રાજકોટની એક માત્ર બ્લડ બેંકને જ એનએબીએચની માન્યતા:  માનવતાનું મંદિર છે લાઇફ બ્લડ સેન્ટર : ૩૯ વર્ષથી ચલાવે છે સ્વૈચ્છીક રકતદાન પ્રવૃતિ અને થેલેસેમીયા નાબૂદી અભિયાન

દર વર્ષે ૧૪મી જુને વિશ્ર્વભરમાં વિશ્ર્વ રકતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીનો  હેતુ વધુને વધુ લોકોને સ્વૈચ્છીક રકતદાન માટે જાગૃત કરવાનો છે. આ દિવસે પોતાનું રકત આપીને કોઇના જીવનને બચાવવા માટે નિમિત બનનાર રકતદાતા પ્રત્યે પણ આભાર વ્યકત કરવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી અને શુઘ્ધ અનેસલામત રકતથી જ માનવ જીવનને બચાવી શકાય છે તેના ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

આ વર્ષે રકતદાન માટે જનજાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવીછે. આ માટે સોશિયલ મીડિયામાં રકતદાન ઇન્ડિયા નામનું ફેસબુક પેજ બનાવવામાં આવ્યું છે અને તેમાં રકતદાન કરીને જોવો સારું લાગે છે. એવું સૂત્ર પણ લખવામાં આવ્યું છે પ્રચારના આ નુસખા અંતર્ગત લોકોને સ્વૈચ્છીક રકતદાન માટે જાગૃત કરવામાં આવશે અને વધુને વધુ રકતદાન કેમ્પ યોજાય તેના ઉ૫ર ભાર મુકવામાં આવશે.

રકતદાન કરવું એ ઝડપી સરળ અને સલામત પ્રક્રિયા છે. પરંતુ વસ્તીનો બહુ ઓછો ભાગ રકતદાન કરે છે. રકતદાન કરવા માટે લાયક ગણાતા લોકોમાંથી ફકત ૧૦ ટકા લોકો જ તેમ કરવાનું પસંદ કરે છે. રકતદાન એ સઁપૂર્ણ સ્વૈચ્છીક પ્રક્રિયા હોવાથી અને કેટલીક ગેરસમજણ હોવાથી ઘણા લોકો રકતદાનથી દૂર રહેતા હોય છે. આવી સ્થિતિમાં બ્લડ બેંકો લોહીની ખેંચ અનુભવતી હોય છે.

રાજકોટમાં સ્ટેટ ઓફ આર્ટ ગણાતું માનવતાના મંદિર સમાન લાઇફ બ્લડ સેન્ટર છેલ્લા ૩૯ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. અને સ્વૈચ્છીક રકતદાન તેમજ થેલેસીમીયા નાબુદી અભિયાન માટે સતત ઝુંબેશ ચલાવે છે. લાઇફ બ્લડ સેન્ટર પણ દર વર્ષે જુદા જુદા કાર્યક્રમ દ્વારા સ્વૈચ્છીક રકતદાન માટે ઝુંબેશ ચલાવે છે અને રકતદાતાઓ તેમ જ કેમ્પ સંચાલકોનું સન્માન કરે છે.

ગુજરાતમાં કુલ ૧૩૬ બ્લડ બેંક છે અને તે પૈકી ૧૩ બ્લડ બેંક પાસે જ એનએબીએચવી માન્યતા છે આ જ રીતે દેશની ૨૯૪૬ બ્લડ બેક પૈકી ૧૦ર બ્લડ બેંકને જ આ માન્યતા મળેલી છે. ૨૦૧૩માં આ પ્રકારની માન્યતા મેળવનાર લાઇફ બ્લડ સેન્ટર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ હતી. હાલમાં રાજકોટની ૬ બ્લડ બેંક પૈકી એક માત્ર લાઇફ બ્લડ સેન્ટર પાસે આ માન્યતા છે.

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલીત લાઇફ બ્લડ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં સાત લાખથી વધુ સલામત અને ઉચ્ચ ગુણવતાયુકત યુનિટ રકત કે રકત ધટકો સતત ર૪ કલાક કાર્યરત રહીને જરુરતમંદ દર્દીઓને પૂરા પડાયા છે. સ્વૈચ્છીક રીતે રકત આપનાર સેવાભાવી નાગરીકોની સુવિધા માટે આજ સુધીમાં પ૦૦૦ થી વધુ રકતપ્રાપ્તિ કેમ્પ કર્યા છે.

લાઇફ બ્લડ સેન્ટર ગોંડલ રોડ પર આવેલ અઘતન સુવિધાસભર ચાર માળના મકાનમાં ૧પ હજાર સ્કવેરફુટ વિસ્તારામાં કાર્યરત છે. લાઇફ બ્લડ સેન્ટરના આ મકાનમાં થેલેસેમિયા નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમ અમલમાં છે. જે અન્વયે અત્યાર સુધીમાં સાત લાખથી વધુ થેલેસેમીયા પરીક્ષણ કરાયા છે. થેલેસેમીયા જેવા વારસાગત ઘાતક રોગના નિયંત્રણ અને નિવારણ માટે સમાજમાં જાગૃતિ અભિયાન પણ ચાલે છે.

આપણે ત્યાં માર્ગ અકસ્માત અથવા કોઇપણ પ્રકારની કટોકટીના સમયમાં તેમ જ ગર્ભવતી મહિલાઓના ઓપેરશન વખતે, લાંબા જટિલ ઓપરેશન વખતે અને થેલેસેમીયા મેજરના દર્દીઓને હમેશા રકતની જરુર રહેતી હોય છે.

આવા સંજોગોમાં લાઇફ બ્લડ સેન્ટર (પૂર્વ પ્રસિઘ્ધ રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક) ર૪-વિજય પ્લોટ જે.કે. હોન્ડા શોરૂમની પાછળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સવારેના ૮ થી ૯ વાગ્યા દરમિયાન રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહીતી માટે ફોન નંબર ૦૨૮૧-૨૨૩૪૨૪૨ અને ૨૨૩૪૨૪૩ અથવા મો. નં. ૮૫૧૧૨ ૨૧૧૨૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.