રાજકોટ શહેર તેમજ તેમની આસપાસનાં વિસ્તાર ખાતે અનેકવિધ ઔધોગિક ઝોન આવેલા છે કે જેમાં અનેક પ્રકારનાં ઉધોગો હાલ ધમધમી રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રનાં પ્રજા કહેવાય છે કે, તેઓ વેપારી માનસિકતા ધરાવતા હોય છે જેના કારણે દિન-પ્રતિદિન ઔધોગિક ઝોન ખાતે જમીનનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેવા સંજોગોમાં રાજકોટ શહેરની ભાગોળે આવેલું કુવાડવા ઔધોગિક ઝોન ઉધોગ સાહસિકોને સોનેરી તક આપી રહ્યું છે તેવું કહેવું અતિશ્યોકિત નહીં થાય. કુવાડવા જીઆઈડીસી તેમજ ઔધોગિક ઝોન રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ખાતે આવેલું છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની વિપુલ તકો અહીં રહેલી છે. સાથે સાથે અગાઉ જે પ્રકારે શ્રમિક અને કર્મચારી વર્ગની અછતની વાતો વહેતી થઈ હતી તેની સરખામણીએ આજુબાજુનાં અનેકવિધ ગામડાઓમાંથી હાલ શ્રમિક વર્ગ રોજગારી અર્થે ઔધોગિક ઝોન ખાતે આવી રહ્યા છે. ટુંક સમયમાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સીકસ લેન્ડ થવા જઈ રહ્યો છે તેમજ ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ પણ ટુંક સમયમાં મળવા જઈ રહી છે જેથી આગામી દિવસોમાં આ ઔધોગિક ઝોન વિરાટ કદમો ભરી વિકાસની હરણફાળ ભરશે તેવું મનાઈ રહ્યું છે. હાલ સુધી ઉપેક્ષાનાં કારણે આ ઔધોગિક ઝોન વિકાસથી વંચિત રહ્યું હતું પરંતુ હવે ફરીવાર સૌ કોઈનું ધ્યાન કુવાડવા ઔધોગિક ઝોન તરફ ખેંચાઈ રહ્યું છે જેના કારણે ફરીવાર આ ઔધોગિક ઝોનનો વિકાસ પુરપાટ ઝડપે થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અન્ય ઔધોગિક ઝોનની સરખામણીએ અહીં ફકત ૨૫ ટકા કિંમતમાં જમીનની ઉપલબ્ધતા છે જેના કારણે સુક્ષ્મ અને નાના ઉધોગકારો અહીં ઓછા રોકાણમાં પોતાનો પ્રોજેકટ શરૂ કરી શકે છે.
આર. કે. ઇન્ડ. ઝોન ખાતે સૂક્ષ્મથી માંડી મધ્યમ ઉદ્યોગોને ધ્યાનમાં રાખી તમામ પ્લોટિંગ અને સવલતો ઉભી કરાઇ : સર્વાનંદભાઈ સોનવાણી
પ્રોજેક્ટના નિર્માતા પ્રખ્યાત બિલ્ડર સર્વાનંદભાઈ સોનવાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિશે જણાવતાં કહ્યું હતું કે કુવાડવા ખાતે વિકસી રહેલા ઔદ્યોગિક એકમો અને ઝોનને સૌ પ્રથમ તો રાજકોટ – અમદાવાદ સિક્સ લેન હાઇવેનો ફાયદો મળે છે જેથી ટ્રાન્સપોર્ટેશનની ખૂબ સારી સુવિધા મળી રહે છે તે ઉપરાંત ટૂંક સમયમાં હીરાસર ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બની તૈયાર થઈ જશે જેનો પણ ફાયદો આ વિસ્તારને મળનાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ અમારા ઔદ્યોગિક ક્ષઓન ખાતે આશરે ૮૦૦ થી વધુ એકમો વિકસી રહ્યા છે અને દિન પ્રતિદિન વધુ ને વધુ ઇન્કવાયરીઓ આવી રહી છે જેના આધારે કહી શકાય કે ટૂંક સમયમાં વધુ ઔદ્યોગિક ઝોન વિકસાવવાની ફરજ પડશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમ માટે પ્રથમ પાયાની જરૂરિયાત જમીનની હોય છે અને જમીનની કિંમત પર પ્રોજેક્ટનો ખર્ચ નક્કી થતો હોય છે. હાલ તમામ ઔદ્યોગિક ઝોનની સાપેક્ષે કુવાડવા ખાતે ફક્ત ૨૦% ખર્ચમાં જ જમીન મળી રહે છે જેથી કોઈ પણ ઔદ્યોગિક ઝોનમાં