માનવ ગર્ભના સેલથી ગર્ભ મોડેલ બનાવી સંશોધન
ગર્ભમાંથી જ કોઈ ક્ષતિ કે રોગ પારખી શકાય તો તેનો ઉપાય કરી શકાય કે ગર્ભનો નિકલ કરી શકાય. ગર્ભ પર સંશોધન કરી શકાતુ નથી. પણ હવે વૈજ્ઞાનિકોએ ગર્ભ પર સંશોધનમાટે માનવગર્ભના સ્ટેમ સેલનો ઉપયોગ કરવાનું શરૂકર્યું છે. આવું સંશોધનબ્રિટનમાં હાથ ધરાયું છે. ૨૧મી સદીમાં વિજ્ઞાન એક ઉંચાઈ પર પહોચી ચૂકયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીથી સમગ્ર વિશ્ર્વમં એડવાન્સ થઈ ચૂકી છે. દૂનિયાભરમાં અનેકવિધ પ્રકારનાં ઉપકરણ કે જેની મદદથી પૃથ્વીપરથી બીજા ગ્રહો પર જઈ તથા જોઈ પણ શકાય છે. સાઈન્સની જો વાત કરીએ તો મેડીકલ ક્ષેત્ર પર એટલું જ ડેવલોપ થઈ ચૂકયું છે. હાલ દુનિયા પાસે મુખ્યત્વે ઘણી બધી એવી બીમારીએની દવાએ જે શોધી લીધી છે. કે જે ભૂતકાળમાં બીમારીથી ખૂબ મોટા પ્રમાણમાં મોત થયા હોય આજે પણ મેડીકલ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારના પરીક્ષણો સંશોધનો ચાલુજ છે. ત્યારે લંડન ખાતે ડોકટરની એકટીમ દ્વારા ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ વિશે જાણકારી માતાના ગર્ભના સેલ પરથી જ મળી કશે. તેવું સંશોધન થઈ રહ્યું છે.
બ્રિટનની કેમ્બરીજ યુનિવર્સિટીના પ્રોફેસર અલ્ફાન્સો મારટી દ્વારા એક એવા પ્રોજેકટ પર કામ કરવામાં આવી રહ્યું છે કે જેમાં માતાના ગર્ભના શેલના પરિક્ષણથી જણી શકીએ કે ગર્ભમાં રહેલા શિશુમાં ખામી અને તેમાં રહેલ રોગને ઓળખી શકાશે.
પ્રોફેસર અલ્ફાન્સોએ પણ જણાવ્યું હતુ કો આ પ્રોજેકટ માણસની બ્લુપ્રીન્ટ પ્રોજેકટનો ભગ બનશે.
અત્યાર સુધી ઉંદરનાં સેલમાંથી આવી ગર્ભ જેવા મોડેલ બનાવવામાં આવ્યા અને માનવ વિકાસની પ્રક્રિયા પર સંશોધન કરતા હતા પણ હવે માનવ ગર્ભના સેલમાંથી ગર્ભ મોડેલ બનાવી તેનો સંશોધન માટે ઉપયોગ કરાશે.