ચિત્ર વિચિત્ર ઉપનામથી ઓળખાય છે પુરૂષો ખોચરો-અવળચંડા-ગુલાંટમાર જેવા વિવિધ નામોથી પણ ઓળખાય છે
આપણો દેશ પુરૂષપ્રધાનછે. પુરૂષો જ ઘરનો વહિવટ સંચાલન-દેખરેખ-લાલન-પાલન સાથે પરિવારના તમામ પ્રસંગો પૂર્ણ કરે છે પરિવારમાં તેનું આધિપત્ય હોય છે સવારથી સાંજ સતત કાર્ય કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. પુરુષો પણ વિવિધ નામોથી ઓળખાતા હોય છે. જેમાં બહારના કે મિત્રવર્તુળ કે પરિવારના લોકો તેને ચિત્રવિચિત્ર નામોથી તેના નામ સામે ‘વિશેષણો’નો ઉપયોગ કરાવીને બોલાવતા હોય છે. જેમાં કેટલાક નામો તો બહુજ પ્રચલિત છે. જેનો આપણે ઘણીવાર બોલાવીને ઉપયોગ પણ કર્યો હોય છે. જેમકે ‘ખોચરા’!! આવા ચિત્ર-વિચિત્ર ઉપનામો વિશેષણોની લાંબી લચક યાદી છે. ઘણા લોકો ખર્ચ બહુ જ ઓછો કરતા હોય તો આપણે તેને ‘લોભીયો’ કહેતા હોય છે.
આવા વિચત્ર-વિચિત્ર નામોની યાદીમાં આ છે વિવિધ નામો
અવળચંડા, અકલમઠ્ઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાછીયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદપા, કસબી, કપટી, કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા, કાવતરાખોર, કાંડાબળીયા, કમજાત, કાબા, કબાડા, જોશીલા, જીણા, અધકચરા, અજડ, આળસુ, અટકચાણીયા, ખટપટીયા, ખુંધા, ખાઉધરા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજારૂડા, ગપસપીયા, ગપ્પીદાસ, ફાકોડી, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભ, ગુલાટમાર, ગાલાવેલીયા, જ્ઞાની, ઘરરખા, ધમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલસાગરા, ઘોંઘાટીયા, ઘૂસણખોર, ચતુર, ચસકેલ, ચબરાક, ચોવટીયા, ચાપલા, ચાગલા, ચીકણા, છકેલ, છેલબટાઉ, જોરાવર, જોશીલા, ઠરેલ, ઠાવકા, ઠંડા, ડંફાસીયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ફડોળ, તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળું, દરિયાદિલ, દાતાર, દુખિયા, દાણચોર, દિલદગડા, ધમાલિયા, ધાળપાડું, ઘુતારા, નખોદીયા, નમાલા, બિકણા, લફંગા, નિજાનંદી, નિસ્વાર્થી, નિડર, નિષ્ઠુર, નિમોહી, પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોચેલા, પંચાતીયા, પાણીદાર, પાંગળા, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, ફરતિયાળ, ફાટેલ, બહાદૂર, બગભગત, બટક બોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બોલકણા, લુચા, ભડવીર, બુધ્ધીશાળી, ભૂલકણા, ભલા, ભારાળી, ભાંગફોડીયા, ભૂંડા, ભોળા, ભમરાળા, મરણીયા, મસ્તીખોર, મફતીયા, મતલબી મીંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડીયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, રમુજી, રમતિયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રોનકી, રોતલ, ડા, રેઢીયાળ, સુધરેલ, શંકાશિલ, શાણા, શૂરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સુખીયા, સંસ્કારી, સાધક, સરળ, સ્વાર્થી, સાચાબોલો, સ્વાર્થી, હરામખોર, હડકાયા, હલકટ, હરખઘેલા, ઉતાવળા હરખપદુડા, હાજરજવાબી, હસમુખા લોભીયા, લાલચુ, લાગવગીયા, લબાડ, વાતુડીયા, વેપારી, વિકરાળ, ચોખ્ખો, વાયડો, ગોબરો, ગંધારો, વાંઢો, નગુણો, ભૂત, લાખેણો, લુચ્ચો, મીઠડો, કડવો, ભગત, કલાકાર જેવા વિવિધ નામોથી ઓળખાય છે. પુષની સાથે સ્ત્રીઓને પણ આવાજ વિવિધ નામોથી ઓળખાય છે. જેમકે લુચ્ચો પુરુષ માટેને સ્ત્રી માટે લુચ્ચી!!