જે કિંમતમાં જમીન મળે છે એ કિંમતમાં અહીં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ સફળ થઈ જતો હોય છે. અહીં જમીનની કિંમત ઓછી છે તે બાબત સ્પષ્ટ છે અને તેની પાછળ મુખ્ય કારણ એ જ છે કે અહીં જમીન ખૂબ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. અગાઉ અહીં શ્રમિકોની અછત હતી પરંતુ હવે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો રોજગારી અર્થે આવતા હોય કોઈ પણ જાતની સમસ્યા રહી નથી. તેમજ આસપાસના ગામડાઓના સરપંચ પણ ખૂબ હકારાત્મક વલણ ધરાવે છે જેથી કોઈ પણ નાના મોટા પ્રશ્નોનું નિવારણ તેઓ જ કરાવી આપતા હોય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના અમારા તમામ પ્લોટિંગ નાના અને મધ્યમ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને ૧ હજાર વારથી માંડી ૨ હજાર વાર સુધીના પાડવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે ૩૫૦ વારના પણ પ્લોટિંગ પાડવામાં આવ્યા છે જેમાં સૂક્ષ્મ ઉદ્યોગકારો સ્થાન લઈને તેમનો પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે. જો કોઈને મોટા પ્લોટિંગની જરૂરિયાત હોય તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે જેમાં નાના અને મોટા ઉદ્યોગો બંનેને સમાન સુરક્ષા, સેફટી અને તમામ સવલતો આપવામાં આવે છે. તેમણે ટ્રાન્સપોર્ટેશન વિશે જણાવતાં કહ્યું હતું કુવાડવા રોડ રાજકોટનું પ્રવેશદ્વાર છે તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ જવાનો મુખ્ય માર્ગ છે જેથી ટ્રાન્સપોર્ટેશનની કોઈ જ જાતની સમસ્યા અહીં રહેતી નથી. તેમણે પાયાની સવલતો વિશે જણાવ્યું હતું કે અહીં એક એવી માન્યતા હતી કે આ વિસ્તારમાં પાણીની તંગી જોવા મળે છે પરંતુ એવું આ વિસ્તારમાં કઈ પણ છે જ નહિ. બામણબોર પાસેના અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે તે સિવાયના કોઈ પણ વિસ્તારમાં પાણીની સમસ્યા નથી. તે સિવાય પીજીવીસીએલ દ્વારા પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે. આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન
ખાતે સ્ટ્રીટ લાઈટ, ટ્રિટમેન્ટ પ્લાન્ટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. તેમણે સુરક્ષા અંગે કહ્યું હતું કે એક સમયે બામણબોર વિસ્તારના નામમાં ડાઘ લાગ્યો હતો પરંતુ હાલ ત્યાં પણ કોઈ સમસ્યા નથી, વાત અમારા ઝોનની કરું તો અહીં અમે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ આપીએ છીએ, ૨૪*૭ સિક્યુરીટી રૂમ આપીએ છીએ જે સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતા છે. તેમણે અંતે જણાવ્યું હતું કે જે રીતે આ વિસ્તારનો ઔદ્યોગિક ઝોન તરીકે વિકાસ થઈ રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં અહીં એન્જીનીયરીંગ ઉદ્યોગ, ઈમ્પોર્ટ – એકપોર્ટ ઉદ્યોગ, ઇલેક્ટ્રિકલ ઉદ્યોગો તેમજ અન્ય ઉદ્યોગો આવશે કેમકે હાલ ઝોન ખાતે પણ આ પ્રકારના ઉદ્યોગોની ઇન્કવાયરી આવી રહી છે તો આગામી પાંચ વર્ષમાં આ ઔદ્યોગિક ઝોનનો વિકાસ ખૂબ બહોળો થશે અને એક આદર્શ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનીને બહાર આવશે.
