ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ ૨૦૨૦ના ધો.૧૦ના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી.
આ સંજોગેમાં ધો.૧૦નું પરિણામ જાહેર થયું. ઓનલાઈન જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં ક્રિશ્ર્ના સ્કુલે જવલંત સફળતા પ્રાપ્ત કરી. સમગ્ર ગુજરાત રાજયનું ધો.૧૦નું ૬૦% પરિણામ આવેલ છે. રાજકોટ જિલ્લાનું ધો૧૦નું ૬૪% પરિણામ આવેલ છે.જયારે ક્રિશ્ર્ના સ્કુલનું ૯૨% પરિણામ આવેલ છે.
ક્રિશ્ર્ના સ્કુલે વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન ચાલી રહેલ હોવાથી ઉજવણી કરી ન હતી.પરંતુ શાળાનાં ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ગજેરા અને શ્રીમતી તૃપ્તીબેન ગજેરાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. અને વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્યની મંગલ કામના કરી હતી. તાજેતરમાં જાહેર થયેલ ધો.૧૦ના બોર્ડના પરિણામમાં નંદાણી ભકિતએ ૯૯.૬૧ પીઆર સાથે ગઢિયા પરીએ ૯૯.૩૧ પીઆર સાથે રાજા નેવીલે ૯૯.૨૦પીઆર સાથે સફળતા પ્રાપ્ત કરી શાળા પરીવારનું ગૌરવ વધારેલ છે.
આ તબકકે શાળાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ગજેરા અને શ્રીમતી તૃપ્તીબેન ગજેરા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવે છે. કે તેઓ પોતાના સ્વપ્નને સાકાર કરી ઉચ્ચતમ કારકીર્દીનું નિર્માણ કરે.