ઝળહળતી સિઘ્ધિ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી
આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પંરુત ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો. ૮ થી ૧ર સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ધો.૧૦ ના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ર૦માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ પાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.
ધો. ૧૦ ના ૧૭ વિદ્યાર્થીઓ બારૈયા આશુતોષ, વઘાસિયા ખુશી, આંબલીયા હાર્દીક, નાગડુકીયા અક્ષત, ગોંડલીયા સાહિલ, ચૌહાણ જેનિલ, સુખડીયા રીંકલ, સરવૈયા પૂજા, વઘાસિયા સંકેત, જાટવ મોહિની, સોલંકી પાર્થ, સોલંકી વિનિત, સરવૈયા શિલ્પા, ઓળકીયા વનીતા, યાદવ સપના, ચાવડા ચાંદની, ચાઉ રોહિણીએ ૯૯.૭૭ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ છે.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ સ્કૂલોમાં એડમિશન અપાવી તેમનો ધો.૧ર સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કુલ ફ્રી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. સ્કૂલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે. તેમજ જરૂર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. છેલ્લા ૧૯ વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરૂઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનીયર, અઘ્યાપક, ફાર્માસિસ્ટ સહિતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચૂકયા છે તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન પાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમિનેષભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, તથા કમિટિ મેમ્બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, સી.કે. બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવે છે.
વિશેષ માહીતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.