કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બરનો લઘુ અને મધ્યમ માટે માર્ગદર્શન વેબિનાર
રાજકોટ એમએસએમઈ કક્ષાના ઉદ્યોગોનું મથક છે ત્યારે કેન્દ્રના એમએસએમઈ સેકટરના કેબીનેટ મંત્રી નીતીનભાઈ ગડકરી સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા આયોજીત વેબીનારનું સફળ આયોજન કરવામાં આવેલ. આ વેબીનારમાં ખુબજ મોટી સંખ્યામાં એમએસએમઈ યુનીટોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમની શરૂઆત ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા દ્વારા કેન્દ્રીયમંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવવામાં આવેલકે, રાજકોટ અને ગ્રેટર રાજકોટ ચેમ્બરને ધ્યાને લઈ અમારી વિનંતીને માન આપી પોતાના વ્યસ્ત સમયમાંથી સમય ફાળવી કેન્દ્રના એમએસએમઈ સેકટરના કેબીનેટ માનનીય મંત્રીશ્રી નિતીનભાઈ ગડકરી અત્રે ઉપસ્થિત રહેલ છે. અને અહીંના નાના ઉદ્યોગોને ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ ૨૦ લાખ ૫૦ હજાર કરોડના પેકેજ પૈકી સાડા ત્રણ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. તે અંતર્ગત એમએસએમઈ ક્ષેત્ર કાર્યરત નાના વેપારી તથા ઉદ્યોગકારોને મળતા લાભો અંગે માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવા માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે કેન્દ્રના કેબીનેટ કક્ષાના માનનીય મંત્રી શ્રી પોતાનો અમૂલ્ય સમય ફાળવી અત્રે ઉપસ્થિત રહેલ છે તેને ગ્રેટર ચેમ્બરના પ્રમુખ શ્રી ધનસુખભાઈ વોરા દ્વારા આવકારતા જણાવેલ કે, અમારૂ માનવું છે કે, એમએસએમઈ સેકટરના ઉદ્યોગો ૫એમ અષટલે કે ૧એમ માની, ૨ એમ મટીરીયલ્સની અવેબીલીટી, ૩એમ મેનપાવર, ૪એમ મેનેજમેન્ટ અને ૫એમ માર્કેટને આધારીત ચાલતી હોય છે. સરકારશ્રીના આ પેકેજ દ્વારા પ્રથમ ચાર અમે માટે અંશત: મદદપથયેલછે. પરંતુ ફિફસ્થ એમ માટે સરકારએ કેટલાક ખાસ પગલા લેવા જરૂરી હોય અમો માનીએ છીએ અને આપણે આ અંગે યોગ્ય કરવા વિનંતી કરીએ છીએ. કેન્દ્રીય કેબીનેટ કક્ષાના મંત્રી નિતીનભાઈ ગડકરી દ્વારા જણાવવામાં આવેલ કે, સરકાર તરફથી નાના વેપારીઓનાં વેપાર તથા ઉદ્યોગકારોના ઉદ્યોગોને ફરી શરૂ કરી ધમધમતા કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ સહાયક પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ પેકેજ અંતર્ગત એમએસએમઈ સેકટરનાં વેપાર અને ઉદ્યોગોને નાણાકીય સંસ્થા દ્વારા કોઈપણ જાતની કોલેટ્રલલ સીકયુરીટી વગર ધીરાણ કરવામા આવશે. તેથી વેપાર ઉદ્યોગમાં જરૂરીચાલુ મૂડીની પ્રવાહીતા જળવાઈ રહેશે. અને આ ઉદ્યોગો દ્વારા રોજગારીનું સર્જન થશે અને તે દ્વારા આપણું અર્થતંત્ર ફરી દોડતું થશે.
ત્યારબાદ પ્રશ્ર્નોતરીના સમયમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજીવભાઈ દોશી દ્વારા ખરેખર આ ક્ષેત્રે કાર્યરત એકમોને નડતા પ્રશ્ર્નો અંગે રજૂઆત કર્તા જણાવેલ કે,નાણાકીય સંસ્થાઓ દ્વારા સામાન્ય રીતે કોલેટ્રલ સીકયુરીટી વગર નાના ઉદ્યોગોને કરવા અંગે ખચકાટ રહેલ છે. તેથીતેઓ આવા અરજદારોને જુદાજુદા કારણોથી અરજી ન સ્વીકારી નિરૂત્સાહી કરી રહેલ છે. જે પણ સરકારી સ્કીમોનાં અમલ સામેનો નકારાત્મક અભિગમ રહેલ છે.
