સુપરવાઈઝરોને ખાલી જગ્યાએ પ્રમોશન આપો: જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મંડળ

રાજકોટ જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મંડળના વિવિધ પ્રશ્ર્નો નહી ઉકેલાયતો આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે.

આરોગ્ય કર્મચારી, મંડળના પ્રમુખ જાવેદ પઠાણ તથા આગેવાનો સંદીપ મકવાણા, રાકેશ ડાભી વગેરેએ જણાવ્યું છે કે જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા દ્વારા કર્મચારીના એકપણ પ્રશ્ર્ન ઉકેલવામાં આવેલા નથી અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાને બદલે કર્મચારીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી સતત મોનસિક ત્રાસ આપવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓ માનસિક તાણ અનુભવે છે. તેમજ અધિકારી દ્વારા મંડળના હોદેદારો ઉપર કિન્નાખોરી રાખી કર્મચારીઓની રજૂઆતોને સતત દબાવવામાં અને અવગણના કરવામાં આવે છે. જેના કારણે નીચેના કર્મચારીઓમાં ભયનો માહોલ ઉત્પન થયા છે તેથી અસર કર્મચારીઓની કામગીરી ઉપર પડે છે.

વિવિધ લક્ષી આરોગ્ય કર્મચારી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) (પુ.) સતત રાત દિવસ પોતાના ઘરના પરિવારોની પરવા કર્યા વિના સતત જંગ્લેશ્ર્વર જેવા હોટસ્પોટ વિસ્તારમાં તેમજ રાજકોટ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર એ તમામ કવોન્ટાઇન ફેસેલીટીમાં ખંતથી પોતાની ફરજ બજાવે છે. અવાર નવાર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની માંગણી મુજબ બદલી માટે લેખીત તથા મૌખીક અનેકવાર રજૂઆત કરવા છતા હજુ સધુ મજકુર કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવી નથી. આ સિવાય પણ આ રીતે એનકેન પ્રકારે એક બે કર્મચારીઓની માંગણી મુજબના ઓર્ડર કરવામાં આવે છે. જેના ગ્રામ્ય કક્ષાએ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ કે જેની પાસે રાજકીય વગ નથી એવા કર્મચારીઓની અરજીમાં કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. જે ખરેખર ગંભીર છે. આ પરિસ્થિતીનું યોગ્ય નિરાકરણ કરવામાં નહી આવે તો ના છુટકે કર્મચારીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવાયુ છે.

હાલમાં મેલ સુપરવાઇઝરની ખાલી રહેલ જગ્યાઓ પર પ્રમોશનથી ભરવા અંગે ગાંધીનગર કક્ષાએથી પણ સુચના આપવા છતા હજુ સધુી કોઇપણ પ્રકારની કાર્યવાહી  સંબંધીત અધિકારીઓને સુચના આપવા રજૂઆત કરાઇ છે.

પ વર્ષના મેલ સમયગાળા માટે ફિકસ પગારથી નિમણુક પામેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો અંદાજીત ૩૦ કરતા પણ વધારે કર્મચારીઓનો ૫ વર્ષનો ફિકસ પગારની નિમણુકનો સમયગાળો તા.૧૪-૯-૨૦ના રોજ પુર્ણ થતો હોય જે અંગેના નિયમિત (લાંબાગળાના આદેશ)ની કાર્યવાહી કરવા પણ માગણી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.