મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતો ખુશ થયા
રાજ્યમાં 14 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધયો છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં 4.4 ઇંચ પડ્યો છે.
અમદાવાદના ધંધુકામાં 4 ઇંચ, વલસાડના કપરાડામાં 3.3 ઇંચ અને સુરેન્દ્રનગરના લિંબડીમાં 3.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ચોમાસાના પ્રથમ દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતો ખુશ થયા છે અને વાવણીની શરૂઆત કરી દીધી છે.