સ્થાપત્ય, સગીત, કલામાં ગુજરાતે ઘણું આપ્યું છે, આપી રહ્યું છે.આઝાદીની લડતમાં ગુજરાતની મહાન સંસ્કૃતિએ રાષ્ટ્ર નિર્માતા મહાત્મા ગાંધી,સરદાર પટેલ દેશને આપ્યા: નરસિંહ મહેતા, નર્મદ, મેઘાણી, મુનશીથી લઇને અનેક નામો છે જેણે આ ધરતીની સંસ્કૃતિ ઘડી છે
ઇતિહાસકાર હોવાના અંચળા તળે કંઇ પણ બોલવાનો પોતાને અધિકાર છે એવું માનનારા રામચંદ્ર ગુહાના ગુજરાત વિશેના નિવેદનને અગ્રણી રાજુભાઇ ઘ્રુવે વખોડી કાઢ્યું છે. રાજુભાઇએ જણાવ્યું કે કે ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે એવું રામચંદ્ર ગુહાનું વિધાન એમનું ગુજરાત માટેનું અજ્ઞાન પ્રગટ કરે છે કે પછી ગુજરાત માટેનો દ્વેષ. ગુજરાત તો પહેલેથી સાંસ્કૃતિક વારસો અને ધરોહર સાચવીને બેઠું છે અને એની નોંધ વિશ્વે લીધી છે.
રામચંદ્ર ગુહાએ અંગ્રેજ લેખકના અવતરણને ટાંકીને એવું વિધાન કર્યું તે આર્થિક રીતે ભલે ગુજરાત સમૃધ્ધ હોય પરંતુ સાંસ્કૃતિક રીતે એ પછાત છે. આ નિવેદનની જોરદાર પ્રતિક્રિયા આપતાં રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે આમ તો ગુજરાતની પ્રજા વતી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આ બફાટનો જડબાતોડ જવાબ આપી દીધો છે. પરંતુ ગુજરાતી તરીકે આપણા સૌની પણ એમના અવાજમાં સૂર પુરાવવાની ફરજ છે. ગુહાએ ગુજરાતની પ્રજાનું જ નહીં પરંતુ સદીઓ પુરાણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું અપમાન કર્યું છે. કોઇ એમ પૂછે કે ગુજરાત પાસે શું છે તો એને વળતો સવાલ કરવો પડે કે ગુજરાત પાસે શું નથી,
રાજુભાઇએ ઉમેર્યું કે દરેક ક્ષેત્રમાં ગુજરાતે એવી પ્રતિભા આપી છે કે એનો જોટો ન મળે. કૃષ્ણ જે કૃષ્ણે પણ અહીં દ્વારિકામાં આવીને વસવાનું પસંદ કર્યું, એના સખા સુદામાં પણ આપણા પોરબંદરના. દેશ ની આઝાદી ની લડત માં સ્નેક ક્રાંતિકારીઓ ને પ્રેરણા આપનાર આર્યસમાજ ના સ્થાપક મહાન સંત દયાનંદ સરસ્વતી,જેમને કપરા સમય માં હૂંફ આપી તેવા સ્વામી વિવેકાનંદ,મહર્ષિ અરવિંદ ,મહાન દેશભક્ત ડો. બાબાસાહેબ આંબેડકર વિગેરે મહાપુરુષોએ પણ પોતાના જીવન નો અગત્ય નો અમૂલ્ય સમય ગુજરાત માં ગળ્યો હતો .સાહિત્યની પેલી વાતને આગળ લઇ જઇએ તો કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ આપણી પોતાની ધરતીના કલાપી કે ઝવેરચંદ મેઘાણી અને રમેશ પારેખ.ગુજરાત ની મહાન સંસ્કૃતિ ના કારણે કાકાસાહેબ કાલેલકર,ફાધર વાલેશ જેવા પ્રખર સાહિત્યકારો અને દેશ ની લોકસભા ના પ્રથમ સ્પીકર માવલંકરસાહેબ વિગેરે મહાપુરુષો કાર્યભુમી તેની સાંસ્કૃતિક મહાનતા ને કારણે ગુજરાત બન્યું હતું.
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પાયો તો એવો મજબૂત છે કે બહારના આક્રમણ કરનારા પણ અહીં થાક્યા હતા. સાંસ્કૃતિ વિરાસતની આ યાદી તો હજી સા અધૂરી છે એમ કહીએ કે એની શરુઆત જ નથી થઇ. અહીંના રાજવીઓએ ક્ધયા કેળવણીને મહત્વ આપ્યું હતું. મહારાજા ભગવતસિંહજી,સયાજીરાવ ગાયકવાડ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને એવા અનેક રાજવીઓ ગુજરાતની શાન છે. ભગવદગોમંડળ એ આપણા સાંસ્કૃતિક વારસાનું મોટું પ્રતીક છે. ગુજરાત સમૃધ્ધ છે. આર્થિક રીતે પણ, સાંસ્કૃતિક, રાજકીય રીતે પણ સમૃધ્ધ છે. પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇ કે આજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ સૌએ આ વારસાનું જતન કરવા માટે યથાશક્તિ હકારાત્મક કામ કર્યું છે.
કોઇ અંગ્રેજ લેખક ૧૯૩૭ માં કંઇ કહે અને એને ૨૦૨૦ માં રામચંદ્ર ગુહા દોહરાવે એ બન્ને વાત મુર્ખાઇ ભરેલી છે. ગુજરાતીઓ અને એના સિવાયના અન્ય પ્રાંતના લોકો ગુજરાતને જાણે છે. રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું કે ગુજરાતના આ અપમાન બદલ રામંચંદ્ર ગુહાએ ગુજરાતની માફી માંગવી જોઇએ.