જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ‘કોવિડ-૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંશાધન વિકાસ’ શિર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજાયો
જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોવિડ ૧૯ પછી ઉચ્ચ શિક્ષણમાં માનવ સંસાધન વિકાસ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૪૨૩૬ રજિસ્ટ્રેશન થયા હતા.
અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે અચાનક પડકાર સાથે પરિવર્તન આવ્યું છે. જેમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર સફળ થશે જ. આફતને અવસરમાં કેવી રીતે પલટાવી શકાય એ સૂત્ર મુજબ ગુજરાત અગ્રેસર રહ્યું છે.
પ્રાથમિક તથા ઉચ્ચ શિક્ષણમાં ફેરફારની સાથે શિક્ષકો વ્યહારું બનીને વિદ્યાર્થી તથા સમાજને શ્રેષ્ઠ વસ્તુ આપવી પડશે.
શિક્ષણ મંત્રી ચુડાસમાએ સમાજલક્ષી, શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી ૧૪ જેટલા વેબિનાર યોજવા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા. આ તમામ વેબિનારમાં ૧,૩૫,૦૦૦ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, સંશોધકો જોડાયા હતા.
રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે, કોરોના મહામારીના સમય દરમિયાન ઓન લાઇન શિક્ષણનો હકારાત્મક ઉપયોગ કરીને તથા સમજવામાં સરળ અને ક્વોલિટી યુકત ઓડિયો વીડિયો ક્ધટેઈન્ટસથી એડવાન્ટેજ લઈ શકાય છે.
જ્યારે અન્ય એક્સપોર્ટ સ્પીકર તરીકે પરીન સોમાણી તથા ગુજરાત યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. જગદીશ જોશીએ ઓનલાઇન શિક્ષણના વિવિધ પ્લેટફોર્મ્સ, નવી ટેકનોલોજી, ઈક્વાલિટી અને કવાલીટી ઈન હાયર એજયુકેશન વગેરે વિશે વિસ્તૃત સમજ આપી હતી. સમગ્ર વેબિનારનું સંચાલન તથા આભારવિધિ ડો. ઓમ જોશી દ્વારા કરવામાં આવી હતી.