકો ઉપરાંત ખાસ સ્ટડી માટે વિશેષ આયોજન થયું હતું અમે ટિફિન બનાવીને સ્કૂલ ઉપ૨પહોંચાડતા હતા અને આખો દિવસ મારી દીકરી સ્કૂલમાં બેસીને અભ્યાસ ક૨તી હતી. જેના કા૨ણે તેનું સી.એ. બનવાનું સ્વપ્નું સાકા૨ થઈ ૨હ્યું છે.
ગૃહિણી માતા હિનાબેન અને પ્રોફેશનલ ફોટોગ્રાફ૨ પિતા મનિષભાઈની દીકરી રોકડ ખુશીએ ધો. – ૧૦માં ઉજ્જવળ સફળતા મેળવી અને ભવિષ્યમાં સોફ્ટવે૨ ડેવલોપર્સ બની કોમ્પ્યુટ૨ ક્ષ્ોત્ર કા૨કિર્દી બનાવવા માંગતા ધોળક્યિા સ્કૂલમાં કોમર્સ વિભાગમાં અભ્યાસ શરૂ ર્ક્યો.
શાળા દ્વારા બે વર્ષ્ા સુધી વિષયવા૨ પદ્ઘતિસ૨ અને નિયમિત માર્ગદર્શન વિષયવા૨ કચાસ દૂ૨ ક૨વા માટે યોજાતા વર્ગો, નિયમિત રીવિઝન અને શાળાના ગુ૨ુજનો, માનનિય જીતુસ૨ અને મોટાસ૨ દ્વારા મળતી પે્ર૨ણા અને હુંફના કા૨ણે જ આ પરીણામ પ્રાપ્ત યું છે તેમ જણાવતા રોકડ ખુશીના પિતા જણાવે છે કે અમારા બાળકને ધોળક્યિા સ્કૂલમાં દાખલ ર્ક્યા પછી અમારે કોઈ જ ચિંતા ક૨વાની ૨હેતી નથી.
ધોળક્યિા સ્કુલને પોતાના પ્રગતિના પંથનું પગથિયું બનાવના૨ ચુડાસમા ૠત્વીએ એસએસસી બોર્ડમાં પણ ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સન મેળવ્યું હતું. ધોળક્યિા સ્કૂલ દ્વારા બોર્ડની ૭૦૦૦ માર્કની તૈયારી માટે આશરે ૭૦૦ માર્કસની નાની મોટી અનેક પરીક્ષાઓ લેવાય છે. તેના કા૨ણે તૈયારીનું માપન સતત મળતું ૨હે છે અને સતત અભ્યાસની પ્રે૨ણા પણ મળે છે. વિષય વાણિજય વ્યવસમાં૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી સમગ્ર બોર્ડમાં વિષય પ્રથમ આવવાનું ગૌ૨વ સતત પરીક્ષા આપવાની સતત પ્રેકટીસના કા૨ણે જ મળ્યું છે તે બદલ તેઓને ધન્યવાદ મળી ૨હ્યા છે.
મારૂ શ્રેષ્ઠ પરિણામ મારા ગૃહિણી માતા હંસાબેન અને બિઝનેશમેન પિતા ભ૨તભાઈના સંતાન ઠુંમ૨ યશ જણાવે છે કે મારી સફળતા મારા પરીવા૨ અને મારી ધોળક્યિા સ્કૂલને આભારી છે. તેમના આગ પ્રયત્નો અને મારી સતત મહેનતનું આ પરીણામ મળ્યું છે. મને ધો.-૧૦માં ૯૯.૯૦ પીઆર આવેલા ત્યારી જ મારો ગોલ નક્કી કરેલ અને કોમર્સ પસંદ ર્ક્યું હાલના પરીણામમાં મને બોર્ડ પ્રથમ ૯૯.૯૯ પીઆર મળ્યા છે. મારે સીએ નેશનલ રેન્ક સાથે ક૨વું છે. એસપીસીસી તેમજ વાણિજય વ્યવસ્થા વિષયમાં બોર્ડ પ્રથમ ૧૦૦ ગુણ મેળવ્યા છે.