ઔદ્યોગિક એકમોને વિકાસ અર્થે સુવર્ણ તક પ્રદાન કરતું આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન
રાજકોટના કુવાડવા વિસ્તાર કે જે ઔદ્યોગિક ઝોન તરીકે વિકસી રહ્યું છે તેમજ જીઆઇડીસી ખાતે પણ અઢળક તકો રહેલી છે તે વિસ્તારમાં આર. કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે જે આધુનિક સવલતો સાથે પુર પાટ ઝડપે વિકસી રહ્યું છે. આર. કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે ઔદ્યોગિક એકમોને ધ્યાને રાખીને પ્લોટિંગ પાડવામાં આવ્યા છે તેમજ ઔદ્યોગિક ઝોનની જરૂરિયાત અને સુખાકારીને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં એંસીલિયરી ઉદ્યોગો માટે સુવર્ણ તકો રહેલી છે તેવું સ્થાનિકોનું માનવું છે. તેમજ જ્યારે ઔદ્યોગિક એકમ વિકસાવવાની વાત આવે ત્યારે પ્રથમ તો જમીનની ખરીદીનો પ્રશ્ન આવે છે.
હાલના સમયમાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કહી શકાય કે અન્ય ઔદ્યોગિક ઝોનની સરખામણીમાં કુવાડવા ખાતે ફક્ત ત્રીજા ભાગના ખર્ચમાં જમીન ખરીદી શકાય તેમાં પણ આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે આધુનિક સુવિધા સાથે ઓછી કિંમતે ઔદ્યોગિક એકમને વિકસાવી શકાય તેવી તકો રહેલી છે અને હાલ સુધી કુલ ૧૫ ઔદ્યોગિક ઝોન વિકસાવી દેવામાં આવ્યા છે ત્યારે અબતક મીડિયા દ્વારા કુવાડવા સ્થિત આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.
આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને કુવાડવા જીઆઇડીસી ખાતે વિકાસની વિપુલ તકો: નિલેશ ગણાત્રા (પ્રાઇડ પેકેજીંગ)
આ અંગે કુવાડવા જીઆઇડીસી ખાતે સ્થિત પ્રાઇડ પેકેજિંગના મેનેજીંગ ડાયરેકટર નિલેશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે લોક ડાઉનને કારણે સાઈલક જરૂર ડિસ્ટર્બ થઈ છે પરંતુ જે રીતે ઉદ્યોગ ધંધાને છૂટછાટ આપવામાં આવી છે તે પણ સરાહનીય છે. તેમણે કહ્યું હતું હાલ અમારું એકમ ૧૨ કલાકની શિફ્ટમાં ધમધમી રહ્યું છે જેમાં કર્મચારીઓ – શ્રમિકોની કોઈ અછત નથી પરંતુ અગાઉ અમારું એકમ ૨૪ કલાક ધમધમતું હતું. જો કે હાલ બજારમાં કોઈ ખાસ મંગ નહીં હોવાથી ૨૪ કલાક એકમ ચલાવવાની કોઈ જરૂર રહેતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ અમે સેલોટપ જેવી પેકેજીંગ મટીરીયલનું ઉત્પાદન કરી ડોમેસ્ટિક તેમજ આંતરાષ્ટ્રીય બજારમાં વેચાણ કરીએ છીએ પરંતુ હાલ આંતરરાજ્ય પરિવહન રાબેતા મુજબ અગાઉની જેમ શરૂ થયું નથી જેથી નિકાસ માટે અમારે અનેકવિધ મુસીબતોનો સામનો કરવો પડે છે તેમ છતાં હાલ અમે કર્મચારીવર્ગને ધ્યાને રાખી મેન્યુફેક્ચરિંગ શરૂ કરી ચુક્યા છીએ પરંતુ આ પરિસ્થિતિમાં અમે ફક્ત ૩૦% પ્રોડક્શન જ કરી શકીએ છીએ. તેમણે કુવાડવા ઔદ્યોગિક ઝોન વિશે જણાવતાં કહ્યું હતું કે આ વિસ્તાર ખાતે તમામ પ્રકારના ઉદ્યોગો માટે અઢળક વિકાસની તકો રહેલી છે તેમજ આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે અમર્યાદિત તકો રહેલી છે જેનો લાભ અમને મળ્યો છે.
