મહાપરિષદના મેનેજીંગ ટ્રસ્ટી યોગેશ લાખાણીનો મહામંત્રીઓને પત્ર
પ્રમુખ કોટક પદ ગુમાવવાના ભયથી બેઠક બોલાવવા ચેષ્ટા કરે છે
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ તથા હોદ્દેદારોની મુદત તા.૪ જુલાઈના રોજ પુરી થઈ રહી છે. ત્યારે બંધારણીય જોગવાઈઓનો ભંગ કરી કોઈ કાર્યવાહી થશે તો તેની સંસ્થા તથા હોદ્દેદારોને ગંભીર અસર થશે તેમ લોહાણા મહાપરિષદના મેનેજીંગ ટ્રસ્ટી યોગેશ શશિકાંતભાઈ લાખાણીએ જણાવ્યું હતું.
તેમણે મહાપરિષદના મહામંત્રીઓ હરીભાઈ ઠક્કર તથા પીયુષભાઈ ગંઠાને પત્ર પાઠવી જણાવ્યું છે કે, હાલની કોરોના મહામારીના સંદર્ભે ઉભી થયેલ કટોકટીભરી પરિસ્થિતિમાં મધ્યસ્થ મહાસમિતિ કે કારોબારી સમિતિ બોલાવવી શક્ય ન હોવાના કારણે તે બંને સમિતિઓની મુદત લંબાવી ૬ માસ પછી આવી બેઠકો બોલાવી યોગ્ય કરવા અંગે અમો ટ્રસ્ટીઓના અભિપ્રાય અને મંતવ્ય માંગી ઘટતું કરવા કહ્યું છે.
ટ્રસ્ટીઓ આ અંગે વિચારી, પરસ્પર ચર્ચા કરી, પોતાના અભિપ્રાય કે મંતવ્ય વ્યક્ત કરે તે પહેલા જ તા. ૦૬ના રાત્રે જ હરીશભાઈ ઠક્કરનો મને રાત્રે ૧૦.૪૧ વાગ્યે મળેલ મેઇલ મુજબ તા. ૦૭-૦૬-૨૦૨૦ના બપોરે ૧૨.૩૦ કલાકે ટ્રસ્ટ બોર્ડની ઝુમ માધ્યમથી ઓનલાઇન મિટીંગ કોઈ એજન્ડા દર્શાવ્યા વિના બોલાવેલ છે તેવી જાણ કરાઈ છે. તેનાથી આપની આવી બેઠક બોલાવવાની સત્તા તેમજ આવી બેઠકની કાયદેસરતાના ઘણાં પ્રશ્નો ઊભા થાય છે. જો કે ત્યારબાદ લગભગ તમામ ટ્રસ્ટીઓના પ્રતિભાવ જોતા તેવી “ઝુમ બેઠક વધુ પડતી ઉતાવળથી બોલાવાઈ હોવાનું જણાતા મુલત્વી રખાય છે તેવું જણાવ્યું છે.વર્તમાન મધ્યસ્થ મહાસમિતિની મુદત તા. ૦૩-૦૭-૨૦૨૦ના રોજ પૂર્ણ થાય છે, જે સમય લંબાવવાની કોઈને સત્તા નથી. બંધારણ મુજબ રચાયેલી નવી મધ્યસ્થ મહાસમિતિની રચનાની જાહેરાત ગોંદિયા મુકામે બોલાવાયેલ છેલ્લી કારોબારી સભામાં થઈ જે નવી મધ્યસ્થ મહાસમિતિ તા. ૦૪-૦૭-૨૦૨૦થી અમલમાં આવશે. (જો કે આ મધ્યસ્થ મહાસમિતિમાં સમાવિષ્ટ મહાજનો છાત્રાલયો સંસ્થાઓના નામો કે મહાસમિતિના સભ્યોના નામોની જાહેરાત અને જાણ આ બેઠક બાદ તુરત જ સૌને થવી જોઈએ, જે આજ દિવસ સુધી પાંચ મહિનાઓ બાદ પણ થઈ નથી.) પરિણામે વર્તમાન પ્રમુખ પ્રવીણભાઈ કોટકનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ તા. ૦૩-૦૭-૨૦૨૦ના રોજ પૂર્ણ થાય છે. આવશ્યક પરિણામરૂપે પ્રમુખે આપેલી તમામ નિમણુંકોની મુદત પણ તા. ૦૩-૦૭-૨૦૨૦ના રોજ પૂર્ણ અને સમાપ્ત થાય છે.
