વૈશ્વિક શાંતિ માટે મહાયજ્ઞ યોજાયો
વિશ્વ લેવલે કોરોના સંક્રમણથી દેશ અને દુનિયાના લોકો ત્રાહિમામ છે ત્યારે આ માહમારીથી લોકોને મુકિત મળે તેવા શુભ આસ્યથી વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞનો પ્રારંભ વહેલી સવારે માંડવી સ્વામિનારાયણ મંદીર મધ્યે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય માંડવી મંદિરના મહંત સ્વામી સદગુરુ દેવપ્રકાસદાસજી, સ્વામી અક્ષરપ્રકાસદાસજી, સ્વામી જ્ઞાનપ્રકાસદાસજી, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા, ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદીના વરદ્હસ્તે પ્રવેશદ્વાર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
કોરોનોની માહમારી વચ્ચે લોકો ઉપયોગી થવાની ભાવના સાથે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા જુદા જુદા ઓફિસરો તેમજ પોલિસ ઓફિસરો તથા મહાનુભાવોને સન્માનિત કરી, સન્માન પત્ર સાથે આરોગ્યલક્ષી કીટનું વિતરણ માંડવી વિસ્તારના ધારાસભ્ય, ભાજપ પૂર્વ પ્રમુખ તથા મંદિરના મહંતના વરદ્હસ્તે સન્માનિત મહાનુભાવોમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ શાહ, મામલતદાર ડાંગી, પી. આઈ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી પી.કે ર્સ્વણકર, માંડવી સિવીલ હોસ્પિટલના ડોકટર પાસવાન તથા ડો. રાય, ડેવલપમેન્ટ ઓફીસર ગોહિલ, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન દિનેશભાઈ હિરાણી, સિનીયર હેડ કાનજીભાઈ શિરેખા, માંડવી ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે તેમજ યજમાન પ્રેમજી મનજી હિરાણી, માવજી લાલજી વેકરીયા તથા કરશન લાલજી વેકરીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જયારે વિશેષ સન્માનિત મહાનુભાવોમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જયારે જયારે કચ્છમા કુદરતી આફતો કે કપરી પરિસ્થિતિઓ ઉત્પન થાય છે ત્યારે કચ્છ નરનારાયણ દેવ તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરો સરકાર અને લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે સરસ સેવાકીય કાર્ય કરી સરકાર અને લોકોને આવી સેવાઓનું યોગદાન આપતા રહે છે.
આ કાર્યક્રમના આયોજનમા માંડવી મંદિરના કોઠારી અરજણભાઈ રવજી હાલાઇ તથા હરજી ગાંગજી વેકરીયા, મંદિરના સાંખ્યયોગી બહેનો, કચ્છ નરનારાયણ દેવ યુવક તેમજ મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.