એફએમસીજી ઉદ્યોગોમાં હાલના સમયમાં રો-મટીરીયલ્સની પુષ્કળ અછત: શ્રીજી નમકિન
શ્રીજી નમકિનનાં જયેશભાઈ પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે અમારી પ્રોડકટ ખાધ પ્રોડકટ છે. ત્યારે લોકડાઉન પહેલા અમારે સારો વ્યવસાય હતો. રોમટીરીયલની જો વાત કરીએ તો જયારથી પરિવહન શરૂ થયા છે. ત્યારથી જ અમને રો મટીરીયલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. લોકડાઉનમાં પરિવહન બંધ હતુ ત્યારે રો મટીરીયલ લાવવા તેમજ પ્રોડકટ મોકલવામાં તકલીફ પડતી હતી. અત્યારે અમારૂ પ્રોડકશન ૫૦% જ છે.કારણ કે મજૂરો મળતા નથી. અમને પરપ્રાંતીય શ્રમિકોનો પ્રશ્ર્ન મુખ્ય મુંજવે છે. લોકડાઉનમાં મજૂરો તેમજ જમવાનુ આપ્યું છે પરંતુ હવે એ લોકો વતન જતા રહે છે. જો એ અહી રહી કામ કરશે તો પ્રોડકશન સારૂ થશે અને એમને અને અમને બંનેને ફાયદો થશે.
શ્રીજી નમકીનના નીતીનભાઈ પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન દરમિયાન થોડી ઘણી તકલીફો પડી છે. માણસોને પરિવહનમાં તકલીફ પડી હતી અત્યારે મૂખ્ય પ્રશ્ર્ન એ છે કે માણસો મળતા નથી. અત્યારે અમારૂ પ્રોડકશન ૫૦% જ થઈ રહ્યું છે. સરકારે એવી આશા છે કે પરપ્રાંતીયો જેમ બને તેમ જલદી પાછા આવી જાય જી.એસ.ડી. અત્યારે ખાધ પ્રોડકટ પર ૧૨ % છે તે ઘટાડવો જોઈએ ટ્રાન્સપોર્ટેશન ગુજરાતમાં ચાલુ છે તેથી કોઈ પ્રશ્ર્ન નથી પરંતુ બીજા રાજયમાં જવા માટે તકલી પડે છે.
બજારમાં તરલતા નહીં હોવાથી આર્થિક ખેંચતાણ ઉભી થઈ : જીગ્નેશ પટેલ (બિલીપત્ર પેકેજીંગ)
આ અંગે બીલીપત્ર પેકેજીંગ યુનિટના ડાયરેકટર જીજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ સર્વ પ્રથમ સમસ્યા એ છે કે બજારનું વલણ બદલાયું છે. અગાઉ અમે રો મટીરીયલની ખરીદી ક્રેડિટ પર કરી રહ્યા હતા પરંતુ હાલ તમામ ખરીદી રોકડ આપ્યા બાદ જ કરી શકાય છે. અન્ય સમસ્યાએ છે કે નિયત સમય મર્યાદામાં જે રીતે કામ કરવાનું છે તેના કારણે અમે અગાઉની સાપેક્ષે ૫૦% જ પ્રોડક્શન કરી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ સમસ્યા એ પણ છે કે બજારમાં તરલતા નહીં હોવાથી પેમેન્ટ સાઇકલ ઠપ્પ થઈ છે તેમજ અમારો મોટા ભાગનો વ્યવહાર અન્ય રાજ્યોમાં થાય છે કે જ્યાં હજુ પણ અનેકવિધ વિસ્તારો ક્ધટેનમેન્ટ ઝોનમાં છે તો ત્યાંથી પેમેન્ટ આવી નહિ શકવાથી આર્થિક ખેંચતાણ ઉભી થઈ છે. આવક કોઈ જાતની હાલ થઈ રહી નથી જેની સામે કર્મચારીઓનો પગાર, ભાડું, લાઈટ બિલ, વેરા બિલ સહિતના કરની ભરપાઈ કરવાની છે તો જાવક સતત ચાલુ છે.
