સોસાયટીઓ બનાવીને બિલ્ડરો ભૂગર્ભભાં ઉતરી ગયા: ઠેર ઠેર ગંદકીના ગંજ
જામનગરમાં ગંદકી માટેનું સૌથી મોટું આશ્રયસ્થાન ગણી શકાય તેવા કાલાવડ નાકા બહાર ના વિસ્તારોમાં નવી સોસાયટીઓનું નિર્માણ થયું છે આ વિસ્તારમાં અંદાજે ૧૦ હજારથી પણ વધુ લોકો પોતાના પરિવાર સાથે રહે છે લોકોએ આ વિસ્તારમાં હોંશે હોંશે મકાન તો લીધા પરંતુ સોસાયટીઓનું નિર્માણ કરનાર બિલ્ડરો નાણા ખીચા માં ભરી રફુચક્કર થઇ ચુક્યા છે અને સોસાયટીમાં રહેનારા લોકોને ગટર લાઈટ રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ માટે હેરાન પરેશાન થવું પડે છે અન્વયે સ્થાનિક રહેવાસીઓએ પોતાના નગરસેવકને આ બાબતે જાણ કરતા કોર્પોરેટર જૈનબબેન ખફી એ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકો દ્વારા તેમને પડતી મુશ્કેલીઓ વિષે વિગતવાર ચર્ચા કરી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમની તકલીફો વિષે તેઓ બિલ્ડરને કહેવા જાય ત્યારે બિલ્ડર કોર્પોરેશન પર અને કોર્પોરેશનમાં જાણ કરવા જાય ત્યારે કોર્પોરેશન બિલ્ડરો ઉપર ખો આપી દે છે ક્યારે સ્થાનિકોએ હવે આગળ કરવું શું તે પણ એક મૂંઝવતો પ્રશ્ન છે.