લોહાણા મહાપરિષદના હિત, વહીવટ, નાણાંકીય વ્યવસ્થા, ભંડોળ વગેરે માટે નવી મધ્યસ્થ મહાસમિતિ, વર્તમાન કારોબારી સમિતિ તેમજ ટ્રસ્ટીમંડળ એમ ત્રણ જ બોડી તા. ૦૪-૦૭-૨૦૨૦થી અસ્તિત્વમાં રહેશે. હાલના કપરા સંજોગોમાં તેમજ સરકારી નિયંત્રણોના કારણે જયારે મધ્યસ્થ મહાસમિતિ કે કારોબારી સમિતિની બેઠક બોલાવવી શક્ય નથી ત્યારે તા. ૦૪-૦૭-૨૦૨૦ના રોજથી લોહાણા મહાપરિષદનો સંપૂર્ણ વહીવટ ટ્રસ્ટીમંડળમાં જ નિહિત થવો જોઈએ. ટ્રસ્ટીમંડળ આમ પણ લોહાણા મહાપરિષદના હિત માટે, નાણાંકીય વ્યવસ્થા તથા ભંડોળ વગેરેના વહીવટ માટે બંધારણીય રીતે અધિકૃત છે જ.
આ સંજોગોમાં જ્યાં સુધી માતૃસંસ્થાના બંધારણ મુજબ નિયમિત બેઠકો, કાર્યવાહીઓ, વ્યવસ્થા કે પ્રવૃત્તિઓ વગેરે માટે અસરકારક પગલાં લઈ કાયદેસર નિર્ણયો લઇ શકાય તેવી પરિસ્થિતિ કે વસ્તુસ્થિતિનું નિર્માણ ન થાય ત્યાં સુધી માતૃસંસ્થા લોહાણા મહાપરિષદનો સંપુણ ચાર્જ વહીવટ ટીમે ૪ળ સંભાળી લઈ આગળની તમામ કલેવી ! કરે તે એ કમાત્ર ઉપાય છે.
આથી તા. ૦૩-૦૭- ૨૦૨૦ પોલા માતૃસંરથા લોહાણા મહાપરિષદના તમામ દફતર, હિસાબો, બે કે એ કાઉન્ટ, વહીવટ વગેરે જે મંત્રી તરીકે કરતક છે તેમજ તમામ અન્ય હોદેદારો કે સમિતિ અધ્યક્ષો હસ્તક સોલા તમામ વહીવટને સંભાળી સંપુર્ણ વહીવટ/ચાર્જ લેખિતમાં ટ્રસ્ટી મંડળને સોંપી આપવો જોઈએ. જેથી તા. ૦૮-૦૭-૨૦૨૦ના ! રોજ અગર ત્યારબાદ ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવી સમયાંતરે ઉપસ્થિત થતી પરિસ્થિતિઓનું મુલ્યાંકન કરી તેને આપીના યોગ્ય નિર્ણયો લઇ શકાય તેમ યોગેશભાઈ લાખાણીએ જણાવ્યું છે. આ કાર્યવાહી બને તેટલી ત્વરાએ શરૂ કરી પૂર્ણ કરવા અને આ તમામ મામિતી જેમ જેમ કાર્યવાહી થતી જાય, તેમ તેમ તમામ ટ્રસ્ટીઓને પ્રમાણભુત માધ્યમથી સંપુર્ણ માહિતગાર કરવા જોઈએ. આમ છતાં બંધારણીય જોગવાઈનોનો ભંગ કરીને અન્ય હેતુસર કોઈપણ કાર્યવાહી કરવાનો પ્રયત્ન થશે તો તેનાથી ઉપસ્થિત થતા પરિણામોથી સંસ્થાને અને આવો પ્રયત્ન કરનારને વ્યક્તિગત ગંભીર અસર થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું.લોહાણા મહાપરિષદના વર્તમાન પ્રમુખ પ્રવિણભાઈ કોટક પોતાનું પ્રમુખપદ પાંચ વર્ષ પૂર્ણ થયે તા.૭-૪-૨૦થી ગુમાવી બેસવાના ભયથી આવી ચેષ્ટાઓ કરી રહ્યાં હોવાનું પણ તેમણે મત વ્યકત કર્યો હતો અને બંધારણને વફાદાર રહેવાનો પ્રયાસ કરે તેવી લોહાણા સમાજની અપેક્ષા છે.