તેમણે અંતે એવું પણ જણાવ્યું હતું કે કુવાડવા ખાતે ઔદ્યોગિક એકમો માટે ખૂબ સારી તકો રહેલી છે પરંતુ હાલ બજારમાં કોઈ પાસે પૈસા નથી અને બેંક ઓન લોન આપવામાં આનાકાની કરી રહી છે જેથી હવે અહીં પણ વિકાસને બ્રેક લાગી જવાની દહેશત છે.
આ ઔદ્યોગિક ઝોનમાં જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તો વિકાસ ઝડપી: સુરજીત સીંગ
એ.બી.ફોર્જીંગ ઈન્ડસ્ટ્રીઝના સુરજીત સીંગ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે પહેલા ઈન્ડસ્ટ્રીઝ વ્યવસ્થીત ચાલતી હતી હાલ સ્થિતિ ખરાબ છે. અને નજીકનાં ભવિષ્યમાં બધી યથાવત સ્થિતિ થશે તેવું લાગતુ નથી. અહી ઓછુ ડેપલપીંગ થવાનું કારણ એ છે કે સરકાર આ વિસ્તારમાં ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ ખોલે વર્કરોને ઈએસઆઈસીની વ્યવસ્થા આપે તો આ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વિકાસ થશે. ખાસ તો લેબરના કાયદાઓમાં થોડો ફેરફાર થવો જોઈએ અહી પબ્લીક ટ્રાન્સપોર્ટનો પ્રશ્ર્ન ખૂબ વિકટ નથી કારણ કે મોટી કંપનીઓ પોતાના શ્રમિકોને લાવવા લઈ જવા માટે પોતાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા હોય છે. આ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પ્રાથમિક જરૂરીયાત તરીકે ઈએસઆઈસી હોવું જરૂરી છે. ઉપરાંત રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ.
એમનાં બાલકો અભ્યાસ કરી શકે તે માટે સ્કુલ હોવી જોઈએ દવાખાનાની વ્યવસ્થા હોય એ પણ જરૂરી છે. અમારે હાલ ફોર્મ ઈન્ડસ્ટ્રીમાં મજૂર ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ર્ન છે. સરકાર ઘણુ બધુ રહી છે.પરંતુ મજૂરો માટેના થોડા નિયમો હળવા કરે તો ઉદ્યોગો શરૂ થઈ શકે. હાલમાં અમારી ઈન્ડસ્ટ્રીઝ ખૂબ ઓછા શ્રમિકોની પાસે છે.ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી રો મટીરીયલ આવતું નથી.
નિકાસ અને પરિવહન ખૂબજ સરળ તેમજ ઝડપથી કાર્યરત રહેતુ કુવાડવા જી.આઈ.ડી.સી.: શબીરભાઈ ફકીર
ધ ફીટ એન્ડ ફૂડસના માલિક શબીરભાઈ ફકીરએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, ભવિષ્યમાં કુવાડવા જીઆઈડીસીને ઉદ્યોગ માટેની ઉજવળ તકો પ્રાપ્ત થશે. અહી નિકાસ અને પરીવહનની વ્યવસ્થાની વાત કરૂ તો ખૂબજ સરળ અને ઝડપી કાર્યરત છે. અન્ય ઈન્ડસ્ટ્રી ઝોન કરતા અહી જમીનથી લય દરેક પાયાની જરૂરીયાત સરળ અને સસ્તી રીતે મળી રહે છે. અહી એગ્રીઝોન પુષ્કળ પ્રમાણમાં છે. લોકેશનમાં પણ બધી રીતે ખૂબ સારૂ છે. અમદાવાદ હાઈવે લાગુ પડે છે. તેમજ ભવિષ્યમાં અહી સિકસ ટ્રેક રોડ અને એરપોર્ટ અહી વિકસે તેવું છે. હાલની પરિસ્થિતિની વાત કરૂ તો મેનપાવરની ખૂબ જરૂર છે. માણસો ને ફરી કામે લગાડવાની અમે બધી જ જહેમત ઉઠાવી રહ્યા છે.
