માણસના જીવનમાં હાસ્યનું શ્રેષ્ઠ સ્થાન રહેલું છે ત્યારે હાલમાં લોકો હાસ્ય માટે અનેક થેરેપીનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે હાસ્યથી જીવન તણાવમૂકત બને છે.
ઉપરાંત લાંબા સમય સુધી તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે માણસ સુખમય જીવન જીવે છે.ત્યારે આજે ‘અબતક’નાં ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં વજુભાઈ ગઢવી દ્વારા લોકોને હાસ્ય દ્વારા મનોરંજન પીરસવામાં આવશે. આ ઉપરાંત આપણી વચ્ચે અનેક કલાકારો જેવા કે જોની લીવર, રાજકોટના ધરેણા સમાન રમેશભાઈ મહેતા સહિતના કલાકારોની મીમીક્રીથકી આપણે ઓળખીએ છીએ ત્યારે વજુભાઈ ગઢવી પણ પોતાની આગવી શૈલીમાં હાસ્ય સાથે મીમીક્રી પણ રજૂ કરશે.ત્યારે આજના ચાલને જીવી લઈએ કાર્યક્રમને માણવા માટે રાત્રે ૮ કલાકે તૈયાર રહેજો.
વજુભાઈ ગઢવી સાથ હાસ્યની મોજ
- હાસ્યકાર: વજુભાઈ ગઢવી
- એન્કર: અનિરૂધ્ધ ત્રિવેદી
- સંકલન: મયુર બુધ્ધદેવ, પ્રિત ગોસ્વામી
- કેમેરામેન: દિપેશ ગરોધરા, જુનેદ જાફાઈ
- સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઈ ઉભડીયા