કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ: ખેડૂતોમાં ભારે રોષ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી ન કરવામાં આવતા ખેડૂતોએ લખતરના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં હલ્લાબોલ કર્યો અને સીસીઆઇ કપાસની ખરીદી ન થતા ભારે રોષ ઠાલવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા જઈએ તો વઢવાણ એપીએમસી દ્વારા પણ સીસીઆઇ કેન્દ્રો પર કપાસની ખરીદી માં મોટા પાયે ગોટાળા કરી અને મોટા પાયે કોંભાડ આચરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરે છે અનેક સ્થળો ઉપર સીસીઆઇ કેન્દ્રો દ્વારા કપાસની ખરીદી ન કરવામાં આવતા અને ખેડૂતોને હાલમાં રોવાનો સમય આવ્યો છે અને પોતાનો માલ માર્કેટમાં લઈ જઈ અને છતાં પણ તેનો પુરતો તો ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ભભશ કેન્દ્ર ખેડૂતો પાસેથી કપાસની ખરીદી ન કરવામાં આવતા હાલમાં હજારો ખેડૂતો પોતાનો કપાસ લઈ અને જુદા જુદા માર્કેટીંગ યાર્ડોમાં ભટકી રહ્યા છે આ અગાઉ પણ લખતર તાલુકામાં કપાસની ખરીદી બંધ કરવામાં આવતા જે અંગેની પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા કપાસ ખરીદી કરવા માટેની માંગણી કરવામાં આવેલ હતી આમ છતાં પણ આ રજૂઆત નો કોઈ નક્કર નિકાલ કરવામાં આવ્યો નહોતો અને હાલમાં કોરોના ડાઉન થતા અનેક માર્કેટિંગ યાર્ડ ધમધમવા લાગ્યા આમ છતાં પણ ખેડૂતો પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડ માં આવતા અને પોતાના માલની પૂર્તિ રકમ ન મળવાના કારણે અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે વઢવાણ તાલુકાના મોત દેદાદરા સહિતના ગામોમાં કપાસની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ વઢવાણ એપીએમસીના ત્રણ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે વળી આજે ફરી પાછું લખતરમાં ખેડૂતો પાસેથી ભભશ કેન્દ્ર દ્વારા ખરીદી કરવામાં ન આવતા લખતર માર્કેટિંગ યાર્ડમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.