ત્યારે અમે અહીંના કર્મચારીઓને શકય તેટલી તેમની જરૂરીયાત અને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ મારી ઈન્ડસ્ટ્રીમાં જોબ વર્કનું કામ કરવામાં આવતું હોય છે. જેમા રાજય સરકારના પણ અમે કામ રાખતા હોય છીએ. એગ્રીકલ્ચર કોમોડીટીમાં મલ્ટીર્વચસ કિલીનીંગનું કામ કરવામાં આવે છે. એગ્રીકલ્ચર કોમોડીટી ને લય સરકાર દ્વારા સારી છૂટછાટ આપવામાં આવી છે. અને પરીવહનમાં પણ ખૂબ વધુ સારૂ છે. અને જરૂરીયાત મુજબનું ટ્રાન્સપોર્ટેશન શરૂ છે. કોરોના સામેની સાવચેતી અને સલામતીની તકેદારીઓને ધ્યાનમાં રાખીને ઈન્ડસ્ટ્રીમાં કર્મચારીઓને ફરજીયાત માસ્ક, હાથના મોજા અને સોશીયલ ડિસ્ટનમાં કામ કરાવામાં આવી રહ્યું છે. તંત્રનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. અને બેંક પાસેથી પણ હજુ સહયોગ મળે જે દરેક ઈન્ડસ્ટ્રીઝ ઝોનને રાહત પેકેજ જરૂર હોય તે પ્રાપ્ત થઈ શકે તેટલુ મહત્વપૂર્ણ કાર્ય છે.
કુવાડવા જીઆઇડીસીને નેશનલ હાઇવેનો મળશે બેનમૂન લાભ: રિતેશ બદાણી
સ્વસ્તીક એગ્રીફડના માલિક રિતેશ બદાણીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા સંપૂર્ણ સુયુઢતાથી કામ ચાલતું હતું. એકસપોર્ટના ઓર્ડર આવતા હતા. અચાનક લોકડાઉન આવ્યુ તો સંપૂર્ણ વ્યવહાર ઠપ થઇ જતાં ઘણા ઓર્ડર બાકી રહી ગયા છે. અમારી પાસે જ જૂના ઓર્ડર હતા. તેનો સ્ટોક હાલ પડેલ છે. હાલ ફેકટરી રનિંગ થાય તેટલું રોમટીયલ છે. પરિવહન હાલ શરૂ થયું છે જે લીમીટેડ પ્રમાણમાં છે. પરંતુ જયારે લોકડાઉન થયું ત્યારે પરિવહન સંપૂર્ણ બંધ હોવાથી ખરાબ પરિસ્થિત હતી. રાજકોટ પાસે અવેલી બિજી.જી. આઇ.ડી.સી. કરતા અહીંની જી.આઇ.ડી.સી હાલ પૂરી વિકસીત નથી. અહીં જમીના ભાવો બીજી જીઆઇડીસી કરતા ઓછા છે. તેમજ અમદાવાદ તથા બીજા હશેરી સાથે ક્ધટેકટ થવામાં અહીંથી પરિવહન માટે સારી વ્યવસ્થા છે. સાથે સાથ નજીકમાં જ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઇ રહ્યું છે. અહીં પબ્લીક ટ્રાન્સપોર્ટ પ્રા.લી.કોસ જેવી પાયાની સુવિધાએ મળી જાય તો અહીં ઘણી સારી ઓપરહ્યુ મળી છે. બેન્કી, બેઝીક, વ્યાજ તેમજ સી.સી.ના વ્યાજ માફ થઇ જાય તો બીઝનેશ સ્ટેબલ થઇ શકશે. અમારી રોમટીકીયલ મગફળી છે.
