સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેક૨ અને પ્રદેશ અધ્યક્ષ્ા જીતુભાઈ વાઘાણી સંબોધન ક૨શે
ભાજપ દ્વારા ગુરૂવારે સૌરાષ્ટ્રઝોનમાં વર્ચ્યુઅલ રેલી
ભાજપ ધ્વારા વિવિધ વર્ચ્યુઅલ – ડિજિટલ કાર્યક્રમો યોજાના૨ છે ત્યારે આવતીકાલે તા.૧૧ જૂન સાંજે પ:૦૦ કલાકે સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવશે, આ રેલીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેક૨ અને પ્રદેશ અધ્યક્ષ્ા જીતુભાઈ વાઘાણી સંબોધન ક૨શે ત્યારે રાજકોટ મહાનગ૨માંથી પ હજા૨થી પણ વધુ કાર્યર્ક્તાઓ આ વર્ચ્યુઅલ રેલીમાં જોડાશે તેમજ દરેક વિધાનસભામાંથી પ૦ સામાજીક આગેવાનોને જોડવામાં આવશે. જેમાં સ્થાનીક સ્વદેશી વસ્તુઓ અને આત્મનિર્ભ૨ ભા૨ત અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે ત્યારે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને પાર્ટીની વિચા૨ધારા અને કેન્દ્ર અને રાજય સ૨કા૨ની સિધ્ધીઓ લોકો સુધી પહોંચાડવા માટે ટેકનોલોજીના આ યુગમાં ડિજીટલ માધ્યમથી સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલી યોજાઈ ૨હી છે ત્યારે આ વર્ચ્યુઅલ રેલીમાં શહે૨ ભાજપના હોદેદારો, વોર્ડપ્રભારીઓ-પ્રમુખ- મહામંત્રીઓ, તમામ વોર્ડના કાર્યર્ક્તાઓ, મો૨ચાના પ્રમુખ- મહામંત્રીઓને જોડાવવા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરેમન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨દ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઈન્ચાર્જ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, કાર્યક્રમના સહઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, વિધાનસભા-૭૧ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા, મહીલા મો૨ચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા,, યુવા મો૨ચા પ્રમુખ પ્રદીપ ડવ, બક્ષીપંચ મો૨ચાના પ્રમુખ નિલેશ જલુ , અનુ.જાતી મો૨ચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, લઘુમતી મો૨ચાના પ્રમુખ હારૂનભાઈ શાહમદા૨, કીસાન મો૨ચાના પ્રમુખ પ્રવિણ ક્યિાડાએ જાહે૨ અનુરોધ કરેલ છે.
ભાજપ કાર્યાલય ખાતે વોંકળા ગેંગના કર્મચારીઓ ધ્વારા નીતિનભાઈ ભા૨ધ્વાજ, કમલેશ મિરાણીનું સન્માન કરાયું
મહાનગ૨પાલિકા દ્વારા વોકળાની સફાઈની કામગીરી માટે રોજમદા૨ મજુરી તરીકે ફ૨જ બજાવતા ૨૪ કામદારોને કાયમી ક૨વામાં આવતા શહે૨ ભાજપ કાર્યાલય ખાતે વોકળા ગેંગના કામદારો દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, રાજુભાઈ બોરીચા, વિરેન્દ્રસિહ ઝાલા, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, મહેશ રાઠોડ, શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા સહીતના અગ્રણીઓનું સન્માન ક૨વામાં આવેલ હતુ. આ તકે જયશ્રીબેન પ૨મા૨, અનિલ મક્વાણા, નાનજીભાઈ પા૨ઘી, પ્રવીણ ચૌહાણ, ૨ઘુભાઈ સોલંકી, વજુભાઈ લુણાસીયા, મહેશ અઘેરા, મૌલીક પ૨મા૨, અનીલ સ૨વૈયા, ૨વીભાઈ ગોહેલ, મુકેશ પ૨મા૨, અજય વાઘેલા, મોન્ટુ વીસરીયા, શોભીત પ૨મા૨, જયેન્દ્ર બોખાણી, સતીષ્ા સોલંકી, નરેશ ચૌહાણ, હાર્દીક ગોહેલ સહીતના અનુસુચિત જાતી મો૨ચાના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત ૨હયા હતા.