રિવર્સ સ્વીંગના ઈશ્યુની સાથોસાથ સ્પીનરો માટેની પણ જગ્યા ઘટી જશે
કોરોના બાદ રમતોમાં અનેકવિધ અંશે સુધારા જોવા મળી રહ્યા છે ત્યારે આઈસીસી દ્વારા બોલ પર થુંક ન લગાડવા માટેના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનાથી આવનારા સમયમાં ક્રિકેટ પર શું અસર પહોંચશે તે પણ પ્રશ્ર્ન દરેક ખેલાડીઓને સતાવી રહ્યો છે. માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં રેડ બોલને દર ૫૦ ઓવરે બદલવાની હિમાયત કરી છે. જો આ સુઝાવને આઈસીસી અપનાવે તો સ્પીનરોની હાલત અત્યંત દયનીય બનશે અને તેઓને પુરતો સમય અને જગ્યા પણ નહીં મળે. ટેસ્ટ ક્રિકેટમાં ૫૦ ઓવર સુધી મુખ્યત્વે ફાસ્ટ બોલરો બોલીંગ કરતા હોય છે ત્યારે નવો બોલ આવતાની સાથે જ રીવર્સ સ્વીંગનાં ઈશ્યુ પણ સામે આવશે.
આઈસીસીએ બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ કમિટીએ લાળ પ્રતિબંધિત કરવાની ભલામણ કરી હતી. તે સિવાય આઈસીસીએ બે દેશ વચ્ચે થનારી ડોમેસ્ટિક સીરીઝમાં ડોમેસ્ટિક અમ્પાયરની નિયુક્તિ કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે. અત્યારસુધી આઈસીસીના નિયમો પ્રમાણે ડોમેસ્ટિક સીરીઝમાં ન્યૂટ્રલ અમ્પાયરની જ નિયુક્તિ કરવામા આવતી હતી. પરંતુ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને આ નિયમને અત્યારે હટાવી લેવાયો છે. હવે બે દેશો વચ્ચો થનારી સીરીઝમાં ફીલ્ડ અમ્પાયર ડોમેસ્ટિક જ હશે. તે સિવાય મેચ રેફરી પણ ડોમેસ્ટિક હશે. ટેસ્ટ મેચમાં કોરોના ક્ધકશનનો નિયમ લાગૂ થશે. તેનો અર્થ એ કે કોઇ ખેલાડી જો કોરોના સંક્રમિત હશે તો તેને રિપ્લેસ કરી શકાશે. જોકે આ નિયમ માત્ર ટેસ્ટ મેચમાં લાગૂ થશે, વનડે અને ટી૨૦માં હજુ લાગૂ કરવામા આવ્યો નથી.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સુઝાવ આપ્યો છે કે રેડ બોલને ટેસ્ટ ક્રિકેટમાં ૪૫ થી ૫૦ અથવા ૫૫ ઓવર બાદ નવો બોલ લેવો જોઈએ. સાથો સાથ હાલ જે રીતે ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટનું ચલણ વઘ્યું છે તેનાથી બોલ અને વાતાવરણને સીધો જ સંબંધ જોવા મળે છે. સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે મેચ ડે-નાઈટ રમાવવામાં આવતો હોય અને જો કંડીશન ડ્રાય હોય અને તેમાં પણ જયારે બીજી ઈનીંગમાં બોલીંગ કરવા આવેલી ટીમને ડયુવ એટલે કે ભેજ સાથે રમવું પડે તો તે બોલને થુંકથી ચમકાવવાનો પ્રશ્ર્ન ઉદભિવત થતો જ નથી. હાલ વેસ્ટઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ ખાતે ૩ ટેસ્ટ મેચ રમવા પહોંચી ગઈ છે. જયારે આજ નિયમનું પાલન કરવું પડશે તેવું પણ આઈસીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.