ત્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન, હીંમતનગરએ બાજુથી પરિવહન આવવું સહેલુ રહે છે. માટે આ વિસ્તાર પસંદ કર્યો છે. એકસપર્સમાં હોબેક ઘટાડીને થશે. હાલ જમીનનો જે ભાવ સાપર, વેરાવળમાં છે તેટલામાં અહીં જમીન તથા ર્કસ્ટ્ટકર થઇને તૈયાર થઇ જાય. બાજુમાં તળાવ છે તે પાણીનો પણ ખાસ પ્રશ્ર્ન ઉદતવતી નથી. દર વર્ષ પછી અહીની સ્થીતિ ખુબ સારી હશે.
આર.કે. – કુવાડવા ઔદ્યોગિક ઝોન એટલે ઓછા ખર્ચે વિકસવાની અબાધિત તક: ચિરાગ મારૂ (રીઓન ઇન્ડસ્ટ્રી)
આ વિશે રીઓન ઇન્ડસ્ટ્રીના મેનેજીંગ ડિરેકટર ચિરાગભાઈ મારુએ જણાવ્યું હતું કે અમે ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં અમે રંગોલી ફર્નિચર નામની બ્રાન્ડ ધરાવીએ છીએ તેમજ ફર્નિચરની તમામ પ્રોડકટનું ઉત્પાદન કરીએ છીએ. ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગોના વેચાણની સિઝન લગ્નગાળાને માનવામાં આવે છે કેમકે આ સમયગાળા દરમિયાન જ સૌથી વધુ વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે સમગ્ર વેચાણની સિઝન લોક ડાઉનમાં વીત્યા હોવાને કારણે આ ક્ષેત્રના ઉદ્યોગોને ખૂબ મોટી માર પડી છે. તે ઉપરાંત અમારા ક્ષેત્રમાં મોટા ભાગે પરપ્રાંતીય શ્રમિકો કાર્યરત હોય છે જેમણે લોક ડાઉન દરમિયાન વતન તરફ દોટ મૂકી છે. ખૂબ સમજાવવા છતાં પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવાનું રટણ કરતા અમે તેમને રોકી શક્યાં નહીં જે ખોટ પુરી શકાય તેમ નથી.
તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે હાલ વેચાણના નામે શૂન્ય છે તેવું કહેવું ઓન અતિશયોક્તિ પણ નહીં હોય કેમકે હાલ સામાન્ય માનવીના હાથમાં રોકડ નહીં હોવાથી તેઓ કોઈ પણ જાતની ખરીદી કરતા પૂર્વે અનેકવાર વિચાર કરતા હોય છે તેમાં અધૂરામાં પૂરું અમારી પ્રોડક્ટ્સનો લક્ઝરીયસ પ્રોડક્ટસમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેમાં ખૂબ મોટું ટેક્સ ભરવું પડતું હોય છે તેમજ આ સમયગાળા દરમિયાન શો રૂમ, વેર હાઉસનું ભાડું, શ્રમિકોના પગાર સહિતનું ચુકવણું કરવું પડે તેવી પરિસ્થિતિ છે જેની સામે કોઈ ઓન જાતની આવક નથી જેથી આર્થિક સંકળામણ પણ ખૂબ વર્તી રહી છે. તેમણે કહ્યું હતું કે જે ખોટ લોક ડાઉનને કારણે અમને પડી છે તેમાંથી બહાર આવતા અમને આશરે ૬ મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. અંતે તેમણે કુવાડવા જીઆઇડીસી વિશે ટૂંકમાં જણાવતાં કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકોને સોનારૂપી તક આપતું ઔદ્યોગિક ઝોન એટલે કુવાડવા ઔદ્યોગિક ઝોન અને તેમાં પણ આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે ૫૦% કિંમતમાં પ્રોજેકટ પાર પાડવાની સુવર્ણ તક.
