રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોકળાની સફાઈની કામગીરી માટે રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા હતા તેઓને રોજદાર તરીકે ૯૦૦ દિવસ પૂર્ણ કરતા તમામ ૨૪ કામદારોને કાયમી કરવામાં આવેલ જેના અનુસંધાને આજરોજ મેયર બિનાબેન આચાર્ય ડે. મેયર અશ્ર્વિનભાઈ મોલીયા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વીનભાઈ ભોરણીયા વિગેરેના હસ્તે તેઓને ઓર્ડર આપવામાં આવ્યા. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણા, શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા, તેમજ અન્ય અગ્રણી રઘુભાઈ સોલંકી રવિભાઈ ગોહેલ, શોભિતભાઈ પરમાર, સતિષભાઈ સોલંકી મોન્ટુભાઈ વિસરીયા, નાનજીભાઈ પારધી, જયશ્રીબેન પરમાર, મુકેશભાઈ પરમાર, મહેશભાઈ અધેરા, અનિલભાઈ સરવૈયા, વજુભાઈ લુણસીયા, પ્રવિણભાઈ ચૌહાણ, મૌલિકભાઈ પરમાર, હાર્દિકભાઈ ગોહેલ, અજયભાઈ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- શું તમે વિચાર્યું છે કે નવા QR PAN 2.0 ના આવ્યા બાદ જૂના પાન કાર્ડ નું થશે શું , જાણો શું કહ્યું CBDT એ…!
- Honda Activa e: ઇન્ડિયા માં લોન્ચ જાણો ક્યારથી થશે બુકિંગ શરુ
- Red Planet Day 2024 : જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
- Audi એ નવા અપગ્રેડ ફીચર્સ સાથે લોન્ચ કરી ન્યુ Audi Q5
- પ્રેમ અને સંબંધો માટે ડિસેમ્બર મહિનો છે ખાસ, આ 5 રાશિઓની લવ લાઈફ અદ્ભુત રહેશે
- winterમાં કુણા કુણા તડકાથી મેળવો વિટામીન D
- LAZINESS: તમને પણ આ સીઝનમાં સવારે ઉઠવામાં આળસ આવે છે?
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.