વિજય રૂપાણીએ હવાઇ નિરિક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા સીએમ રૂપાણીએ ચોટીલા અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું.
જુઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પરિસ્થિતીનો તાગ મેળવ્યો ત્યારનો લાઈવ વિડીયો
ચોટીલા ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર ખડે પગે છે.
વરસાદે સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી નાખ્યું છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ છે એવા સુરેન્દ્રનગર પંથકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવાઇ નિરિક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા સીએમ રૂપાણીએ ચોટીલા અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું.
માળીયા મિયાણના મોવરના ટીંબા વાંઢ વિસ્તારમાં ફસાયેલા ૬૦ લોકોને બચાવવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.કચ્છથી રાજકોટ, અમદાવાદ, અને જામનગર હાઈવે બંધ થઈ ગયો છે. વાહન વ્યવહાર ખોરાવાતાં અસંખ્ય મુસાફરો પણ રઝળી પડયા, આવી જ રીતે ટ્રેકના ઘોવાણથી કચ્છ અને અમદાવાદ વચ્ચેના ટ્રેન વ્યવહાર પણ બંધ થયો છે.
જિલ્લાના 21 ગામોના તળાવો તૂટયા છે. જેમાં ધ્રાંગધ્રાનું ગુજરવદી, રામપુર, દેવચરાડી, સોલડી, સરવાળ, મૂળીના પાંડવરા, ચૂડાના સમઢીયાળા, કોરડા, સરોડી, લીંબડીના ભથાણ, પરનાળા ગામે તળાવ તૂટયા છે. આ ઉપરાંત ચોટીલાના દેવસર, મહીદડ, ધરમપુર મોકાસર, ચીરોડા (ઠાં), ઝીંઝુડા, લાખચોકીયા, રેશમીયા, કુંઠડા અને દૂધેલીના તળાવો તૂટયા હતા.
તંત્ર દ્વારા ફુડ પેકેટ વિતરીત કરાયા હતા. અમુક વિસ્તારોમાં હોડીની મદદથી પરિવારોને પૂરના પાણીમાંથી બચાવાયા હતા. સન ૧૯૭૯માં મચ્છુ નદી હોનારતની યાદ તાજી થઈ છે અને અનેક ગામના હજારો લોકોના જીવ તાળવે ચોંટયા છે. કોબાવાંઢ, રોલીયાવાંઢ, ખારાવાંઢ, બંગવાંઢ મોવરના ટીંબાવાંઢ નવા રેલવે સ્ટેશન વિસ્તાર, ટેલીફોન એકક્ષચેંજ વિસ્તાર, સંઘવાણીવાસ, બારોટવાસ, વાડા વિસ્તાર, વાલ્મિકીવાસ સહિતના વિસ્તારોમાં મચ્છુના પાણી ઘરમાં ઘુસી જતાં તમામ ઘરવખરીનો નાશ થયો હતો.