સોશિયલ ડિસ્ટન્સીંગનો ઉલાળીયો: લોકોએ માસ્ક પણ પહેર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે મેળાના મેદાનમાં રવિવારી ભરાય રહી છે અને અનેક વર્ષોથી ભરાય છે અને આ રવિવારી માં જિલ્લાના અનેક વેપારીઓ અને ખાસ કરી જુનો સરસામાન જેવાકે મોટરસાયકલ ના સ્પેરપાર્ટ મોબાઈલ ના સ્પેરપાર્ટ કપડા અને અનેક વસ્તુઓ અને સામગ્રીઓ સસ્તા ભાવે રવિવારના દિવસે મેળાના મેદાન ખાતે વેચાણ થઈ રહ્યું છે.. ત્યારે કોરોના નાની મહામારી વચ્ચે આ રવિવારી બે માસથી વધુ સમયથી સ્થગિત કરવામાં આવી હતી ત્યારે વળી સુરેન્દ્રનગર જિલ્લાના મેળાના મેદાનમાં આ સમયગાળા દરમિયાન સર્કસ હોવાના પગલે સમગ્ર મેળાનું મેદાન સર્કસના તંબુ માં બંધાઈ જવા પામ્યો હતું ત્યારે થોડા દિવસ પહેલાં સર્કસ કાઢી નાખવામાં આવતાં મેળાનું મેદાન ચોખ્ખું બન્યું હતું..

ત્યારે ગત રવિવારે વગર પરમિશન અને કોઈપણ જાતના પરવાના વગર અને કોઈપણ જાતની રોકટોક વગર સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે ભરાતી માર્કેટ ખુલ્લી જવા પામી હતી ત્યારે આ માર્કેટમાં વહેલી સવારથી ડિસ્ટન્સ નો નો અભાવ અને અને ખાસ કરી વગર માસ બાંધ્યા વગર આ રવિવાર ભરાતી મકેટ માં ખરીદી વેચાણ કરતા નઝરે પડ્યા હતા.. ત્યારે આ માર્કેટમાં ખાસ મુંબઈ અને અન્ય રાજ્યોમાંથી પણ વેપાર કરવા વેપારીઓ આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કોરોના સંક્રમણથી ફેલાય તેવી ભીતિ ઊભી થઈ છે. ત્યારે બીજી તરફ પ્રશાસન વિભાગ પણ આ બાબતે મૌન રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.