પાળો હટાવી પાણીનો યોગ્ય નિકાલ કરવા ખેડુતોની માંગ

રાજુલા તાલુકાના કથીવદર ગામના ખેડુત નકાભાઈ નથુભાઈના પોતાની માલિકીની જમીનમાં નેશનલ હાઈવે ઓર્થોરીટી તેમજ તેમના કોન્ટ્રાકટરોની બેદરકારીને કારણે વરસાદનું પાણી ખેતરમાં ભરાય છે. કોન્ટ્રાકટરોને વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યા જેમની તેમજ છે. જયાં વરસાદી પાણી ભરાય છે. ત્યાં ગટરની વ્યવસ્થા કરવામાં આવે તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેમ છે આ મામલે ખેડુત નકાભાઈએ જણાવ્યું હતુ કે ચોમાસા પહેલા અમોએ અનેક વખત રજૂઆત કરી છે. છતાં કોઈ યોગ્ય નિકાલ હજુ સુધી થયો નથી. ખેતરની હાલત તળાવ જેવી થઈ ગઈ છે.

આ વરસાદી પાણી અંદાજે એક મહિના બાદ સુકાશે આવા સમયે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ પ્રશ્ર્ન ઉભો થાય છે. આ બાબતને ધ્યાને લઈ તાત્કાલીક કથીવદરના ખાતેદાર ખેડુત નકાભાઈ નથુભાઈ નથુભાઈના ખેતરની બાજુમાંથી પાળો હટાવી પાણીનો યોગ્ય નિકાલ કરવા ખેડુતે અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.