પોઝિટિવ કેસોની સંખ્યા ૫૦ હજારને પાર: એક જ દિવસમાં ૧૩૧૧ કેસ નોંધાયા
વિશ્ર્વભરમાં મહામારી ફેલાવનાર કોરોના વાયરસ ચીનનાં વ્યુહાનમાંથી બહાર આવ્યું છે. સમગ્ર વિશ્ર્વને કોરોનાએ જારે ભરડામાં લીધું હોઈ તેવું પણ સ્પષ્ટ પણે માનવામાં આવે છે હાલની પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે કોરોના બાદ જે લોકડાઉન જોવા મળ્યું હતુ, તેમાં કેસોની સંખ્યામાં ઘટાડો પણ જોવા મળતો હતો.પરંતુ લોકડાઉન ખૂલતાની સથે જ કોરોના અત્યંત વિપરીત અને વિનાશકારક બન્યું છે. કયાંકને કયાંક લોકોની બેવકૂફી અને બેખોફીનાં કારણે કોરોના પર નિયંત્રણ લાવી શકાયું નથી.
ચીનના વ્યૂહાનમાંથી ઉદભવીત થયેલા કોરોનાની સાઈડ હાલ મુંબઈ કાપશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. મુંબઈમં પોઝીટીવ કેસોની સંખ્યા ૫૦ હજારને પાર પહોચી છે. જયારે એક જ દિવસમાં મુંબઈમાં પોઝીટીવ કેસોનો આંક ૧૩૧૧એ પહોચ્યો છે. જયારે દિલ્હી બીજા સ્થાને ૨૯,૯૪૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. દેશમાં હાલ પોઝીટીવ કેસોની સંખ્યા ૨.૬૫ લાખને પાર પહોચી છે. જેમાં શનિવારાં રોજ ૧૦૪૩૪ કેસ, તથા રવિવારના રોજ ૧૦,૭૮૫ કેસો સામે આવ્યા છે. મુંબઈમાં માત્ર એક જ દિવસમાં ૨૭૧ મોત નિપજયા છે.