આ બાબતે ઉમેરો કરતા ગ્રેટર ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરાએ જણાવેલ કે, સરકાર તરફથી કોલેટ્રલ સીકયુરીટી વગર લોન આપવાની યોજના હેઠળ નાણાકીય સંસ્થાઓ કેટલાક કેસમાં લોન આપતા હોય છે.ત્યારે પણ નાણાકીય સંસ્થા દ્વારા ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટ પાસેથી લેવામાં આવતા જામીનગીરીના પ્રીમીયમનો ચાર્જ અંદાજીત દોઢથી બે ટકા ખર્ચ પેટે આવા લાભાર્થી નાના યુનીટો પાસેથી નાણાકીય સંસ્થાઓ દ્વારા વસુલ કરવામાં આવે છે. તે ખરેખર યોજનાકીય રીત ગેરવ્યાજબી રહેલ છે. જેથી આવા નાના વેપારી કે ઉદ્યોગકારને આવા લોન પેલીધેલનાણામોંઘાપડતાહોયછે. આ અંગે મંત્રીશ્રીએ તાત્કાલીક જવાબ આપતા જણાવેલ કે આવા કોઈપણ પ્રકારનાં ગેરંટી ચાર્જ રૂપે લેવાતા ચાર્જ ગેરવ્યાજબી અને ખોટી રીતે છે. કેમકે, ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટને સરકાર તરફથી આવી ગેરંટી કવર કરવા ધણા જ નાણા ચૂકવવામા આવે છે.છતા બેંકો દ્વારા આ પ્રકારનાં ચાર્જ વસુલવામાં આવતા હોય. તો તે ડબલ ચાર્જ વસુલ થતો હોય તેવું જણાય છે. આ અંગે આવા કેસો અંગેની ખાસ માહિતી એકઠી કરીને મંત્રાલયને મોકલવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને જણાવેલ છે. તેથી આ તકે જે પણ એકમોએ આવા ચાર્જ કરવામાં આવેલ હોય. તેવા એકમોએ સંપૂર્ણ માહિતી જેવી કે, જે તે બેંકનાં બ્રાંચના નામ, સરનામા તથા જે તે વર્ષની વિગત અને વસુલ કરેલ નાણાની રકમ સાથેનીમાહિતી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં સત્વરે રજૂ કરવાથી આવી માહિતી મંત્રાલય સુધી પહોચાડવામા આવશે.
અન્ય પ્રશ્ર્નમાં આવા નાના વેપાર અને ઉદ્યોગને ગ્રાહકલક્ષી બજાર પ્રાપ્ત થઈ શકે તે અર્થે ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ દ્વારા વ્હાઈટ ગુડઝ જેવા કે રેફીજરેટર, એરકંડીશનર, ડોમેસ્ટીક, ફલોર મીલ, ડોમેસ્ટીક, એપ્લાયન્સીસ, નના ઓટો મોબાઈલ વ્હીકલ જેવા કે, મોપેડ સ્કુટર વગેરેને બાયબેક કરવાની યોજના જાહેર કરી આવા ગૂડઝને વ્યાજબી કિંમતે ખરીદી લેવા અને એની જગ્યાએ નવા સાધનો નવા ભાવથી ગ્રાહકને રીપ્લેસ કરી આપવા અને નવા ભાવ તથાજૂન ખરીદીના ભાવ વચ્ચેના તફાવતના નાણા નાણાકીય સંસ્થાઓ દ્વારા જે તે ગ્રાહકને ઓછા વ્યાજના દરે એટલે કે ૪% વાર્ષિકથી નીચા વ્યાજના દરે લાંબી મુદતના હપ્તાથી ચૂકવવા જોઈએ. જેથી ગ્રાહકોની આવી નવી ચીજની ખરીદી તથા ઈન્ડસ્ટ્રીઝને ઉત્પાદન વધારવાની તક મળશે. અને કામદારોને રોજગારી મળી શકશે. આ સુચનનો પ્રત્યુતર આપતા મંત્રીએ જણાવેલ કે, આપનું આ સુચન ખૂબજ અગત્યનું છે. તેનો સંપૂર્ણ પણે અભ્યાસ કરી આ બાબતે ઉચ્ચ કક્ષની કમીટીમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.