એક વાર કરવામાં આવેલું રક્તદાન તે અનેક જીવને તારી શકે છે. ત્યારે આજે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. તો એવું કહેવામાં આવે છે કે તમે જ્યારે તમારા એક રક્તનું ટીપું બીજાને દાન કરો તો તેનાથી બીજી ત્રણ જિંદગી બચી શકે છે. સમય અંતરે રક્તનું દાન કરવાથી અનેક લાભ થઈ શકે છે. રક્ત તે બીજી વસ્તુની જેમ કોઈ ફેકટરીમાં બની શકતું નથી. તેના કારણે તેને કોઈ યોગ્ય રક્તદાન બેન્કમાં સમય સાથે લોહીને બચાવો. જો તમે તમારું લોહી બચાવશું તો તમે બીજાના સ્વાસ્થ્યને અનેક ફાયદા કરી શકશો.
રક્તદાન કોણ કરી શકશે અને કોણ નહીં ?
રક્તદાન તે ૮ અઠવાડીયે ૩૫૦એમલ જ કરવું જોઈએ. એક વાર કરી શકાય તેનાથી વધુ ના કરવું જોઈએ. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને ૬૦ વર્ષથી ઉપરના અને ૧૧૦ એલબીએસ કરતા ઓછા વજનવાળા વ્યક્તિઓ રક્તદાન કરી શકતા નથી.
રક્તદાન કરવાના ફાયદા :-
લિવર અને હૃદયને લાભ થશે
શરીરમાં જ્યારે આયર્નનું પ્રમાણ વધી જાય ત્યારે અનેક બીમારીઓ થઈ શકે છે. વધારે પડતું આયર્ન તે શરીરને નુકશાન કરે છે અને તે રક્ત સાથે ભળી શકતું નથી. તો રક્તદાન કરવાથી શરીરમાં આયર્નનું સ્તર જાળવવું અને વિવિધ આરોગ્ય બિમારીઓનું જોખમ ઘટાડે છે.
વજન ઘટી શકે
નિયમિત રક્તદાન કરવાથી દાતાઓનું વજન ઓછું થાય છે. આ તે લોકો માટે મદદરૂપ છે જે મેદસ્વી છે અને તેમને રક્તવાહિનીના રોગો અને આરોગ્યની અન્ય વિકારોનું જોખમ વધારે છે. જો કે, રક્તદાન ખૂબ વારંવાર થવું જોઈએ નહીં અને આરોગ્યની કોઈ સમસ્યાઓ ટાળવા માટે તમે રક્તદાન કરતા પહેલા ડોકટરોની સલાહ અવશ્ય લ્યો.
રક્તકણો બનશે
સમય સાથે રક્તદાન જો કરવામાં આવે તો તેને લીધે નવા રક્તકણો બનશે. જે તમારા સ્વાસ્થ્યને જાળવા માટે ખૂબ ઉપયોગી બને છે.
તો આજથી જો શક્ય હોય તો રક્તદાન કરો અને જીવન બચાવો. સાથે રક્તદાતાનું સન્માન કરો કારણ તેના કારણે આજે કેટલી જિંદગી બચી શકે છે.