સેન્સેકસ ૭૬૦ પોઈન્ટ ઉંચકાયા બાદ ઉચા મથાળે વેચવાલી શરૂ થતા સુધારો ધોવાયો: બંને ઈનડેક્ષ રેડ ઝોનમાં
શેરબજારમાં આજે સપ્તાહનાં પ્રથમ દિવસે તેજીનો તોખાર જોવા મળ્યા બાદ ઉચા મથાળે વેચવાલીનો દોર શરૂ થતા સુધારો ધોવાઈ ગયો હતો. ૮૦૦થી વધુ પોઈન્ટની અફરા-તફરી માર્કેટમાં જોવા મળી હતી. એક તબકકે રેડઝોનમાં ટ્રેડ કરી રહેલા બંને ઈન્ડેક્ષો બપોરે રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયા હતા.
આજે સવારે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ઓપન થયા હતા. એક તબકકે સેન્સેકસ ૭૬૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ઈન્ટ્રા-ડેમાં ૩૪,૯૨૭ની સપાટીએ પહોંચી ગયો હતો તો નિફટીમાં પણ ૧૫૦થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફટીએ પણ ઈન્ટ્રા-ડેમાં ૧૦,૩૨૮ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. શરૂઆતનાં કામકાજમાં એવું લાગી રહ્યું હતુંકે, દિવસ દરમિયાન તેજી બરકરાર રહેશે કારણકે ડોલર સામે રૂપિયો પણ સતત મજબુત બની રહ્યો હતો જોકે રોકાણકારોમાં જાણે તેજીનાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળી રહ્યો હોય તેમ ઉંચા મથાળે વેચવાલીનો દૌર શરૂ થતા માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. એક તબકકે ૭૬૦પોઈન્ટનાં ઉછાળા સાથે કામ કરી રહેલો સેન્સેકસની પટકાયો હતો અનેરેડઝોનમાં ગરકાવ થઈ ગયો હતો તો નિફટીમાં પણ સુધારો ધોવાઈ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે બંને ઈન્ડેક્ષો રેડ ઝોનમાં કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ૪ પૈસાની મજબુતાઈ જોવા મળી રહી છે.