૯૯.૯૯ પીઆર મેળવનાર ચૌહાણ મેધના જણાવે છે કે હું મારા શ્રેષ્ઠ પરિણામ માટે મારા ગૃહિણી માતા રેનુબેન તા નિવૃત આર્મી ઓફિસર પિતા મહેશભાઈ અને ધોળક્યિા સ્કૂલની આભારી છું. તેમના સંપૂર્ણ સહયોગી અને ધોળક્યિા સ્કૂલના શ્રેષ્ઠ શિક્ષણી હું આ ધમાકેદા૨ પરિણામ મેળવી શકી છું. મે બોર્ડ પરીક્ષામાં ૯૯.૯૯ પીઆર સો એકાઉન્ટ વિષયમાં બોર્ડ પ્રથમ ૧૦૦ ગુણ મેળવ્યા તથા અંગ્રેજી વિષયમાં ૯૬ માર્ક સો અત્યા૨ સુધીનો નવો રેકોર્ડ ર્ક્યો છે. તો ગુજરાત હાય૨ સેક્ધડરી બોર્ડના ઈતિહાસમાં સૌથી વધુ ૬૮૩ માર્કસ મેળવી નવો કીર્તિ સ્થાપિત ર્ક્યો છે.
ચૌહાણ પ્રતિકે ધો. ૧૨ કોમર્સમા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રમ સન પ્રાપ્ત ર્ક્યું છે. તે જણાવે છે કે હું મારા મમ્મી નૈયનાબેન જેઓ સિલાયકામ કરે છે અને પપ્પા ૠત્વિકભાઈ ઈલેકટ્રીક એન્જીનીયરીગ વીવીપી કોલેજમાં છે તેમનો તા ધોળક્યિા સ્કૂલનો આભારી ૨હિશ. તેમના આશિર્વાદી ઉજ્જવળ પરીણામ મને મળ્યું છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ ની. તેમ ધોળક્યિા સ્કૂલમાં હું સખત મહેનત ક૨તા શીખ્યો તા કરેલી મહેનતને પચાવતા શીખ્યો છું. બોર્ડ પરીક્ષાના છેલ્લા મહિનાઓમાં મને સતત રીવિઝન, વાચન અને પરીક્ષાઓનો માહોલ મલ્યો છે. સવા૨ના ૮ થી સાંજના ૮ વાગ્યા સુધીનું સ્કૂલ પ્લાનીંગ ખૂબ જ ઉપયોગી નીવડયું છે. તેથી બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ શાળામાં જ થઈ ગઈ હતી.
શ્રેષ્ઠ પરિણામ માટે વિઘાર્થી, વાલી અને શાળાનો ત્રિકોણ અતિ અગત્યનો: કૃષ્ણકાંત ધોળકીયા
ધોળકીયા શાળાના કૃષ્ણકાંત ધોળકીયાએ જણાવ્યું છે કે સૌથી આનંદ અને ખુશીની વાત એ છે કે ધોળકીયા સ્કુલે તેના જ રેકોર્ડ તોડયા છે. બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ચૌહાણ મેધના એ ૭૦૦માંથી ૬૮૩ માર્કસ મેળવ્યા છે. ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખાસ તો ૬ બાળકો પાંચ લાખ વિઘાર્થીમાંથી પ્રથમ નંબરના સ્થાને પહોચ્યા છે. તેનું કારણ બાળકોની મહેનત અને વાલીના સહકાર છે. શ્રેષ્ઠ પરિણામ માટેનો ત્રિકોણ એટલે વિઘાર્થી, વાલી અને શાળા આજે એ ત્રિકોણ સઁપૂર્ણ બન્યા છે. બાળકોને છેલ્લા દોઢ મહિનો ગુરુકુળની જેમ સાચવી તેમના નાનામાં નાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે પ્રયાસો કરાયા હતા. ખાસ તો શાળાને ગૌરવવંતી બનાવનાર વિઘાર્થીઓ હજુ ટોચ પર પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.