ગુજરાત સહિત દેશ-વિદેશમાં પ્રસંશનીય કુવાડવાના રજવાડી પેંડા :પ્રકશભાઈ કાકડીયા (રજવાડી પેંડા)
આ તકે કુવાડવા ખાતે સ્થિત રજવાડી પેંડાના યુનિટ ખાતે અબતક મીડિયાની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં એકમના માલિક પ્રકશભાઈ કાકડીયાએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં કુવાડવાના રજવાડી પેંડાને કોઇ ઓળખની જરૂરિયાત નથી. પેંડાનું ઉત્પાદન ઠેર ઠેર થાય છે પરંતુ અમારા પેંડાની ગુણવત્તા સૌથી અલગ છે. તમામ પેંડાના ઉત્પાદકોના પેંડા લિસ્સા પેંડા હોય છે જેની સામે રજવાડી પેંડા કણીવાળા એટલે કે ખરબચડા હોય છે જેનું કારણ એ છે કે અમે અમારી પ્રોડક્ટ્સમાં કોઈ પણ જાતનું એસન્સ કે ફ્લેવરનો ઉમેરો કરતા નથી. ફક્ત દૂધ – ખાંડ જેવી વસ્તુઓની મદદથી જ ઉત્પાદન કરીએ છીએ, શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ચોમાસા સિવાય અમારા પેંડા બોક્સની અંદર પણ ૨૦ દિવસ સુધી તાજા રહે છે. અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ કે દુકાન ખાતે કોઈ ઓન જાતના સ્ટોરેજ એટલે કે રેફ્રિજરેટર અમે રાખતા જ નથી.
દરરોજ તાજું મેન્યુફેક્ચરિંગ કરીને લોકોને સ્વાદિષ્ટ અને શુદ્ધ પેંડા આપવામાં આવે છે. અમારા પેંડા સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાંથી પણ લોકો લેવામાં આવતા હોય છે તેમજ અનેકવિધ એનઆરઆઈ પણ અમારા પેંડા ખાસ વિદેશ લઈ જતા હોય છે. તેમણે લોકડાઉનની અસર વિશે જણાવતાં કહ્યું હતું કે ઉનાળાની સીઝનમાં અમારું વેચાણ પ્રમાણમાં થોડું ઓછું હોય છે જેથી કોઈ મોટી અસર નથી થઈ પણ જે ત્રણ મહિના સુધી બંધ હાલત હતી તેની અસર ચોક્કસ થઈ છે પરંતુ અમને આશા છે કે આ ખોટ ટૂંક સમયમાં પુરાઇ જશે અને વેપાર ફરીવાર રાબેતા મુજબ શરૂ થશે.
એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીનુ હબ કુવાડવા જી.આઇ.ડી.સી: પ્રતિકભાઇ અઢીયા
આરચ એગ્રીટ્રેડના માલીક પ્રતિકભાઇ અઢીયાએ અબતક સાથે તો ખાસ મૂલાકાતમાં જણાવ્યું હતું કે કુવાડવા આઇે.ડી.સી.એ વિસાશીલ અને ઉદ્યોગો માટે મોટી તક સાબીત કરે તેવી છે. અહી ૯૦% એગ્રીકલ્ચર ઇન્કસ્ટ્રી ઝોન કરતા સસ્તામાં પ્રાપ્ત થઇ શકે છે. ટ્રાસ્શપોટેશન માટે પણ ખૂબ માટી અને સકક્ષમ ઇન્ડસ્ટ્રી હાલ છે. અહીં ઇન્ડસ્ટ્રીસને જે જરૂરીયાતો છે. તે ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. અમારી ઇન્ડસ્ટ્રીસ તો જયારે શરૂઆત થઇએ સમયમાં સ્ટ્રીટ લાઇટ, ડ્રેનોજ, પરિવહન તેમજ સિટિ બસ માલાયાસબ સુધી આવા લાગી છે. ઇન્ડસ્ટ્રીસનો પણ વધારો થયો છે. કર્મચારીઓનો પણ વધારો થયો છે.
જે ઉપયોગ કારને શરૂઆત કરવી પાથાની અને મહત્વની તક છે. આવનારા સમયમાં ઉજવળ બનાવી શકે છે. હાલ જે પરિસ્થિતી છે તેમાં દ્વારા ખૂબ સહયોગ મળી રહ્યો છે. માત્ર કર્મચારીઓની હાલ આંશીક જરૂરીયાત ઉભી થઇ છે. જે કર્મચારીઓ દ્વારા કાર્ય થવુ જોઇએ તેમાં હાલ ૩૦% કર્મચારીથી કામ કાજ ચલાવામાં આવે છે.