ગઇકાલે માળિયા હાઇવે પર મચ્છુ ડેમનો ધસમસતો પ્રવાહ આવતા ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું. પ્રચંજ પ્રવાહે હાઇવે પર ડામરને જડમૂળમાંથી ઉખેડી નાખ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
મચ્છુ-3 ડેમના પાણી લાખો ક્યુસેક માત્રામાં છોડતા હેઠવાસ માં માળીયા (મી) તાલુકા માં ભારે ખાના ખરાબી થઈ છે.અનેક ગામો બેટમાં ફેરવાયા છે.રોડ રસ્તાનું ધોવાણ થયું છે.તેમજ રેલ્વે ટ્રેક ટુટી જતા ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો છે.ત્યારે આવો જોઈએ પૂરગ્રસ્ત માળીયા(મી)ની સ્થીતી વિશે અહેવાલ
1979 ની હોનારત ની દુર્ઘટના બાદ માળીયા (મી) માં પ્રથમ વખત પૂર ની સ્થિતિ સર્જાઈ છે.મચ્છુ ડેમ ના લાખો ક્યુસેક પાણી એકસાથે છોડી દેવાતા માળીયા તાલુકા માં ભારે ખાના ખરાબી થઈ છે.માળીયા તાલુકા ના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા છે.જોકે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે.અને બચાવ કાર્ય શરૂ કરાયું છે.હાલ સમ્રગ પરિસ્થિતિ નિયઁત્રણ માં છે.પરંતુ માર્ગ અને વાહન વ્યવહાર ને ભારે અસર પડી છે.માળીયા (મી) નજીક નો હાઈવે નંબર 27 રોડ તૂટી ગયો છે.ડબલ પટ્ટી ના એક માર્ગ ને બંધ કરી ને બીજો માર્ગ વાહન વ્યહવાર ડાઇવર્ટ કરી દેવાયો છે.આ માર્ગ નું કામકાજ હાથ ધરાયુ છે.જયારે રેલ્વે ટ્રેક પણ ટુટી ગયો છે.અને મામલતદાર કચેરી માં પાણી ભરાતા આ કેચેરી નું પ્રાથમિક શાળા નંબર -1 માં સ્થળાંતર કરવામાં આવ્યું છે.હાલ કલેક્ટર તંત્ર દ્વારા માળીયા (મી) માં સમ્રગ સ્થિતિ પર કાબુ મેળવાના પ્રયાશો હાથ ધરાયા છે
માળીયા મિયાણની મામલતદાર કચેરીમાં પણ વરસાદ થમ્યા બાદ કઈક આવી હાલત થઈ હતી. જેથી તમામ દસ્તાવેજો પાણીમાં પલડી ગયા છે અને હાલમાં મામલતદાર કચેરીને તાલુકા શાળા ખાતેે સ્થળાંતર કરવામાં આવેલ છે……
મચ્છુના પાણી માળિયાના અનેક ગામોમાં ઘૂસી ગયા છે. આજે પણ સ્થિતિમાં સુધારો નહીં આવતા લોકોની ઘરવખરી પલળી ગઇ છે. તેમજ લોકોની વહારે કોઇ નહીં આવતા ખાના ખરાબી સર્જાઇ છે. 1979માં મોરબીનો મચ્છુ ડેમ તૂટી જતાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. તે સમયે ડેમમાં જેટલું પાણી આવ્યું હતું એટલું પાણી ચાલુ વર્ષે ડેમમાં આવતા તરત સત્તાવાળાઓએ પાણી છોડવાનું શરૂ કર્યું છે. પાણીના અસામાન્ય જથ્થાને પગલે મોરબીના લોકોમાં ફરીથી 1979ની દુ:ખદ યાદ તાજી થવા માંડી હતી. જો કે આ વર્ષે એવી કોઈ શક્યતા નથી.