૩૨થી વધુ વિદ્યાર્થીઓએ એ૧ અને એ૨ ગ્રેડ મેળવ્યો
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત સંકુલોનાં વિદ્યાર્થીઓએ આજ રોજ જાહેર થયેલા ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનાં પરિણામોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરી જ્વલંત પરિણામ મેળવ્યું છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગરનું ધોરણ ૧૦નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે તો ત્રણેય શાળાનાં ૩૨થી વધુ વિદ્યાર્થીઓએ એ૧ અને એ૨ ગ્રેડ મેળવ્યો છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનાં પરિણામમાં ચૌધરી તારિકા ૯૧ ટકા – ૯૯.૮૪ પીઆર, ધનવાણી દિપક ૯૦ ટકા – ૯૯.૭૩ પીઆર, પ્રજાપતિ નીતુ ૮૮.૬૬ – ૯૯.૫૩ પીઆર, ખુંટ ક્રિષ્ના ૮૮.૩૩ ટકા – ૯૯.૪૭ પીઆર, લીંબાસીયા ચાર્મી ૮૮.૩૩ ટકા – ૯૯.૪૭ પીઆર,ખાંભાલીયા કૌશલ ૮૮.૧૬ ટકા – ૯૯.૪૪ પીઆર, ભાલોડીયા મહેક ૮૭.૮૩ ટકા – ૯૯.૩૮ પીઆર, લુણાગરીયા કૃતાર્થ ૮૭.૬૬ ટકા – ૯૯.૩૪ પીઆર, મહેતા સ્નેહા ૮૭ ટકા – ૯૯.૨૦ પીઆર, રાણા દિયા ૮૬.૫૦ ટકા ૯૯.૦૭ પીઆર મેળવ્યા છે.
ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનાં પરિણામમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ઝળહળતા પરિણામો અંગે સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સમાજમાં શૈક્ષણિક અને બૌદ્ધિક જ્યોત પ્રજ્વલિત કરીને દેશને ઉમદા કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું પ્રદાન કરી રહી છે. બોર્ડ પરીક્ષાઓમાં માત્ર ૧૦૦ ટકા પરિણામ મેળવવું એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અમારો ધ્યેય અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અમારો મૂળ મંત્ર છે. સતત આઠ વર્ષથી બોર્ડ પરીક્ષામાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલ ૧૦૦ ટકા પરિણામ લાવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં આચાર્યો-પ્રધાનાચાર્યોની વિદ્યાર્થીઓ પ્રત્યેની સખત મહેનત – સતત માર્ગદર્શનથી બોર્ડ પરીક્ષાઓમાં સરસ્વતી શિશુમંદિરે ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. સંસ્થાનાં સાથી ટ્રસ્ટીગણની પણ એટલી જ મહેનત અને માર્ગદર્શન રહેલા છે. સંસ્થાનાં ટ્રસ્ટીગણ, શાળાનાં આચાર્યો-પ્રધાનાચાર્યોનાં નેતૃત્વમાં સમાજનાં દરેક વર્ગ, જાતિ અને કક્ષાનાં બાળકોએ અહીંથી ઊંચનીચ કે નાતજાતનાં ભેદભાવ વિના શિક્ષણ પ્રાપ્ત કરી સુંદર કારકિર્દી ઘડી રહ્યાં છે.
રાજકોટમાં સરસ્વતી વિદ્યામંદિરનાં શૈક્ષણિક સંકુલો રણછોડનગર, થોરાળા જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે છતાં પણ આ તમામ શૈક્ષણિક સંકુલો બોર્ડની વિવિધ પરીક્ષાઓમાં ૧૦૦ ટકા પરિણામ મેળવે છે. દર વર્ષે બોર્ડ પરિણામમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલોનાં વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં ઝળકે છે.
ધાર્યા મુજબનું પરિણામ આવ્યું: ઓમ કારીયા
અબતક સાથેની વાતચી દરમિયાન સરસ્વતિ સ્કુલના કારીયા ઓમએ જણાવ્યું હતું કે મને ૯૯.૨૦ પીઆર અને ૮૭ ટકા આવ્યા છે. મને ખુબ જ આનંદની લાગણી થાય છે. મારું ધાર્યા મુજબનું રિઝલ્ટ આવતા ખુબ જ ખુશ છું. માતા-પિતા અને સ્કુલનો પૂરો સહકાર મળતા આજ આટલું સરસ રીઝલ્ટ આવ્યું છે. મને હવે સાયન્સ લઇ એ ગ્રુપ લઇશ. અમારી સ્કુલમાં વર્કશોપ, ગ્રુપ ડિસ્કશન કરાવવામાં આવતું હતું. પરિક્ષા પહેલા ઓફ કેમ્પસ લઇ જવામાં આવતા હતા. અને ખુબ જ સુંદર રીતે તૈયારી કરાવવામાં આવી હતી.
ઓલ ઓવર પરીણામ કરતા સરસ્વતિ સ્કુલનું પરિણામ સા: પ્રીન્સીપાલ પાયલબેન મકવાણા
અબતક સાથેની વાતચીત દરમિયાન સરસ્વતિ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રિન્સીપાલ પાયલબેન મકવાણાએ જણાવ્યું હતું કે તું તમામ વિદ્યાર્થીઓ વાલીઓને અભિનંદ પાઠવું છે. અમારી શાળાનું ધોરણ ૧૦ રિઝલ્ટ ૯૩ ટકા આવ્યું છે. અમારી શાળામાં બાળકોને ધોરણ ૧૦ કે ધોરણ ૧ર નો કોર્ષ પૂર્ણ થઇ જાય તો અમે વર્કશોપ ચલાવીએ છીએ. જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે વર્ક કરવું તે શિખવાડીએ જે બે મહિનાનો કોર્ષ હોય જેમાં ઓફ કેમ્પસ આવે આ વખતે ઓવરઓલ રિઝલ્ટ ખુબ જ ઓછું આવ્યું છે. તેના ઘણા કારણોય હોય શકે પરંતુ અમારી સ્કુલનું ઓવરઓલ સારું છે.