ડિજિટલ માધ્યમી ભક્તો પૂજન વિધિનો લ્હાવો લઈ શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો અનેરો પ્રયાસ
ભક્તો ઘરે રહીને ધ્વજા,વાઘા અને થાળની પૂજન વિધિનો લ્હાવો લઈ શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ઓનલાઈન પૂજન વિધિ કરાવવામાં આવી રહી છે. હાલ કોરોના વાઇરસના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગ આવશ્યક બની ગયું છે ત્યારે ઘણા ભક્તો ઘરે બેઠાં પૂજન વિધિ કરીને મા ખોડલને ધ્વજા, વાઘા અને થાળ અર્પણ કરવા માટે ભાવ વ્યક્ત કરી રહ્યા છે. જેી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મોબાઈલ દ્વારા વીડિયો કોલના માધ્યમી ઓનલાઈન પૂજન વિધિ કરાવવામાં આવી રહી છે. જાણિતા ઉદ્યોગપતિ અને સૂઝલોન ગ્રુપના ફાઉન્ડર તુલસીભાઈ તંતીએ ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને ધ્વજા, વાઘા અને થાળ અર્પણ કર્યા હતા.
મહામારીના આ સમયમાં ભક્તો મંદિરે આવી શકે તેમ ન હોય ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ઘરે રહીને ઓનલાઈન પૂજન વિધિ કરાવી ખોડલધામ મંદિરમાં ધ્વજા, વાઘા અને થાળ અર્પણકરવાનો અનન્ય લ્હાવો આપવામાં આવી રહ્યો છે. ધ્વજા, વાઘા અને થાળનું બુકિંગ કરાવનાર ભક્તોને વીડિયો કોલના માધ્યમી જોડી ઓનલાઈન પૂજન વિધિ કરાવાઈ રહી છે. ગઇકાલે જાણિતા ઉદ્યોગપતિ અને સૂઝલોન ગ્રુપના ફાઉન્ડર તુલસીભાઈ તંતીએ પુના ખાતેના નિવાસનેથી પરિવાર સાથે ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને ધ્વજા, વાઘા અને થાળ અર્પણ કરી મા ખોડલના આશીર્વાદ લીધા હતા. આ પ્રકારે હાલના સમયમાં અનેક ભક્તોને ઘરે બેઠા ઓનલાઈન પૂજન વિધિ કરાવવામાં આવી રહી છે.